Oppo Find X10 માં 8,000mAh બેટરી હોવાની શક્યતા છે જે Find X9 કરતા વધારે છે .
Photo Credit: Gadgets 360
Oppo Find X10 એ Find X9 નો અનુગામી છે
Oppo તેની પ્રીમિયમ સ્માર્ટફોન લાઇનઅપને વધુ મજબૂત બનાવવા માટે Oppo Find X9 Ultra અને Oppo Find X9s ના આવનારા લોન્ચ સાથે Oppo Find X9 સિરીઝ પૂર્ણ કરવા જઈ રહ્યું છે , પરંતુ તેની આગળની જનરેશન વિશેની માહિતી પણ હવે લીક્સ દ્રારા સામે આવવા લાગી છે . નવા અહેવાલો સૂચવે છે કે આગામી સિરીઝમાં Oppo Find X10, Oppo Find X10 Pro અને Oppo Find X10 Pro Max જેવા મોડેલ્સ હશે , જેમાં ડિઝાઈન કેમેરા અને બેટરીમાં મોટા અપગ્રેડ જોવા મળી શકે છે .
ટિપસ્ટર Digital Chat Station દ્રારા શેર કરાયેલી માહિતી અનુસાર , સ્ટાન્ડર્ડ Oppo Find X10 માં 6.59 ઇંચની ફ્લેટ OLED ડિસ્પ્લે મળી શકે છે , જેમાં 1.5K રિઝોલ્યુશન મળશે . કંપની ફ્લેટ સ્ક્રીન ડિઝાઇનને આગળ પણ ચાલુ રાખે તેવી શક્યતા છે .
કેમેરા વિભાગમાં મોટું અપગ્રેડ જોવા મળી શકે છે . લીક્સ મુજબ , ફોનમાં ડયુઅલ 200MP રિયર કેમેરા સેટઅપ મળી શકે છે , જે હાઈ રિઝોલ્યુશન ફોટોગ્રાફી માટે બનાવવામાં આવ્યો છે .
આ વખતે બેટરીમાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે . Oppo Find X10 માં આશરે 8,000mAh બેટરી હોવાની સંભાવના છે , જે પહેલાના Oppo Find X9 ની 7,025mAh બેટરી કરતાં વધારે અપગ્રેડેડ છે .
પરફોર્મન્સ માટે, આ સિરીઝમાં નવા 2nm આધારિત Media Tek Dimensity 9600ચિપસેટનો ઉપયોગ થવાની શક્યતા છે , જે ગયા વર્ષની Dimensity 9500 કરતાં વધુ શક્તિશાળી હોઈ શકે છે .
નવા લીક્સ સૂચવે છે કે નવા મોડેલો LPDDR6 RAM અને UFS 5.0 સ્ટોરેજ સાથે આવી શકે છે , જોકે આ કોમ્બિનેશનથી ખર્ચો થોડો વધી જાય છે તો તેને અમલમાં મૂકવું ઘણો મુશ્કેલ બની શકે છે . હાલમાં Find X9 સિરીઝમાં LPDDR5X RAM અને UFS 4.1 સ્ટોરેજ મળે છે .
આ ફોનમાં બિલ્ટ ઈન મેગ્નેટ પણ હોઈ શકે છે , જે વાયરલેસ ચાર્જિંગ એસેસરીઝ અને સ્ટેન્ડ સાથે સરળતાથી જોડાવા માટે મદદરૂપ થશે .
Oppo Find X10 Pro માં પણ ડયુઅલ 200MP કેમેરા સેટઅપ મળી શકે છે . તેમાં 1/1.3 ઇંચના મોટા સેન્સર સાથે 200MP પ્રાઈમરી કેમેરા અને 200MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ શામેલ હોઈ શકે છે .
સેલ્ફી માટે , Oppo એક નવા 1:1 સ્કવેર સેન્સર પર કામ કરી રહ્યું હોવાનું કહેવાય છે , જે iPhone 17 જેવી Center Stage સ્ટાઈલની ટેક્નોલોજી આપી શકે છે .
જાહેરાત
જાહેરાત