Oppo કંપનીએ તાજેતરમાં જ તેના Oppo A6 5Gને ચીનમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 આધારિત ColorOS 15 થી ચાલશે.
Photo Credit: Oppo
Oppo A6 5G ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે
Oppo કંપનીએ તાજેતરમાં જ તેના Oppo A6 5Gને ચીનમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સીમ આવશે તેમજ તે એન્ડ્રોઇડ 15 આધારિત ColorOS 15 થી ચાલશે. તે MediaTek Dimensity ચિપ દ્વારા સંચાલિત છે, તેમાં, 12GB સુધીની રેમ અને 512GB સુધી સ્ટોરેજ મળશે. ફોન 7,000mAh બેટરીથી સજ્જ છે અને ફોન 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ માહિતી કંપનીએ Weibo પોસ્ટ દ્વારા આપી હતી.Oppo A6 5G નાં સ્પેસિફિકેશન્સ,Oppo A6 5G માં Mali-G57 MC2 GPU પણ આપવામાં આવ્યું છે. તે ત્રણ કલરમાં તેમજ સ્ટોરેજના વિકલ્પમાં મળશે. તેને ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP69 સર્ટિફિકેટ મળ્યું છે. તે 6.57 ઇંચ ફુલ-HD+ (2,372×1,080 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લેથી સજ્જ છે અને તેનો એડપટિવ રિફ્રેશ રેટ 120Hz તેમજ ટચ સેમ્પલિંગ રેટ u/p થી 240Hz સુધી અને 397ppi પિક્સેલ ડેન્સિટી છે, તેમાં પીક બ્રાઇટનેસ 1,400 નિટ્સ સુધી મળે છે. તેમાં, DCI-P3 અને sRGB કલર ગેમટ્સનું 100 ટકા કવરેજ છે અને તે 93 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો ધરાવે છે.
Oppo A6 5G માં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે Mali-G57 MC2 GPU સાથે આવે છે. SoC બે પર્ફોર્મન્સ કોર અને 6 એફીશીએંસી કોરથી સજ્જ છે, જે 2.4GHz ની પીક ક્લોક સ્પીડ પ્રદાન કરે છે. Oppo A6 5G માં 12GB સુધીની LPDDR4X RAM અને 512GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેમાં, સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે માઇક્રોએસડી કાર્ડને પણ સપોર્ટ કરે છે.
આ સ્માર્ટફોનના કેમેરાની વિગતો જોઈએ તો, તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે અને f/1.8 અપર્ચર, 27mm ફોકલ લેન્થ અને ઓટોફોકસ સાથે 50 મેગાપિક્સલનો વાઇડ-એંગલ શૂટર છે. તે f/2.4 અપર્ચર, 22mm ફોકલ લેન્થ અને 10x સુધી ડિજિટલ ઝૂમ ક્ષમતાઓ સાથે 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર પણ ધરાવે છે. ફોનમાં ફ્રન્ટ કેમેરા 23mm ફોકલ લેન્થ સાથે 16 મેગાપિક્સલ (f/2.4) સેલ્ફી કેમેરા છે. બંને કેમેરા 60fps સુધી 1080p વિડિયો રેકોર્ડિંગ કરી શકાય છે.
Oppo A6 5G ની ચીનમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે કિંમત CNY 1,599 (લગભગ રૂ. 20,000) થી શરૂ થાય છે. આ હેન્ડસેટ 12GB રેમ અને 256GB સ્ટોરેજ અને 12GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે પણ મળશે. તેની કિંમત હજુ સુધી જાહેર કરાઇ નથી. Oppo A6 5G ચીનમાં Oppo ની વેબસાઇટ પર બ્લુ ઓશન લાઇટ, વેલ્વેટ ગ્રે અને ફેનમેંગશેંગુઆ (ગુલાબી) રંગમાં ઉપલબ્ધ છે.
જાહેરાત
જાહેરાત