OnePlus Pad 4 ફીચર્સ લીક : 32 ઇંચ 3.4 સ્ક્રીન , 13,380mAh બેટરી અને 8 સ્પીકર સેટઅપ 

OnePlus Pad 4 ભારતમાં ફ્લિપકાર્ટ , એમેઝોન અને કંપનીના ઓનલાઇન સ્ટોર દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ થશે 

OnePlus Pad 4 ફીચર્સ લીક : 32 ઇંચ 3.4 સ્ક્રીન , 13,380mAh બેટરી અને 8 સ્પીકર સેટઅપ 

Photo Credit: OnePlus

OnePlus Pad 4 માં સિંગલ રિયર કેમેરા છે 

હાઇલાઇટ્સ
  • OnePlus Pad 4 ભારતમાં 30 એપ્રિલે લોન્ચ થશે
  • ટેબ્લેટમાં 13.2 ઇંચ 3.4K રિઝોલ્યુશન સાથે 12 bit ટ્રુ કલર ડિસ્પ્લે
  • ફ્લિપકાર્ટ , એમેઝોન અને OnePlus India વેબસાઈટ પર ટેબ્લેટ માટે માઈક્રોસાઇટ
જાહેરાત

OnePlus એ ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી છે કે તેનું નવું OnePlus Pad 4 આ મહિનાના અંતમાં ભારતમાં લોન્ચ થવાનું છે . કંપનીએ સાથે જ ખાતરી આપી  છે કે આ ટેબ્લેટ Flipkart , Amazon અને OnePlus ના ઓફિશિયલ ઓનલાઇન સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે . ટીઝર દ્રારા કંપનીએ ટેબ્લેટની ડિઝાઈન  , મુખ્ય ફીચર્સ અને કેટલીક મહત્વપૂર્ણ સ્પેસિફિકેશન્સ પહેલેથી જ જાહેર કરી દીધી છે . આ વાત નોંધવામાં આવે છે કે આ જ ડિવાઇસ પહેલા ભારતમાં OnePlus Pad 3 pro તરીકે લોન્ચ થવાની ચર્ચામાં હતું .

OnePlus Pad 4 લોન્ચ તારીખ અને કિંમત :

OnePlus ના પ્રેસ રિલીઝ મુજબ , OnePlus Pad 4 ભારતમાં 30 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે . ફ્લિપકાર્ટ , એમેઝોન અને OnePlus India વેબસાઈટ પર ટેબ્લેટ માટે માઈક્રોસાઇટ પણ  લાઈવ થઈ ગઈ છે , જે તેની ઉપલબ્ધતા દર્શાવે છે .

પ્રોસેસર અને પરફોર્મન્સ :

OnePlus Pad 4 માં Qualcomm નું ફ્લેગશિપ Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવશે , જે OnePlus 15 માં પણ જોવા મળે છે .  કંપનીના દાવા મુજબ , આ ટેબ્લેટ An Tu Tu બેન્ચમાર્ક પર 41,86,268 પોઈન્ટ્સ સ્કોર કર્યા છે . આ ઉપરાંત , તેમાં 20% વધારે CPU પ્રદર્શન , 35% સુધારેલ કાર્યક્ષમતા , 23 % વધારે GPU પાવર અને 20 % ઉર્જા કાર્યક્ષમતા મળશે .

આ ટેબ્લેટમાં 13.2 ઇંચ 3.4K રિઝોલ્યુશન સાથે 12 bit ટ્રુ કલર ડિસ્પ્લે મળશે , જે 144Hz રિફ્રેશ રેટ , 1000 nits બ્રાઇટનેસ અને Dolby Vision સપોર્ટ સાથે આવશે . પાછળ ગોળ આકારનું કેમેરા મોડયુલ , LED ફ્લેશ અને ત્રણ પોગો પિન પણ જોવા મળશે .

OnePlus Pad 4 માં 13,380mAh બેટરી આપવામાં આવશે . કંપની મુજબ , આ ટેબ્લેટ  એક જ ચાર્જ પર 54 દિવસ સુધી સ્ટેન્ડબાય , 20 કલાક વિડીયો પ્લેબેક  અને 7 કલાક ગેમિંગ આપી શકે છે .

તે OnePlus Stylo Pro સ્ટાઈલસને  સપોર્ટ કરશે અને તેમાં 8 સ્પીકર સેટઅપ (4 બાસ + 4 ટ્વિટર ) મળશે , જે વધુ સારો ઓડિયો અનુભવ આપે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો
  2. મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત
  3. Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ
  4. Facebook , Instagram અને TikTok પર સગીરો માટે કડક નિયમો , મલેશિયામાં ઉંમર ચકાસણી ફરજિયાત
  5. Huawei Nova 16 ચીનમાં રજૂ , Kirin 9010S ચિપસેટ અને 120Hz OLED ડિસ્પ્લેથી સજ્જ
  6. 128GB મેમરી અને 1 પેટાફ્લોપ AI કમ્પ્યુટર સાથે આવ્યું Microsoft Surface Laptop Ultra
  7. રૂપિયા 15,000ની અંદર કયો 5G સ્માર્ટફોન ખરીદવો ? Moto G37 , Oppo A6c અને Samsung Galaxy M17 5G ની સરખામણી
  8. 50MP ટ્રિપલ કેમેરા અને Snapdragon 8s Gen 4 સાથે Nothing Phone 3 થયો સસ્તો
  9. નાના ડાયનેમિક આઇલેન્ડ અને A20 ચિપ સાથે આવી શકે છે iPhone 18 Pro
  10. કર્વ્ડ AMOLED ડિસ્પ્લે અને 5000mAh બેટરી સાથે Vivo Y200 Pro 5G થયો વધુ સસ્તો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »