Realme C85 સિરીઝ લોન્ચ : 7,000mAh + 45W ફાસ્ટ ચાર્જ = આખો દિવસ power ON!

Realme C85 5G અને C85 Pro 4G મિડ-રેન્જમાં 7,000mAh બેટરી, 45W ફાસ્ટ ચાર્જિંગ, 50MP કેમેરા અને હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે જેવા ફીચર્સથી ધમાકો મચાવે છે.

Realme C85 સિરીઝ લોન્ચ : 7,000mAh + 45W ફાસ્ટ ચાર્જ = આખો દિવસ power ON!

Photo Credit: Realme

Realme C85 5G અને Realme C85 Pro 4G પેરોટ પર્પલ અને પીકોક ગ્રીન રંગમાં ઉપલબ્ધ છે.

હાઇલાઇટ્સ
  • 7,000mAh બેટરી + 45W ફાસ્ટ ચાર્જિંગ
  • C85 5G — 144Hz LCD | C85 Pro 4G — AMOLED 120Hz
  • 50MP કેમેરા | IP69 રેટિંગ | VC કૂલિંગ
જાહેરાત

Realme એ તેની C સિરીઝમાં ફરી એક ખળભળાટ મચાવ્યો છે. વિયેતનામમાં એકસાથે લોન્ચ થયેલા Realme C85 5G અને Realme C85 Pro 4G સ્માર્ટફોન હવે મિડ-રેન્જ માર્કેટને નવી પરિમિતિ આપે છે. આ બંને મોડેલનું સૌથી મોટું આકર્ષણ છે. 7,000mAh ની વિશાળ બેટરી, જે લાંબા સમય સુધી સરળ ઉપયોગનો અનુભવ કરાવે છે એ સાથે 45W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળી રહેશે. Realme C85 5G માં 6.8 ઇંચનું HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેમાં 144Hz સુધીનો સ્મૂથ રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ સ્ક્રીન High Brightness Mode હેઠળ 1,200 nits સુધીના પીક બ્રાઇટનેસ સુધી પહોંચે છે જે outdoor visibilityને વધુ સુખદ બનાવે છે. ફોનની અંદર MediaTek Dimensity 6300 ચિપસેટનો સંયોજન, 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે જોવા મળે છે. એ સાથે 24GB સુધી virtual RAM સપોર્ટ હોવાથી multitasking નો અનુભવ વધુ વહેલો અને ઝડપી બને છે.

ફોટોગ્રાફીના શોખીન માટે, ફોનમાં 50MPનો Sony IMX852 પ્રાઈમરી કેમેરો છે, જ્યારે સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે. ડ્યુઅલ સ્પીકર્સ, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, અને IP69 રેટેડ વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ બોડી તેને વધુ પ્રેક્ટિકલ બનાવે છે. 6,050mm² VC કૂલિંગ સિસ્ટમ લાંબા સમયની ગેમિંગ કે હેવી યુઝ દરમિયાન ફોનને ઠંડો રાખે છે. ફીચર્સની લાંબી યાદી સાથે, USB Type-C, NFC (પ્રદેશ આધારીત), Wi-Fi 5 અને Bluetooth 5.0 જેવી કનેક્ટિવિટી સુવિધાઓનો સમાવેશ થાય છે. અંદાજે 215 ગ્રામ વજન ધરાવતા આ મોડેલનું બિલ્ડ સ્ટર્ડી અને હેન્ડલિંગ વધુ કમ્પર્ટેબલ છે.

બીજી તરફ, Realme C85 Pro 4G તેના AMOLED ડિસ્પ્લેને કારણે વધુ પ્રીમિયમ લાગે છે. 6.8 ઇંચનું FHD+ AMOLED પેનલ 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ડિસ્પ્લે 4,000 nits સુધીના પીક બ્રાઇટનેસને સ્પર્શી શકે છે, એટલે તેજ પ્રકાશ હેઠળ પણ સ્ક્રીન રસપ્રદ રીતે જીવંત રહે છે. Qualcomm Snapdragon 685 ચિપસેટ સાથે 8GB RAM અને 128GB / 256GB સ્ટોરેજના વિકલ્પો ઉપલબ્ધ છે; સાથે અહીં પણ virtual RAM 24GB સુધીનો સ્ટ્રેંચ મેળવી શકે છે.

ફોટો અને વિડિઓઝ માટે 50MPનો રીઅર કેમેરો તથા 8MP સેલ્ફી શૂટર આપવામાં આવ્યા છે. 7,000mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગનો લાભ તેને power backupની પરિસ્થિતિમાં એક સાચું beast બનાવે છે. ડ્યુઅલ સ્પીકર્સ, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, VC કૂલિંગ અને IP69 પ્રોટેક્શન જેવી સુવિધાઓ તેને વધુ પ્રેક્ટિકલ બનાવે છે. ફોનનું વજન 205 ગ્રામ છે જે હાથમાં સારી રીતે ફિટ થાય એવો ફોર્મ-ફેક્ટર ધરાવે છે.

કિંમતની વાત કરીએ તો, Realme C85 5G નો 8GB + 256GB વર્ઝન લગભગ 7,690,000 VND (એટલે કે રૂ. આશરે 26,100) આસપાસ મળે છે; જ્યારે Realme C85 Pro 4G 8GB + 128GB વેરિઅન્ટ 6,490,000 VND (રૂ. આશરે 22,100) થી શરૂ થાય છે અને 256GB મોડેલની કિંમત 7,090,000 VND (રૂ. આશરે 24,100) સુધી જાય છે. બંને મોડેલ Peacock Green અને Parrot Purple જેવા આકર્ષક કલર્સમાં ઉપલબ્ધ છે, જે યુવા ગ્રાહકોની પસંદગી સાથે જોડાયેલા લાગે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »