જો તમે Oppo ફ્લેગશિપ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો ગયા મહિને લોન્ચ થયેલ Oppo Find X9 Ultra એ સારો વિકલ્પ સાબિત થાય છે
Photo Credit: Oppo
Oppo Find X9 Ultra માં 7050mAhની બેટરી આપવામાં આવી છે .
જો તમે Oppo નો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Oppo Find X9 Ultra તમારા માટે શાનદાર વિકલ્પ બની શકે છે . કંપનીએ આ ફોનને તાજેતરમાં જ લોન્ચ કર્યો છે અને હાલમાં તે Flipkart પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા બેંક ઓફર્સ સાથે ઉપલબ્ધ છે . પસંદગીના બેંક કાર્ડ્સ પર તમને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યો છે . શક્તિશાળી પ્રોસેસર , મોટી બેટરી અને પ્રીમિયમ કેમેરા સેટઅપને કારણે આ ફોન ટેક્નોલોજી પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે .
ફ્લિપકાર્ટ પર Oppo Find X9 Ultra ના 12GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 1,69,999 રાખવામાં આવી છે . જોકે SBI , HDFC અને ICICI બેંકના ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરવાર ગ્રાહકોને રૂપિયા 16,999 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત આશરે રૂપિયા 1,53,000 સુધી પહોંચી જાય છે . આ ઉપરાંત ગ્રાહકો પોતાના જુના સ્માર્ટફોનને એક્સચેન્જ કરીને રૂપિયા 60,300 સુધીની વધારાની બચત પણ મેળવી શકે છે . એક્સચેન્જ વેલ્યુ તમારા જુના ફોનના મોડલ અને તેની સ્થિતિ પર આધારિત રહેશે .
આ સ્માર્ટફોનમાં 6.82 ઇંચની QHD + ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1440x 3168 પિક્સેલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . ડિસ્પ્લે 1800 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે , જેના કારણે તેજ સૂર્યપ્રકાશમાં પણ સ્ક્રીન સરળતાથી જોઈ શકાય છે . સુરક્ષા માટે તેમાં 3D અલ્ટાસોનિક ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે .
Oppo Find X9 Ultra Android 16 આધારિત ColorOS 16 પર ચાલે છે અને તેમાં Qualcomm Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવ્યો છે . આ ફોનમાં 7050mAh ક્ષમતાની મોટી બેટરી છે , જે 100W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં 200MP મુખ્ય કેમેરા , 50MP અલ્ટ્રા - વાઈડ લેન્સ , 200MP ટેલિફોટો કેમેરા અને 50MP અલ્ટ્રા - ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યા છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે . કનેક્ટિવિટી માટે Wi - Fi 7, Bluetooth 6.0 , NFC , GPS અને USB Type -C પોર્ટ જેવી આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવી છે .
જાહેરાત
જાહેરાત
Vivo V70, Vivo V70 Elite Price In India Reportedly Hiked; Vivo Y-Series Pricing Also Revised
Call of Duty: Modern Warfare 4 Campaign Will Have One-Week Early Access, Activision Confirms