હવે Gemini બનશે વધુ સ્માર્ટ : Google લાવ્યો પર્સનલ ડેટા આધારિત AI જવાબો

Google મુજબ , પર્સનલ ઇન્ટેલિજેન્સ એક સાથે વધુ વિચારીને સાચો જવાબ શોધવો અને ચોક્કસ વિગતો મેળવવા માટે રજૂ થયેલ છે

હવે Gemini બનશે વધુ સ્માર્ટ : Google લાવ્યો પર્સનલ ડેટા આધારિત AI જવાબો

Photo Credit: Google

પહેલાના , પર્સનલ ઇન્ટેલિજન્સ ફીચર માત્ર અમેરિકામાં Geminiના પેઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતું .

હાઇલાઇટ્સ
  • Google એ સોમવારે ભારતમાં તેના Gemini માટે નવી " પર્સનલ ઇન્ટેલિજન્સ " સુવિ
  • યુઝર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે કઈ એપ્સ સાથે કનેક્ટ કરવી તે પસંદ કરી શકે
  • સુવિધા પૂરી રીતે વૈકલ્પિક છે અને ડિફોલ્ટ રૂપે બંધ રહે છે
જાહેરાત

Google એ સોમવારે ભારતમાં તેના Gemini માટે નવી " પર્સનલ ઇન્ટેલિજન્સ " સુવિધા લોન્ચ કરવાની જાહેરાત કરી છે . આ ફીચર AI સુવિધાઓની ક્ષમતાને વધુ આગળ વધારે છે , જે હવે સંદર્ભ પ્રમાણે વધુ ચોક્કસ જવાબો આપે છે અને વિવિધ એપ્સ  સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે . આ વર્ષની શરૂઆતમાં યુનાઈટેડ  સ્ટેટ્સમાં રજૂ થયેલી આ સુવિધા હવે ભારતમાં પણ ઉપલબ્ધ બની રહી છે . Google મુજબ , પર્સનલ ઇન્ટેલિજેન્સ એક સાથે વધુ વિચારીને સાચો જવાબ શોધવો  અને ચોક્કસ વિગતો મેળવવા માટે રજૂ થયેલ છે . પહેલાના , પર્સનલ ઇન્ટેલિજન્સ ફીચર માત્ર અમેરિકામાં Geminiના પેઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતું .

પર્સનલ ઇન્ટેલિજન્સ દ્રારા યુઝર્સ Gmail , Google Photos , You Tube અને Google Search જેવી એપ્સને Gemini આ તમામ સ્રોતોમાંથી માહિતી મેળવીને  વધુ વિગતવાર જવાબો આપે છે . ખાસ કરીને એવા પ્રશ્નોમાં જ્યાં અનેક એપ્સની માહિતી જોડવાની જરૂર હોય .

કંપની મુજબ , આ સુવિધા પૂરી રીતે વૈકલ્પિક છે અને ડિફોલ્ટ રૂપે બંધ રહે છે . યુઝર્સ પોતાની જરૂરિયાત પ્રમાણે કઈ એપ્સ સાથે કનેક્ટ કરવી તે પસંદ કરી શકે છે .

ઉદાહરણ તરીકે , જો તમે જયપુર ટ્રીપ પ્લાન કરવા માંગો છો , તો Gemini તમારા Gmail માંથી બુકીંગ ડિટેલ્સ મેળવી શકે છે , Photos માંથી સેવ કરેલી ઈમેજીસ  કે નોટ્સ શોધી શકે છે અને You Tube પર જોયેલા વિડિઓઝના આધારે સ્થળોની જાણકારી પણ આપી શકે છે અને એ પણ વધુ એક જ જવાબમાં .

Google જણાવે છે કે આ સિસ્ટમ અનેક સ્રોતોમાંથી માહિતી સમજીને ચોક્કસ પ્રતિભાવો આપે છે . ઉપરાંત , Gemini જવાબોમાં માહિતીના સ્ત્રોત પણ બતાવી  શકે છે અને યુઝર્સ વધુ ક્લિયર ફોલો અપ પ્રશ્નો પુછી શકે છે .

પ્રાઇવસીની વાત કરીએ તો , કંપનીએ આ વાત સ્પષ્ટ કર્યું છે કે કનેક્ટેડ ડેટાનો ઉપયોગ માત્ર જવાબ આપવા માટે થાય છે અને તેને AI મોડેલ ટ્રેનિંગ માટે સીધો  ઉપયોગ કરવામાં આવતો નથી . યુઝર્સ કોઈપણ સમયે આ સુવિધાને બંધ કરી શકે છે અથવા પ્રસર્નલાઇઝેશન વિના ચેટિંગ ચાલુ રાખી શકે છે .

જોકે , Google એ સ્વીકાર્યું છે કે પર્સનલ ઇન્ટેલિજન્સ હજી વિકાસની દિશામાં છે એટલે કે ક્યારેક ખોટા અથવા વધારે વ્યક્તિગત જવાબો મળી શકે છે . આવા  કિસ્સાઓમાં યુઝર્સ ફીડબેક આપી શકે છે અથવા AI ને સીધું સુધારી શકે છે .

ભારતમાં આ સુવિધા હાલમાં Google AI Plus , Pro અને Ultra સબ્સ્ક્રાઇબર્સ માટે રોલઆઉટ થઈ રહી છે અને આવતા અઠવાડિયામાં વધુ યુઝર્સ માટે ઉપલબ્ધ  થવાની શક્યતા છે . સેટિંગ્સમાં જઈને " પર્સનલ ઇન્ટેલિજન્સ "વિકલ્પ દ્રારા તેને સરળતાથી સક્રિય કરી શકાય છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. June Android Drop અપડેટ લોન્ચ , Quick Share અને Fasion Tool સહિત અનેક નવી સુવિધાઓ
  2. 5200 nits બ્રાઇટનેસ અને Dimensity 7450 ચિપસેટ સાથે આવ્યો Motorola Edge 2026
  3. Excel થી PDF બનાવવું હવે સરળ , જાણો Word , Adobe અને ઓનલાઈન ટૂલ્સની મદદથી રીત
  4. WhatsAppનું નવું સુરક્ષા ફીચર કૌભાંડથી બચાવશે , ડિવાઈસ પર જ થશે મેસેજનું વિશ્લેષણ
  5. 8000mAh બેટરી સાથે આવ્યું Portronics  Kinetics 8K, 5 કલાક સુધી આપશે પાવર બેકઅપ 
  6. નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો
  7. મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત
  8. Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ
  9. Facebook , Instagram અને TikTok પર સગીરો માટે કડક નિયમો , મલેશિયામાં ઉંમર ચકાસણી ફરજિયાત
  10. Huawei Nova 16 ચીનમાં રજૂ , Kirin 9010S ચિપસેટ અને 120Hz OLED ડિસ્પ્લેથી સજ્જ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »