Oppo Find X9 Ultra લોન્ચ પહેલા જ પ્રી ઓર્ડર પર , સ્ટોરેજ અને કલર વિકલ્પો જાહેર

Oppo Find X9 Ultra હવે Oppo ચાઈના ઓનલાઇન સ્ટોરમાં પ્રી - ઓર્ડર માટે ઉપલબ્ધ છે

Oppo Find X9 Ultra લોન્ચ પહેલા જ પ્રી ઓર્ડર પર , સ્ટોરેજ અને કલર વિકલ્પો જાહેર

Photo Credit: Oppo

Oppo Find X9 Ultra માં 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • આ સ્માર્ટફોન કંપનીનો નવો ફ્લેગશિપ મોડેલ
  • Oppo Find X9 Ultra ત્રણ કલર વિકલ્પોમાં
  • Oppo Find X9 Ultra 21 એપ્રિલ લોન્ચ થવાનો
જાહેરાત

Oppo Find X9 Ultra આવતા અઠવાડિયે ચીન સહિત પસંદગીના બજારોમાં Oppo Find X9s અને Oppo Find X9 Pro સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે . આ સ્માર્ટફોન કંપનીનો નવો ફ્લેગશિપ મોડેલ હશે . Find X9 Ultra 21 એપ્રિલે લોન્ચ થશે . લોન્ચ પહેલા કંપનીએ તેના ડિઝાઈન , સ્પેસિફિકેશન્સ અને અન્ય માહિતીની વિગતો જાહેર કરી છે . હાલમાં આ હેન્ડસેટ ચીનમાં  Oppo  ના ઓનલાઇન સ્ટોર પર પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે . જ્યાં તેના કલર ઓપ્શન અને સ્ટોરેજ વેરિઅન્ટસ  માટેની માહિતી જોવા મળી છે . Oppo Find X9 Ultra માં 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .

Oppo Find X9 Ultra સ્પેસિફિકેશન્સ:

કલર વિકલ્પો અને સ્ટોરેજ:

કંપનીની લિસ્ટિંગ મુજબ આ Oppo Find X9 Ultra ત્રણ કલર વિકલ્પોમાં આવશે . પોલાર  ગ્લેસીયર્સ  , રૉન્ગશા  કેન્યન   અને ટુંડ્રા . સાથે જ , ફોન 12GB + 256GB ,  12GB + 512GB , 16GB + 512GB અને 16GB + 1TB જેવા વિવિધ RAM અને સ્ટોરેજ વિકલ્પોમાં મળશે . 

ખાસ  વાત એ છે કે 1TB સ્ટોરેજ ધરાવતો ટોપ વેરિઅન્ટ સેટેલાઇટ કોમ્યુનિકેશન સપોર્ટ સાથે આવશે . કંપની Find X9 સિરીઝ માટે Hasselblad Master Set નામનું ખાસ બંડલ પણ લાવશે  , જે સામાન્ય પેકેજ કરતાં વધુ કિંમતી હોઈ શકે છે . આ વિગતો ચાઈનીઝ વેરિઅન્ટ માટે છે , જયારે ગ્લોબલ વર્ઝનમાં ફેરફાર જોવા મળી શકે છે .

કેમેરા સેટઅપ:

Oppo પહેલેથી જ આ વાતની પુષ્ટિ કરી ચુકી છે કે આ Find X9 Ultra 21 એપ્રિલે લોન્ચ થશે . આ ફોનમાં Hasselblad ટ્યુન્ડ ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળશે, જે ગોળાકાર કેમેરા મોડયુલમાં મૂકાયેલ હશે . તેમાં 1 ઇંચ સેન્સર સાથે 200MPનો મુખ્ય કેમેરા આપવામાં આવશે .

કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ફોનમાં 200MPનો 3x સુપર પોર્ટ્રેટ ટેલિફોટો લેન્સ , 50MPનો 10x ઓપ્ટિકલ ઝૂમ આપતો ટેલિફોટો કેમેરા અને 50MP નો  અલ્ટ્રાવાઇડ લેન્સ પણ સામેલ રહેશે , જે વધુ લાઈટ કેપ્ચર કરવાની ક્ષમતા ધરાવે છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે આગળની બાજુએ 50MPનો ફ્રન્ટ કેમેરા મળશે  .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo Find X9 Ultra લોન્ચ પહેલા જ પ્રી ઓર્ડર પર , સ્ટોરેજ અને કલર વિકલ્પો જાહેર
  2. મોટોરોલા ટેબ્લેટ્સની ભારતમાં કિંમતોમાં વધારો , Moto Pad 60 સિરીઝ અસરગ્રસ્ત
  3. "કેન્ડી એન્ડ ધ પિઝા જિગર્લ " હવે OTT પર : રોમાંચ અને કોમેડીથી ભરપૂર ફિલ્મ
  4. Oppo લાવી રહ્યું છે નવી Find X9 સિરીઝ : પ્રીમિયમ ડિઝાઇન અને શક્તિશાળી કેમેરા સાથે
  5. હવે Gemini બનશે વધુ સ્માર્ટ : Google લાવ્યો પર્સનલ ડેટા આધારિત AI જવાબો
  6. ક્રોમમાં નવી ' Skills ' ફીચર : Gemini AI હવે પ્રીસેટ કમાન્ડ્સ સાથે વધુ સ્માર્ટ
  7. OnePlus Ace 6 Ultra લોન્ચ પહેલા ટીઝ : ગેમિંગ ફોક્સ સાથે 165Hz ડિસ્પ્લે
  8. ફ્લિપકાર્ટ માઈક્રોસાઇટ લાઈવ : નવો મોટોરોલા ફોન એપ્રિલ લોન્ચ તરફ સંકેત
  9. Xiaomi ની નવી Mini LED 4K સ્માર્ટ ટીવી સિરીઝ ભારતમાં ડેબ્યુ માટે તૈયાર
  10. અપગ્રેડેડ ડિસ્પ્લે અને પરફોર્મન્સ સાથે Lumio Vision 9 (2026) આવી રહ્યું છે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »