ભારતમાં લોન્ચ થતાં પહેલાં Oppo K13x 5G ના લાંબા સમય સુધી ટકાવી શકાશે એ અંગેની વિગતો થઈ જાહેર

Oppo K13x 5G ડિસ્પ્લે સ્પ્લેશ અને ગ્લોવ ટચ મોડ્સને સપોર્ટ કરશે.

ભારતમાં લોન્ચ થતાં પહેલાં Oppo K13x 5G ના લાંબા સમય સુધી ટકાવી શકાશે એ અંગેની વિગતો થઈ જાહેર

Photo Credit: Oppo

Oppo K13x 5G 360-ડિગ્રી ડેમેજ-પ્રૂફ આર્મર બોડી સાથે આવે છે તેવો દાવો કરવામાં આવે છે.

હાઇલાઇટ્સ
  • Oppo K13x 5G માં AM04 હાઇ-સ્ટ્રેન્થ એલ્યુમિનિયમ એલોય ઇનર ફ્રેમમાં જોવા મળ
  • Oppo K13x 5G ને ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP65 રેટિંગ પણ આપવામાં આવેલ છે
  • ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત રૂ. 15,999 ઓછી હોવાની આશા છે
જાહેરાત

Oppo કંપની દ્વારા Oppo K13x 5G અંગે માહિતી અપાવવાનું શરૂ કરી દીધું છે એ સાથે કંપની એ ફોનના કલર તેમજ તેના બિલ્ડપ અંગેની પણ વિગતો જાહેર કરતા જણાવે છે કે આ મોડેલ ની અંદાજિત કિંમત રૂ. 15,999 અથવા તેનાથી ઓછી હોઈ શકે છે. બિલ્ડ માટે સ્પોન્જ બાયોમિમેટિક શોક એબ્સોર્પ્શન સિસ્ટમ સાથે જે દરિયાઈ સ્પોન્જ અને આ સ્માર્ટફોન તેના ટકાઉપણાના પ્રમાણપત્રો સાથે આવશે.એ સાથે કંપની એવું પણ જણાવે છે કે આ મોડેલના આંતરિક ભાગોના રક્ષણ માટે સ્પોન્જ, લવચીક તેમજ શોક શોષક સામગ્રીનો ઉપયોગ થયેલ છે.જાણો Oppo K13x 5G ના ફિચર્સ, લોન્ચિંગ તારીખ તેમજ કલર વિશે,Oppo K13x 5G ના ડિસ્પ્લેની વાત કરીએ તો તેના પ્રોટેક્શન માટે ફોનમાં ક્રિસ્ટલ શીલ્ડ ગ્લાસ આવશે એ સાથે સ્ક્રીન બે પ્રકારના ટચ મોડથી કામ કરે છે અને એમાં પણ સ્પ્લેશ ટચ તેમજ ગ્લોવ ટચનો સમાવેશ થાય છે જેના કારણે વપરાશકર્તાને ભીના અથવા તો ચીકણા હાથે ફોન એક્સેસ કરવો હોય તો તે સરળતાથી કરી શકે છે.

360-ડિગ્રી ડેમેજ-પ્રૂફ આર્મર બોડી સાથે આવતો આ ફોન SGS ગોલ્ડ ડ્રોપ-રેઝિસ્ટન્સ, SGS મિલિટરી સ્ટાન્ડર્ડ અને MIL-STD 810-H શોક રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન સાથે આવશે એ સાથે તેમાં ધૂળ પાણીના પ્રતિકાર માટે IP65 રેટિંગ સાથે આવશે.

AM04 હાઇ-સ્ટ્રેન્થ એલ્યુમિનિયમ એલોય આંતરિક ફ્રેમ જોવા મળશે જે 10 ટકા વધુ ટકાઉ હશે અને કંપની માહીતી આપતા જણાવે છે કે આ સ્માર્ટફોન એન્ટી-ડ્રોપ શિલ્ડ કેસના બોક્સ સાથે ગ્રાહકો મળશે.

આ મોડલની લોન્ચિંગ તારીખ જોવા જઈએ તો તે અંદાજિત જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે અને કિંમત જોવા જઈએ તો આશરે રૂ.15,999 અથવા તો તેનાથી ઓછી કિંમત હશે એ સાથે આ મોડેલ MediaTek Dimensity 6300 SoC મળી રહેશે અને તેમાં 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAhની બેટરી ક્ષમતા પણ મળી રહેશે અને કેમેરાની વાત કરીએ તો તેમાં 50-MPનોમુખ્ય રીઅર કેમેરા અને 8-MPનો સેલ્ફી શૂટર મળશે. આ મોડેલ વાયોલેટ અને સનસેટ પીચ કલરમાં મળી રહેશે એવી માહિતી પ્રાપ્ત થઇ છે અને ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા મળી રહેશે અને આ મોડેલ ખરીદી માટે ઓનલાઈન ઇ કોમર્સની વેબસાઇટ પરથી મળી રહેશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »