રિયલમીએ Realme 15 Pro 5G અને Realme 15 5G ભારતીય બજારમાં મૂક્યા છે

Realme 15 Pro 5G અને Realme 15 5G ભારતીય બજારમાં લોન્ચ કરાયા છે.

રિયલમીએ Realme 15 Pro 5G અને Realme 15 5G ભારતીય બજારમાં મૂક્યા છે

Photo Credit: Realme

Realme 15 5G શ્રેણીના ફોન IP66+IP68+IP69 ધૂળ અને પાણી પ્રતિકાર રેટિંગને પૂર્ણ કરે છે તેવો દાવો કરવામાં આવે છે

હાઇલાઇટ્સ
  • Realme 15 Pro 5G સ્નેપડ્રેગન 7 Gen 4 ચિપસેટથી સજ્જ
  • બંને ફોનમાં 50 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા
  • ફોનમાં 6.8 ઇંચ 1.5K એમોલ્ડ ડિસ્પ્લે અને રીફ્રેશ રેટ 144Hz
જાહેરાત

રિયલમીએ તેના નવા ફોન Realme 15 Pro 5G અને Realme 15 5G ભારતીય બજારમાં મૂક્યા છે. Realme 15 Pro 5G સ્નેપડ્રેગન 7 Gen 4 ચિપસેટથી સજ્જ છે. મંગળવારે નવા લોન્ચ કરાયેલા આ બંને ફોનમાં 7,000mAh બેટરી આપવામાં આવી છે અને ફોનમાં 80Wની વાયર્ડ ચાર્જિંગની સગવડ છે. Realme 15 5G માં મીડિયાસ્ટિક ડાયમિન્સિટી 7300+ ચિપસેટ આપ્યું છે. ફોનમાં 50 મેગાપિક્સલ રિયર કેમેરા, 50 મેગાપિક્સલ સેલ્ફી શૂટર અને AI આધારિત ઇમેજિંગ ટૂલ આપવામાં આવ્યું છે. Realme 15 Proના ફ્રન્ટ કેમેરા 60fps થી 4K (3840 x 2160 પિક્સલ) રિસોલ્યુશનમાં વિડિયોરેકોર્ડિંગને સપોર્ટ કરે છે. ફોન ૩૦ જુલાઈથી ફ્લિપકાર્ટ તેમજ કેટલાક રિટેલ સ્ટોર પરથી ખરીદી શકાશે.

Realme 15 Pro 5G અને Realme 15 5Gના સ્પેસિફિકેશન્સ

ફોન 6.8 ઇંચ 1.5K એમોલ્ડ ડિસ્પ્લે સાથે આવશે અને તેનો રીફ્રેશ રેટ 144Hz છે. બંને ફોન રિયલમી UI 6, એન્ડ્રોઇડ 15 આધારિત ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે. પ્રોટેક્શન માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7i આપવામાં આવ્યો છે. તેમાં બ્રાઈટનેસ 6,500 નિટ્સ સુધીની છે. ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ 2,500Hz સુધી મળશે. ફોનમાં 12GB ની LPDDR4X RAM 512GB UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ મળશે.

ભારતમાં Realme 15 Pro 5G અને Realme 15 5Gની કિંમત

ભારતમાં Realme 15 Pro 5G જેમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 31,999 રાખવામાં આવી છે. ફોનમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ ફોનની કિંમત રૂ. 33,999, 12GB રેમ અને 256GB સ્ટ્રોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 35,999 છે તેમજ 12GB રેમમાં 512GB સ્ટોરેજ સાથેના ફોનની કિંમત રૂ. 38,999 રહેશે. Realme 15 5Gની કિંમત જોઈએ તો તેમાં બે વિકલ્પ છે. 8GB રેમ અને 256GB સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂ. 27,999 તેમજ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવતો ફોન રૂ. 30,999માં પડશે.

Realme 15 Pro 5G અને Realme 15 5G ફોનમાં કલર વિકલ્પ

ફોન ફ્લોઇંગ સિલ્વર, અને વેલ્વેટ ગ્રીન કલરમાં મળશે. જ્યારે વેનીલા વેરિએન્ટ સિલ્ક પિન્ક કલરમાં પણ મળશે. જ્યારે પ્રો મોડેલ સિલ્ક પર્પલ શેડમાં મળશે.

ફોનમાં કેમેરાની માહિતી જોઈએ તો, Realme 15 Pro 5Gમાં 50 મેગાપિક્સલ Sony IMX896 પ્રાઇમરી સેન્સર, સાથે 50 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ શૂટર રહેશે જ્યારે Realme 15 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા, 50 મેગાપિક્સલ Sony IMX882 મેં સેન્સર અને અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ સાથે 8 મેગાપિક્સલ સેન્સર અપાયું છે. બંને ફોનમાં 50 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા છે.

ધૂળ અને પાણી સામે રક્ષણ અંગે ફોનને IP66+IP68+IP69 પ્રાપ્ત છે.

Realme 15 5G ની સાઈઝ 162.27×76.16×7.66mm અને વજન 187 ગ્રામ છે. Realme 15 Pro 5Gના સિલ્ક પર્પલ ધરાવતા ફોનની સાઈઝ 162.26×76.15×7.69mm અને ફ્લોઇંગ સિલ્વર 7.79mm અને વેલ્વેટ ગ્રીન ફોનની સાઈઝ 7.84mm રહેશે. સલામતી માટે તેમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આવશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone વિશે નવા લીક્સ :1TB સુધી સ્ટોરેજ અને પ્રીમિયમ કિંમતની સંભાવના
  2. Snapdragon 7 ચિપ અને Glyph લાઇટિંગ સાથે Nothing Phone 4a Series વેચાણમાં
  3. Poco X8 Pro Seriesની સંપૂર્ણ વિગતો
  4. Realme 16T 5G, Realme P4R 5Gટૂંક સમયમાં ભારતમાં આવી શકે: કલર અને સ્ટોરેજની વિગતો સામે આવી
  5. 2026માં આવી શકવા Appleનું ફોલ્ડેબલ iPhone , iPad - સ્ટાઇલ UI અને મલ્ટીટાસ્કિંગ ફીચર્સની શક્યતા
  6. ગુરુના ચંદ્રો ઓરોરાને કેવી રીતે અસર કરે છે ? JWSTના નવા અવલોકમાં અનોખો ખુલાસો
  7. PS Plus માટે માર્ચમાં નવી ગેમ્સ !
  8. Motorola Edge 70 Fusion+ રજૂ , 144Hz AMOLED ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા
  9. ઓનલાઇન કૌભાંડ સામે Metaનો મોટો પગલું : WhatsApp, Facebook અને Messengerમાં નવી સુરક્ષા ચેતવણીઓ લોન્ચ
  10. 200MP Leica કેમેરા અને 16GB RAM સાથે Xiaomi 17 Ultra ભારતમાં રજૂ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »