YouTubeમાં નવું અપડેટ : Shorts ફીડ હાઈડ કરવાની સુવિધા મળી

YouTube નું માનવું છે કે આ નવી સુવિધાથી યુઝર્સ પોતાને કેટલા સમય સુધી Shorts જોવી છે તે પહેલેથી જ નક્કી કરી શકે છે

YouTubeમાં નવું અપડેટ : Shorts ફીડ હાઈડ કરવાની સુવિધા મળી

Photo Credit: YouTube

આ સુવિધા હજુ સુધી બધા લોકો પાસે પહોંચી નથી .

હાઇલાઇટ્સ
  • YouTube Shorts ટાઇમર મુખ્યત્વે પેરેંટલ કંટ્રોલ માટે રજૂ
  • " 0 મિનિટ " સેટ કરવાથી Shorts ફીડ તરત જ બંધ થઈ જાય
  • પ્લેટફોર્મે બિલ્ટ - ઈન - સેટિંગ્સ દ્રારા Shortsને સંપૂર્ણ રીતે ડિસેબલ ક
જાહેરાત

youTube એ તેના મોબાઈલ યુઝર્સ માટે એક નવી અને ઉપયોગી સુવિધા રજૂ કરી છે , જે હવે Shorts ફીડને સંપૂર્ણપણે બંધ કરવાની મંજૂરી આપે છે . આ અપડેટમાં Shorts ટાઈમરમાં "0 મિનિટ " નો નવો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે . જેના દ્રારા યુઝર્સ એપના હોમસ્ક્રીન પરથી શોર્ટ ફોર્મ વિડિઓઝને સંપૂર્ણ રીતે  હટાવી શકે  છે . હાલમાં આ સુવિધા ધીમે ધીમે વૈશ્વિક સ્તરે ફેલાઈ રહી છે . આ ફીચર સંપૂર્ણ રીતે બધા યુઝર્સ સુધી પહોંચ્યું નથી . આ ફીચર પેરેંટલ કંટ્રોલ માટે લાવવામાં આવ્યું હતું , જેથી માતા - પિતા બાળકોના Shorts વપરાશને મર્યાદિત રાખી શકે

આ પહેલા , YouTube Shorts ટાઇમર મુખ્યત્વે પેરેંટલ કંટ્રોલ માટે રજૂ કરવામાં આવ્યો હતો , જેમાં 15 મિનિટથી લઈને 2 કલાક સુધીની મર્યાદાઓ સેટ કરી શકાતી  હતી . સમય પૂરો થતા એપ યુઝરને સ્ક્રોલિંગ બંધ કરવા માટે રિમાઈન્ડર બતાવતી હતી . પરંતુ હવે , નવા અપડેટ સાથે " 0 મિનિટ " સેટ કરવાથી Shorts  ફીડ તરત જ બંધ થઈ જાય છે .

YouTube મુજબ , યુઝર્સ હવે દૈનિક મર્યાદા સેટ કરી શકે છે તેઓ કેટલો સમય Shorts જોવાની ઈચ્છા છે . જયારે આ સમય મર્યાદા પૂરી થાય તો , એપ એક મેસેજ  બતાવે છે કે દિવસ માટેનું સ્ક્રોલિંગ અટકાવવામાં આવ્યું છે . જો ટાઈમર 0 મિનિટ પર સેટ કરવામાં આવે તો આ તરત જ લાગુ પડે છે , એટલે કે Shorts હવે હોમ  ફીડમાં દેખાશે નહીં . તેના બદલે , યુઝર્સને " તમે તમારી Shorts ફીડ મર્યાદા સુધી પહોંચી ગયા છો " એવો મેસેજ જોવા મળશે .

ખાસ વાત આ છે કે પહેલા યુઝર્સને ઓછામાં ઓછા 15 મિનિટની મર્યાદા જ સેટ કરવાની તક હતી , પરંતુ હવે પહેલી વખત પ્લેટફોર્મે બિલ્ટ - ઈન - સેટિંગ્સ દ્રારા  Shortsને સંપૂર્ણ રીતે ડિસેબલ કરવાની સુવિધા આપી છે . જોકે , કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે Shorts સંપૂર્ણપણે ગાયબ નહીં થાય . તે હજુ પણ સબ્સ્ક્રિપ્શન  ફીડ અથવા સર્ચ રિઝલ્ટ્સમાં દેખાઈ શકે છે .

આ નવી સુવિધા YouTubeના તે મોટા પ્રયાસનો ભાગ છે , જેમાં યુઝર્સને તેમના સ્ક્રીન ટાઈમ પર વધુ નિયંત્રણ આપવા પર ભાર મુકવામાં આવે છે . " Take a  Break  " અને " Bedtime Reminder " જેવી પહેલાની સુવિધાઓ પર આધાર રાખીને , હવે shorts નિયંત્રણ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે .

શરૂઆતમાં આ ફીચર પેરેંટલ કંટ્રોલ માટે લાવવામાં આવ્યું હતું , જેથી માતા - પિતા બાળકોના Shorts વપરાશને મર્યાદિત રાખી શકે . હવે તેને તમામ યુઝર્સ , જમી એડલ્ટ એકાઉન્ટ્સ પણ સામેલ છે ,  તે બધા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે .

Shorts ફીડ બંધ કરવા માટે , યુઝર્સ Setting > Time Management માં જઈને Shorts Feed Limit ને ચાલુ કરવું પડશે અને ટાઇમરને 0 મિનિટ પર સેટ  કરવો પડશે . એકવાર આ સેટિંગ લાગુ થયા પછી , હોમપેજ પર Shorts દેખાશે નહીં .

હાલમાં આ ફીચર સંપૂર્ણ રીતે બધા યુઝર્સ સુધી પહોંચ્યું નથી . કેટલાક ડિવાઈસ અને એકાઉન્ટ્સ પર તે ઉપલબ્ધ છે , જયારે બીજા માટે હજુ  રોલઆઉટ ચાલુ છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus Prime Day Sale શરૂ 4 જુલાઈથી , OnePlus 13 થી લઈને Pad અને Nord Buds સુધી મળશે ખાસ ડીલ્સ
  2. OnePlus N6 ની એન્ટ્રી ! 22,999 રૂપિયામાં 120Hz ડિસ્પ્લે , 50MP કેમેરા અને Android 16
  3. 50MP કેમેરા અને Dimensity 8350 પ્રોસેસરવાળો Lava Agni 4 હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  4. NotebookLMનું નવું ફીચર , લાંબા દસ્તાવેજોને મિનિટમાં બનાવશે શોર્ટ વિડીયો
  5. પાણીની કટોકટીનો અનોખો ઉકેલ , ઓસ્ટ્રેલિયાના જળાશયો પર લગાવવામાં આવી રહી છે ફ્લોટિંગ સોલાર પેનલ્સ
  6. Tata Sierra EVની એન્ટ્રી માટે તૈયાર પૂર્ણ , 75kWh બેટરી અને ડયુઅલ મોટર સાથે આપશે જોરદાર પરફોર્મન્સ
  7. Galaxy M47 5Gની ભારતમાં એન્ટ્રી , Snapdragon 6 Gen 3 અને 50MP કેમેરા સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ
  8. OnePlus 15, Nord 6 અને Pad 4 સસ્તા થશે , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડીલ્સ
  9. Samsung Galaxy S25 Ultra ખરીદવાની સુવર્ણ તક , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
  10. AI , Dolby Atmos અને 4K ડિસ્પ્લે સાથે Sony BRAVIA 9 ll અને BRAVIA 7 ll ભારતમાં લોન્ચ , જાણો કિંમત અને ઓફર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »