Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન એક સ્પેશિયલ એડિશન ધરાવતો ફોન છે જેમાં, તેના બેઝ વેરિઅન્ટના દેખાવમાં ફેરફાર કરાયા છે.
Photo Credit: Realme
આ હેન્ડસેટને HBO ના ગેમ ઓફ થ્રોન્સ શો દ્વારા ટીઝ કરાયેલ ડિઝાઇન દર્શાવવા માટે ટીઝ કરવામાં આવ્યો છે
Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન આવતા અઠવાડિયે ભારત અને વૈશ્વિક બજારોમાં લોન્ચ થઈ રહ્યો છે. આ સ્માર્ટફોન જુલાઈમાં લોન્ચ કરાયેલા Realme 15 Pro 5G ના લિમિટેડ એડિશન વેરિઅન્ટ તરીકે આવશે. રિયલમી કંપનીના ટીઝર પ્રમાણે આ વેરિઅન્ટ HBO ની સિરીઝ ગેમ ઓફ થ્રોન્સથી પ્રેરિત હશે અને તેમાં ખાસ ડિઝાઇન તેમજ નેનો-એન્ગ્રેવ્ડ મોટિફ્સ હશે. જો કે, તેમાં ફક્ત કોસ્મેટિક ફેરફારો થવાની સંભાવના છે, અને તેના અન્ય ફીચર્સ Realme 15 Pro 5G જેવા જ રહેવાની શક્યતા છે.અમે Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન વિશેની બધી માહિતી એકત્રિત કરી છે તેમજ આજે આપણે લોન્ચ પહેલા તેના વિશે જાણીશું.Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન,Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન 8 ઓક્ટોબરે બપોરે 2:30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. કંપની તેની સત્તાવાર વેબસાઇટ, યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લોન્ચ માટે સમર્પિત લાઇવસ્ટ્રીમ હોસ્ટ કરશી તેવું જાણવા મળ્યું છે. જોકે, તે હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશનની ભારતમાં કિંમત Realme 15 Pro 5Gના પ્રમાણમાં વધુ રહેશે. જેમકે, તેના 8GB રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ ધરાવતા બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 31,999 છે. 12GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોનની કિંમત રૂ. 38,999 છે.
Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન એક સ્પેશિયલ એડિશન ધરાવતો ફોન છે જેમાં, તેના બેઝ વેરિઅન્ટના દેખાવમાં ફેરફાર કરાયા છે.
ડિઝાઇન
સોશિયલ મીડિયા પર લીક થયેલી ઇમેજ પ્રમાણે આ હેન્ડસેટ બ્લેક અને ગોલ્ડ કલરમાં આવશે. તેમાં ગેમ ઓફ થ્રોન્સ બ્રાન્ડિંગ અને નેનો-કોતરણીવાળા મોટિફ્સ હશે. તેના ત્રણેય લેન્સ ફરતે ગોલ્ડન રિંગ્સ આપવામાં આવશે.
ફોનના નીચેના ભાગમાં હાઉસ ટાર્ગેરિયનનું ચિહ્ન રહેશે, જે ત્રણ માથાવાળા ડ્રેગન દ્વારા દર્શાવવામાં આવ્યું છે. Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશન લિમિટેડ એડિશન ગિફ્ટ બોક્સમાં આવશે, જે લોકપ્રિય HBO સિરીઝના કાલ્પનિક પાત્ર ડેનેરીઝના ડ્રેગન એગ વુડન બોક્સથી પ્રેરિત છે.
Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ એડિશનમાં સ્નેપડ્રેગન 7 Gen 4 SoC, 12GB સુધી LPDDR4X RAM અને 512GB સુધી UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ હોવાની અપેક્ષા છે. Realme હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 પર આધારિત Realme UI 6 પર ચાલશે.
AI Edit Genie અને AI Party જેવા AI સમર્થિત એડિટિંગ ફીચર સાથે આવી શકે છે. વધુમાં, તે AI MagicGlow 2.0, AI Landscape, AI Glare Remover, AI Motion Control અને AI Snap Mode સાથે આવશે.
કોસ્મેટિક બદલાવના ભાગરૂપે આવનારા આ ફોનમાં કસ્ટમાઇઝ્ડ આઇસ અને Fire UI થીમ્સ હશે. જે ગેમ ઓફ થ્રોન્સ શોમાંથી અનુક્રમે હાઉસ સ્ટાર્ક અને હાઉસ ટાર્ગેરિયન દ્વારા પ્રેરિત છે.
ફોટોગ્રાફી માટે, Realme 15 Pro 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50 મેગાપિક્સલનો Sony IMX896 મુખ્ય સેન્સર અને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડએંગલ લેન્સનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે.
Realme 15 Pro 5Gમાં 7,000mAh બેટરી અને 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સ્પોર્ટ કરે છે. તેમાં ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP66 + IP68 + IP69 રેટિંગ છે.
જાહેરાત
જાહેરાત