ચાઇનિઝ કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક રિયલમી ટૂંક સમયમાં ભારતમાં તેનો Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લોન્ચ કરશે.
Photo Credit: Realme
Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન સમાન સ્પષ્ટીકરણો સાથે લોન્ચ થઈ શકે છે
ચાઇનિઝ કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક રિયલમી ટૂંક સમયમાં ભારતમાં તેનો Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લોન્ચ કરશે. આ એક લિમિટેડ એડિશન રહેશે તેવી માહિતી મળી રહી છે. કંપનીએ આ ફોનનું સત્તાવારરીતે ટીઝર જાહેર કર્યું છે. જો કે કંપનીએ રજૂ થઈ રહેલા સ્પેશિયલ વેરિઅન્ટ અંગે અન્ય કોઈ વિગતો જાહેર કરી નથી. Realme 15 Pro 5G ભારતમાં જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ કલર ઉપલબ્ધ છે. તેમાં સ્ટોરેજના ચાર વિકલ્પો મળે છે. સ્પેશિયલ એડિશન ફોનમાં રિયલમી નવો જ કલર ઓફર કરી શકે છે. તેમાં સ્પેસિફિકેશન અને ફીચર્સ સમાન હોવાનું અનુમાન છે.Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશનની કિંમત (અંદાજિત),Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાનો છે ત્યારે હજુ સુધી તેની કિંમત જાહેર કરાઈ નથી પરંતુ, તેની કિંમત જુલાઈમાં રજૂ કરાયેલા Realme 15 Pro 5Gની કિંમત જેટલી હોઈ શકે છે. Realme 15 Pro 5Gના બેઝ મોડેલ 8GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 31,999 હતી. તેમ,આ 8GB રેમ અને 256GB સ્ટોરેજ, 12GB રેમ અને 256GB સ્ટોરેજ, અને 12GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોનની કિંમત અનુક્રમે રૂ. 33,999, રૂ. 35,999 અને રૂ. 38,999 હતી. આ ફોન ફ્લોઇંગ સિલ્વર, વેલ્વેટ ગ્રીન અને સિલ્ક પર્પલ કલરમાં મળે છે.
Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશનમાં જુલાઈમાં લોન્ચ થયેલા Realme 15 Pro 5G જેવા સ્પેસિફિકેશન્સ હોઈ શકે છે. Realme 15 Pro 5G માં સ્નેપડ્રેગન 7 Gen 4 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. 12GB સુધી LPDDR4X RAM અને 512GB સુધી UFS 3.1 ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તે 7,000mAh બેટરી અને 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તેમાં 6.8 ઇંચ 1.5K (2,800×1,280 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે, રિફ્રેશ રેટ 144Hz સુધીનો છે. 2,500Hz સુધીનો ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ અને 6,500 નિટ્સ સુધી લોકલ પીક બ્રાઇટનેસ ધરાવે છે. સુરક્ષા માટે તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનના કેમેરા જોઈએ તો, 50 મેગાપિક્સલનો Sony IMX896 પ્રાઇમરી રીઅર કેમેરા છે, જે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ-એંગલ લેન્સ સાથે જોડાયેલ છે. ફ્રન્ટ કેમેરા 50 મેગાપિક્સલનો છે.
Realme 15 Pro 5G ને ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP66+IP68+IP69 સર્ટિફિકેટ મળ્યું છે.
તે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરથી સજ્જ છે, અને કનેક્ટિવિટી જોઈએ તો, 5G, 4G, Wi-Fi, બ્લૂટૂથ 5.4, GPS અને USB ટાઇપ-C ને સપોર્ટ કરે છે.
જાહેરાત
જાહેરાત