ચાઇનિઝ કંપની ભારતમાં તેના 11 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે અને તેના ભાગરૂપે બે નવા ફોન લોન્ચ કરશે .
Photo Credit: Xiaomi
રેડમી નોટ 14 પ્રો 5G (ચિત્રમાં) અને પ્રો+ વેરિઅન્ટ તાજેતરમાં શેમ્પેન ગોલ્ડ શેડમાં લોન્ચ કરવામાં આવ્યા હતા
Redmi ચાઇનિઝ કંપની ભારતમાં તેના 11 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે અને તેના ભાગરૂપે કંપની ભારતમાં નવા બે સ્માર્ટફોન લોન્ચ કરશે તેવી ધારણા છે અત્રે એ ઉલ્લેખનીય છે કે, Redmiએ 22 જુલાઈ, 2014ના દિવસે ભારતમાં પ્રથમવાર તેનો સ્માર્ટફોન Redmi Mi 3 લોન્ચ કર્યો હતો. Xiaomi ની સબબ્રાન્ડ રેડમી દ્વારા સોશિયલ મીડિયા પર કંપની દ્વારા નજીકના ભવિષ્યમાં બે નવા સ્માર્ટફોન મુકાશે તેવી જાહેરાત કરાઈ છે. આ ફોન 24 સુધીમાં બજારમાં આવશે. Redmi દ્વારા આ મહિનાની શરૂઆતમાં જ 14 Pro+ 5G અને Note 14 Pro 5G ભારતીય બજારમાં લોન્ચ કરાયા હતા. આ ફોન હાલમાં શેમ્પેઈન ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે.
રેડમીએ ચાઈનીઝ મોબાઈલ કંપની Xiaomiની સબબ્રાન્ડ છે અને ભારતમાં તેના પ્રથમ સ્માર્ટફોનના અનાવરણને જ્યારે 11 વર્ષ થઈ રહ્યા છે તેની ઉજવણીના ભાગરૂપે નવા બે સ્માર્ટફોન બજારમાં મુકવા જઈ રહી છે. આ નવા લોન્ચ અંગે રેડમી દ્વારા શોશિયલ મીડિયા પર ટીઝર પણ રજૂ કરાયા છે. જો કે, આ ફોનની કિંમત, અન્ય સ્પેસિફિકેશન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે જ તેના નામ પણ હજુ સુધી કોઈ માહિતી નથી. 24 જુલાઈએ આ નવા ફોન અનાવરણ કરાશે. ટીઝરમાં આ ફોન ખુલીને દેખાતા નથી પરંતુ, 23 જુલાઈએ લોન્ચ થનારો રેડમી ફોન વ્હાઇટ ફિનિશમાં દેખાય છે અને તેમાં રેડમી બ્રાન્ડનેમ ફોનમાં ડબીબાજુ નીચેની તરફ ઉભું લખેલું જણાય છે. જ્યારે 24 જુલાઈએ રજૂ થનારો ફોન ડ્યુઅલટોન બર્ગન્ડી કલરમાં દેખાય છે.
રેડમી દ્વારા તાજેતરમાં બજારમાં મૂકવામાં આવેલા ફોન Note 14ના 8GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 17,999 છે, જ્યારે Note 14 Pro અને Note 14 Pro+ બંનેમાં તેટલા જ રેમ અને સ્ટોરેજના વિકલ્પ ધરાવતા ફોન અનુક્રમે રૂ. 23,999 અને રૂ. 29,999માં બજારમાં મુકાયા છે. આ ફોન શેમ્પેઈન ગોલ્ડ કલરમાં મળશે. કંપની દ્વારા નોટ 14 ગયા વર્ષના ડીસેમ્બરમાં લોન્ચ કરાયા હતા અને આ ફોનમાં સ્પેક્ટર બ્લુ, ફેન્ટમ પર્પલ અને ટાઇટન બ્લેક કલર મળે છે.
Xiaomi ચાઇનિઝ કંપની ૨૦૧૦માં સ્થાપી હતી અને તેનો પહેલો એન્ડ્રોઇડ આધારિત ફોન Mi 1 એક વર્ષ પછી લોન્ચ કરાયો હતો. તેના એક વર્ષ પછી Mi 2 લોન્ચ કરાયો હતો અને તેનું વેચાણ ૧૦ મિલિયનથી વધુ નોંધાયું હતું. વેચાણ એટલું વધી ગયું કે તેણે સેમસંગને પણ પાછળ મૂકી દીધી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે કંપની બજેટ ફોનમાં અગ્રણી છે.
જાહેરાત
જાહેરાત