Photo Credit: Realme
BATTLEGROUNDS MOBILE INDIA PRO SERIES (BMPS) 2025 માટે સ્માર્ટફોન
થોડા દિવસ અગાઉ ચીનમાં Realme દ્વારા GT 7 ફોન લોન્ચ કર્યા બાદ ભારતમાં તેના લોન્ચિંગનું કન્ફર્મેશન આપવામાં આવ્યું છે. કંપની દ્વારા ઇન્ડસ્ટ્રીના પહેલા 6 કલાકના સ્ટેબલ 120FPS સાથે ના ગેમિંગ અનુભવને ચકાસવા માટે ક્રાફ્ટન સાથેનું કોલબ્રેશન પણ જાહેર કરવામાં આવી છે. આ ફોન સ્પેશિયલી સિરિયસ મોબાઈલ ગેમર્સ માટે ઓફિશિયલી BATTLEGROUNDS MOBILE INDIA PRO SERIES (BMPS)માટે ફોનને તૈયાર કરવામાં આવ્યો છે.Realme Battlegrounds Mobile India Series (BGIS) 2025ની છેલ્લી ઈવેન્ટ આ અઠવાડિયાના અંતમાં કોલકાતાના બિસ્વા બાંગ્લા મેળા પ્રાંગણમાં યોજાવાની છે. જેમાં ભારતની ટોચની 16 BGMI ટીમો આમાં ભાગ લેવાના છે.Realme ડિવાઇસ GT 7નું ભારતીય મોડલ ચાઈનીઝ વર્ઝનમાં અપાયેલા સ્પેસિફિકેશન્સની જેમ જ આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. સાથે જ ફોનમ 2800x1280 રિઝોલ્યૂશન સાથેની 6.78 ઈંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 144Hzના રિફ્રેશ રેટ સાથે 6500 nitsની પિક બ્રાઇટનેસ આપવામાં આવી છે. સાથો સાથ ફુલ DCI-P3 કલર ગેમત અને 4608Hzનું PWM ડિમિંગ આપવામાં આવી છે.
ડિવાઇસ Immortalis-G925 GPUની સાથે 3nmની ડાયમેન્સિટી 9400+ પ્રોસેસર પર કાર્યરત રહેવાનું છે. ફોન આપને 12GB અને 16GB LPDDR5X RAM સાથે 256, 512 અને 1TBના સ્ટોરેજ સાથે મળશે. ડિવાઇસ Realme UI 6.0 સાથે Android 15 પર કાર્યરત રહેશે.
કેમેરાની વાત કરીએ તો તેમાં OISની સાથે IMX896ના મુખ્ય સેન્સરની જોડે સોનીનો 50MPનો કેમેરો આપવામાં આવ્યો છે. તેની સાથે 8MPનો અલ્ટ્રા વાઈડ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે IMX480ના સોનીના કેમેરા સાથે 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. બીજી સુવિધાઓની વાત કરી એ તો ફોનમાં ઇન-ડિસ્પ્લે સેન્સર, ડસ્ટ અને પાણીના રક્ષણ માટે IP68+69નું રેટિંગ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં સ્ટીરિયો સ્પીકર્સ, WiFi 7, બ્લૂટૂથ 5.4, NFC અને USB Type - Cનો પોર્ટ આપવામાં આવ્યો છે.
Realmeના લેટેસ્ટ ફોનમાં 7200mAhની લોંગલાઈફ બેટરી સાથે 100Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. ભારતમાં Realme GT 7 ફોન લોન્ચ થયા બાદ તેનું કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, એમેઝોન અને ઓફલાઈન સ્ટોર્સ દ્વારા વેચાણ કરવામાં આવશે.
જાહેરાત
જાહેરાત