Oppo લાવી રહ્યું છે નવી Find X9 સિરીઝ : પ્રીમિયમ ડિઝાઇન અને શક્તિશાળી કેમેરા સાથે

Oppo Find X9s Pro મોડેલ પણ 21 એપ્રિલે ચીનમાં લોન્ચ થઈ રહ્યું છે

Oppo લાવી રહ્યું છે નવી Find X9 સિરીઝ : પ્રીમિયમ ડિઝાઇન અને શક્તિશાળી કેમેરા સાથે

Photo Credit: Oppo

Oppo Find X9s માં 50 મેગાપિક્સલનો રિયર કેમેરા હશે .

હાઇલાઇટ્સ
  • Oppo Find X9s અને Oppo Find X9 Ultraને વૈશ્વિક બજારમાં લોન્ચ
  • Find X9s માં ફ્લેટ ડિસ્પ્લે અને હોલ પંચ કટઆઉટ
  • Find X9s સિરીઝ સાથે પ્રીમિયમ ડિઝાઈન , શક્તિશાળી કેમેરા અને મોટી બેટરી
જાહેરાત

Oppo ટૂંક સમયમાં તેના નવા સ્માર્ટફોન્સ Oppo Find X9s અને  Oppo Find X9 Ultraને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે . કંપનીએ પુષ્ટિ કરી છે કે Find X9 Ultra આવતા અઠવાડિયે ચીન સાથે કેટલાક પસંદ કરાયેલ દેશોમાં રજૂ થશે . ચીનમાં તે Oppo Find X9s Pro સાથે આવશે , જયારે વૈશ્વિક સ્તરે Ultra  મોડેલ સાથે સ્ટાન્ડર્ડ Find X9s લોન્ચ થશે . કંપની મુજબ ,  Oppo Find X9s  21 એપ્રિલે ગ્લોબલી ડેબ્યુ કરશે . આ ઇવેન્ટમા Oppo Watch X3 અને  Oppo Enco Clip  2 પણ રજૂ થવાની શક્યતા છે .  Oppo Find X9s  માં 50 મેગાપિક્સલનો રિયર કેમેરા હશે .  Find X9s માં ફ્લેટ ડિસ્પ્લે અને હોલ પંચ કટઆઉટ , તેની બેઝલ્સ માત્ર 1.15mm જેટલી પાતળી ,  મોટી 7,025mAh બેટરી મળશે .

ડિઝાઈનની વાત કરીએ તો , Find X9s માં ફ્લેટ ડિસ્પ્લે અને હોલ પંચ કટઆઉટ આપવામાં આવશે , જયારે તેની બેઝલ્સ માત્ર 1.15mm જેટલી પાતળી હશે .  ફોનમાં ચોરસ આકારનું કેમેરા મોડયુલ મળશે જેમાં Hasselblad ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સિસ્ટમ અને LED ફ્લેશ હશે . કંપનીએ 50MP " અલ્ટ્રા - ક્લિયર  " કેમેરાની પણ પુષ્ટિ કરી છે .

બેટરીની વાત કરીએ તો , આ ફોનમાં મોટી 7,025mAh બેટરી મળશે . આ હેન્ડસેટ બ્લેક , પિંક અને પર્પલ કલર વિકલ્પોમાં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ રહેશે , બીજી તરફ  , Oppo Find X9s  Pro ચીનમાં લોન્ચ થશે , જેમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ મળશે , જેમાં બે 200MP સેન્સર્સ હશે . આ મોડેલમાં કંપનીનું LUMO ઇમેજિંગ સોલ્યુશન  પણ આપવામાં આવશે . તેમાં 6.3 ઈંચનું ડિસ્પ્લે અને 1.1mm પાતળી બેઝલ્સ મળશે .

કુલ મળીને , Oppo તેની Find X9s સિરીઝ સાથે પ્રીમિયમ ડિઝાઈન , શક્તિશાળી કેમેરા અને મોટી બેટરી જેવી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે , જયારે  વધુ વિગતો લોન્ચ નજીક આવતા જાહેર થવાની અપેક્ષા છે . Oppo Find X9s Pro મોડેલ પણ 21 એપ્રિલે ચીનમાં લોન્ચ થઈ રહ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo લાવી રહ્યું છે નવી Find X9 સિરીઝ : પ્રીમિયમ ડિઝાઇન અને શક્તિશાળી કેમેરા સાથે
  2. હવે Gemini બનશે વધુ સ્માર્ટ : Google લાવ્યો પર્સનલ ડેટા આધારિત AI જવાબો
  3. ક્રોમમાં નવી ' Skills ' ફીચર : Gemini AI હવે પ્રીસેટ કમાન્ડ્સ સાથે વધુ સ્માર્ટ
  4. OnePlus Ace 6 Ultra લોન્ચ પહેલા ટીઝ : ગેમિંગ ફોક્સ સાથે 165Hz ડિસ્પ્લે
  5. ફ્લિપકાર્ટ માઈક્રોસાઇટ લાઈવ : નવો મોટોરોલા ફોન એપ્રિલ લોન્ચ તરફ સંકેત
  6. Xiaomi ની નવી Mini LED 4K સ્માર્ટ ટીવી સિરીઝ ભારતમાં ડેબ્યુ માટે તૈયાર
  7. અપગ્રેડેડ ડિસ્પ્લે અને પરફોર્મન્સ સાથે Lumio Vision 9 (2026) આવી રહ્યું છે
  8. Apple iPhone 18 Pro સિરીઝમાં લાવશે નવો લાલ શેડ અને મિની ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઈન
  9. Netflix પર આવી રહ્યું છે 'યુથ ' : ટીનએજ જીવનની ભાવનાત્મક સફર હવે ઘરે બેઠા જુઓ
  10. Redmi A7 Pro 5G Unisoc પ્રોસેસર અને 32MP કેમેરા સાથે બજેટ કિંમતે લોન્ચ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »