AI ફિચર્સ સાથે 50MPનો કેમેરો મળશે Realmeના આ લેટેસ્ટ ડીવાઈસમાં

128GBના ઓનબોર્ડ સ્ટોરેજ સાથે માર્કેટમાં આવશે Realme C 71

AI ફિચર્સ સાથે 50MPનો કેમેરો મળશે Realmeના આ લેટેસ્ટ ડીવાઈસમાં

Photo Credit: Realme

Realme C71 બ્લેક નાઇટ આઉલ અને સ્વાન વ્હાઇટ રંગોમાં આવે છે

હાઇલાઇટ્સ
  • 6.67 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે જોવા મળશે Realmeના લેટેસ્ટ ફોનમાં
  • મોબાઈલ ગેમીંગના રસિયાઓ માટે ડીવાઈસમાં 6300mAhની બેટરી આપવામાં આવી છે
  • 6GB RAM સાથે 128GBનું ઓનબોર્ડ સ્ટોરેજ આપવમાં આવશે ડીવાઈસમાં
જાહેરાત

Realme કંપનીએ તેની C સિરીઝમાં લેટેલસ્ટ ફોનનો ઉમેરો કરવા જઈ રહી છે. તે પોતાનો લેટેસ્ટ ફોન C71 લોન્ચ કર્યો હતો. Realme ના આ નવા ફોનમાં 6300mAhની લોંગ લાઇફ બેટરી આપવામાં આવી છે જેને 45Wના ફાસ્ટ ચાર્જિંગના સપોર્ટ સાથે આવશે. જેની સાથે જ તેમાં AIના ફીચર્સ સાથે 50MPનો રીઅર કેમેરો આપવામાં આવ્યો છે જે યુનિસોક T7250 ચિપસેટ સાથે આવશે. Realme C71 ડીવાઈસના 6.67 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે જે 120Hzના રિફ્રેશ રેટ સાથે આવશે. ફોનમાં 6GB RAM અને મેક્સિમમ 128GBનું ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવશે. Realmeનો આ લેટેસ્ટ ડીવાઈસ બે રંગમાં બજારમાં આવશે.Realme C71 કિંમત,Realmeના આ લેટેસ્ટ ડીવાઈસના બેઝ વેરીએન્ટની કિંમત અંદાજે 10000 રુપિયાથી શરૂ થાય છે જ્યારે 6GB RAM + 128GB સ્ટોરેજ સાથેના ટોપ વેરીએન્ટની કિંમત લગભગ 12000 રુપિયા છે. હાલના સમયમાં આ ડીવાઈસ બ્લેક નાઈટ આઉલ અને સ્વાં વ્હાઈટ કલર્સના વિકલ્પોમાં બાંગ્લાદેશ અને વિયેતનામ સહિત વૈશ્વિક બજારોમાં ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.

Realme C71 સ્પષ્ટીકરણો

આ લેટેસ્ટ ડીવાઈસ ડ્યુઅલ નેનો સીમ આપવામાં આવ્યા છે. ફોન એન્ડ્રોઇડ 15 આધારિત Realme UI પર કાર્યરત રહેશે. આ સાથે જ 6.67 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120Hzના રીફ્રેશ રેટ સાથે આવશે. આ સાથે જ તેમાં 240Hz સુધીનું ટચ સેમ્પલિંગ રેટ અને 725nitsની પિક બ્રાઇટનેસ જોવા મળશે. ડીવાઈસમાં રેમ એકસ્ટેન્શનના ઓપ્શન સાથે મેમરીને 18GB સુધી વધારી શકાશે.

કેમેરાની વાત કરીએ તો ડીવાઈસમાં 50MPના કેમેરા સાથે AI ફીચર્સ આપવામાં આવ્યા છે. સુપર સેલ્ફી અને વિડિયો કોલ્સ માટે સ્માર્ટફોનમાં 5MPનો કેમેરો આપવામાં આવ્યો છે. જેની અંદર સ્માર્ટ ટચની સુવિધા પણ આપવામાં આવી છે.

ડીવાઈસમાં કનેક્ટિવિટીના વિકલ્પોની વાત કરીએ તો તેમાં Beidou, Bluetooth 5.2, GPSથી લઈને USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે. ફોનમાં આપવામાં આવેલા સેન્સર્સમાં એક્સિલરેશન, ફ્લિકર, મેગ્નેટિક, લાઇટ, સાઇડ કેપેસિટીવ અને પ્રોક્સિમિટી સેન્સરનો સામાવેશ કરવામાં આવ્યો છે.

આ લેટેસ્ટ ફોન C71 આર્મરશેલ બિલ્ડ ધરાવે છે અને કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તે મીલીટરી સ્ટાન્ડર્ડ શોકપ્રૂફ ટેસ્ટ પાસ કર્યો છે. ડીવાઈસમાં સોનિકવેવ વોટર ઇજેક્શન ટેક્નોલોજી પણ આપવામાં આવી છે.

ડીવાઈસમાં 6300mAhની લોંગ લાઇફ બેટરી આપવામાં આવી છે જે 45Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે બેટરી એક ચાર્જ પર નવ કલાક સુધી સતત ગેમિંગ મોડમાં એક્ટિવ રહી શકે છે. ડીવાઈસની સાઇઝ 165.80x75.90x7.79mm છે અને તેનું વજન લગભગ 196g છે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »