Oppo K15માં LED ફ્લેશ સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે . જેમાં 50 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા અને 50 મેગાપિક્સલના અલ્ટ્રા - વાઈડ કેમેરા સામેલ છે
Photo Credit: Oppo
આ સ્માર્ટફોનના ડયુઅલ રિયર કેમેરા યુનિટમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે .
ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Oppo ટૂંક સમયમાં પોતાની K15 સિરીઝમાં નવો Oppo K15 સ્માર્ટફોન ઉમેરવા જઈ રહી છે . કંપનીએ ચીનમાં તેની લોન્ચ તારીખ જાહેર કરી છે અને પ્રી - ઓર્ડર પણ શરૂ કરી દીધા છે . લાંબી બેટરી લાઈફ , ઝડપી ચાર્જિંગ , શક્તિશાળી પ્રોસેસર અને ગેમિંગ દરમિયાન ફોન ઠંડો રાખતી કુલિંગ સિસ્ટમ જેવા ફીચર્સને કારણે આ સ્માર્ટફોન મિડ -રેન્જ સેગમેન્ટમાં ગ્રાહકો માટે આકર્ષક વિકલ્પ બની શકે છે . કંપની આ ફોનને 24 જુલાઈએ ચીનમાં લોન્ચ કરશે .
Oppo K15 કંપનીના ચીનના ઓનલાઈન સ્ટોર પર લિસ્ટ થઈ ગયો છે . આ સ્માર્ટફોન વ્હાઈટ અને ગ્રે એમ બે કલર વિકલ્પમાં ઉપલબ્ધ થશે . તેમાં 6.59 ઇંચની ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવશે . ફોનમાં MediaTek Dimensity 7360 Super ઓક્ટા- કોર પ્રોસેસર સાથે Tidal Engine મળશે , જે વધુ સ્મૂથ પરફોર્મન્સ આપવાનો દાવો કરે છે .
ગેમિંગ અને ભારે ઉપયોગ દરમિયાન ફોન ગરમ ન થાય તે માટે 4,950 ચોરસ મીમી હીટ ડિસિપેશન એરિયા સાથે વેપર ચેમ્બર કુલિંગ ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવશે . Oppo K15માં 8,000mAhની મોટી બેટરી હશે , જે 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગને સપોર્ટ કરશે . આ ઉપરાંત તેમાં Glacier Battery Energy Gathering ચિપ પણ મળશે .
ફોટોગ્રાફી માટે Oppo K15માં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે . તેમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા -વાઈડ કેમેરો હશે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ મળશે .
આ સિરીઝનો Oppo K15 Pro પહેલા રજૂ કરવામાં આવ્યો છે . તેમાં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે , 144Hz રિફ્રેશ રેટ અને MediaTek Dimensity 8500 Super ચિપસેટ આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોન Android 16 આધારિત ColorOS 16 પર ચાલે છે . તેમાં 50MP મુખ્ય કેમેરા , 8MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 16MP ફ્રન્ટ કેમેરો છે . આ ઉપરાંત તેમાં 7,500mAh બેટરી સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે .
જાહેરાત
જાહેરાત