Photo Credit: Flipkart
Oppo K13 5G ગયા વર્ષના Oppo K12 ના સીધા અનુગામી તરીકે ડેબ્યૂ કરશે
Oppo K13 5G ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે એવી માહીતી મળી છે જેની જાહેરાત ઓપ્પોએ એક પ્રેસ રિલીઝ દ્વારા કરી હતી. જેનું વેચાણ ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવશે. Oppo K13 5G મીડિયાટેક ડાયમેન્સિટી 8400 ચિપસેટથી સજ્જ હોવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. જે ગયા વર્ષે લોન્ચ થયેલ મોડલ oppo K12 ના અનુગામી તરીકે ડેબ્યું કરશે. જે હાલ Snapdragon 7 Gen 3 SoC પર ચાલે છે અને 5,500mAh બેટરી સાથે 100W જેટલું ફાસ્ટ ચાર્જિંગ માટેનો સપોર્ટ ધરાવે છે.Oppo K સિરીઝનો સ્માર્ટફોન ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે સરળ ગેમિંગ અનુભવ અને લાંબી બેટરી લાઈફ મળશે.
ચાઇનાની ટેકનિકલ બ્રાન્ડ ટુંક જ સમયમાં ભારતમાં નવા oppo મોડેલ Oppo K13 5Gનું લોન્ચિંગ કરશે. ક્યારે લોન્ચ થશે એ તારીખ હજુ સુધી જણાવવામાં આવેલ નથી પણ થોડાક સમયમાં લોન્ચ થઈ જશે એવી માહીતી મળી આવેલ છે. આ નવું મોડેલ ભારતીય બજારમાં પહેલું લોન્ચ થશે એવી પુષ્ટિ છે. આ સ્માર્ટફોન Oppo K સિરીઝનો છે છે ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે સરળ ગેમિંગ તેમજ લાંબા સમય સુધી તકી શકે તેવી બેટરી લાઇફ પ્રદાન કરશે એવો પણ દાવો કરવામાં આવેલ છે.
Flipkart એ Oppo K13 5Gના લૉન્ચિંગને વધુ બહોળા પ્રમાણમાં લોકો સુધી પહોંચી શકે અને આ લોન્ચિંગ વધુ સારું રહે તે માટે તેની વેબસાઇટ પર એક અલગ માઇક્રોસાઇટ બનાવી છે. જ્યારે સત્તાવાર વિગતો તદ્દન અલગ જ છે. અને ત્યારે એક બાજુ મીડિયાટેક ડાયમેન્સિટી 8400 ચિપસેટ દર્શાવવાની અફવા પણ સામે આવી રહી છે.
વધુમાં, Oppo કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે એમનું એક મોડેલ Oppo K12x એ દેશમાં 20 લાખ સુધીના વેચાણનો માઇલસ્ટોનને પાર કર્યો હતો અને તે વર્ષ 2024માં ફ્લિપકાર્ટના તહેવારોના ઓફર્સ અને એ સમયના વેચાણ દરમિયાન સૌથી વધુ વેચાતા એન્ડ્રોઇડ સ્માર્ટફોન તરીકે ઉભરી આવ્યુ હતું એવું હોવાનું પણ કહે છે કે જુલાઈ વર્ષ 2024માં 6GB RAM+128GB સ્ટોરેજના વિકલ્પ માટે 12,999 રૂપિયાની કિંમત સાથે આનું લોન્ચિંગ કરવામાં આવેલ હતું.
મોડેલ Oppo K12ની જાહેરાત ચીનના બજારમાં સપ્ટેમ્બર 2024 દરમિયાન 6.7-ઇંચ ફુલ-HD+ (2,412 x 1,080 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 7 Gen 3 ચિપસેટ અને 50 મેગાપિક્સલના ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે કરેલ હતી. તે સાથે એવું પણ જણાવેલ કે આ મોડેલમાં 100W SuperVOOC ચાર્જિંગ માટેના સપોર્ટ સાથે 5,500mAhની બેટરી સાથે આવે છે. અને તે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે અને એ સાથે IP54-રેટેડ બિલ્ડ ક્વોલિટી ધરાવે છે જે ડસ્ટ અને વોટર સ્પ્લેશની સામે બચાવ માટે આપવામાં આવેલ છે.
જાહેરાત
જાહેરાત