Samsung Galaxy A07 5Gની ટૂંકમાં જાહેરાતની અપેક્ષા

Samsung Galaxy A07 5G Brazil પ્રમાણપત્રમાં 6,000 mAh બેટરી સાથે, અગાઉ કરતા 1,000 mAh વધારેલી બતાવે છે

Samsung Galaxy A07 5Gની ટૂંકમાં જાહેરાતની અપેક્ષા

Photo Credit: Samsung

Samsung Galaxy A07 5G 6,000 mAh બેટરી સાથે આવશે

હાઇલાઇટ્સ
  • Galaxy A07 5G ફોનમાં ડાયમેન્સિટી 6300 SoC
  • સ્માર્ટફોન નવીનતમ One UI 8.5 સાથે આવવાની ધારણા
  • સેમસંગ ગેલેક્સી A07 5G ના રૂપમાં એક બજેટ ફોન રજૂ કરશે
જાહેરાત

Samsung દ્વારા તેનો Galaxy A07 4G સ્માર્ટફોન ઓગસ્ટ જ લોન્ચ કરાયો હતો પરંતુ હજુ તેના 5G મોડલની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એવું લાગે છે કે સેમસંગ ટૂંક સમયમાં ગેલેક્સી A07 5G ના રૂપમાં તેના લાઇનઅપમાં બીજો બજેટ સ્માર્ટફોન ઉમેરશે.
6,000 mAh બેટરી સાથે આવશે. તેના પુરોગામી કરતા તે 1,000 mAhનો વધારો દર્શાવે છે. બ્રાઝિલમાં A07 5G ને મળેલા સર્ટિફિકેશન દ્વારા બેટરી ક્ષમતા જાહેર કરવામાં આવી છે.

Galaxy A07 5G ફોનમાં ડાયમેન્સિટી 6300 SoC, 4GB RAM અને 128GB સ્ટોરેજ હશે. જ્યારે ચિપસેટ, મેમરી અને સ્ટોરેજ અંગેની કોઈ જાહેરાત કરાઈ નહીં હોવાથી Galaxy A06 5G સાથે કોઈ સરખામણી કરી શકાય તેમ નથી. પરંતુ આશા રાખી કે, તેમાં આપણને અપગ્રેડ જોવા મળે. આશા છે કે બેટરી સહિત તેના અન્ય હાર્ડવેરમાં પણ અપગ્રેડ જોવા મળશે.
આ ફોન ગીકબેન્ચ પ્લેટફોર્મ પર દેખાયો છે, જે આગામી બજેટ ફોનને પાવર આપતા હાર્ડવેર પર અત્યાર સુધીનો સૌથી સ્પષ્ટ દેખાવ આપે છે. મળતી માહિતી પ્રમાણે તે SKU SM-A076B સાથેની લિસ્ટિંગ દર્શાવે છે કે આ સ્માર્ટફોન ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત હશે જેમાં બે પરફોર્મન્સ કોર 2.4 GHz અને છ એફિશિયન્સી કોર 2 GHz પર હશે, જે Mali-G57 MC2 GPU સાથે જોડાયેલ હશે. આ ઉપરાંત, ફોન 4 GB RAM અને Android 16 પર ચાલશે.

ગીકબેન્ચ ઉપરાંત, ફોન અનેક વખત, સેમસંગની સત્તાવાર પ્રાદેશિક સપોર્ટ વેબસાઇટ સહિત અનેક પ્રમાણપત્ર વેબસાઇટ્સ પર દેખાયો છે, જે નિકટવર્તી લોન્ચનો સંકેત આપે છે. જો કે, સેમસંગે હજુ સુધી ચોક્કસ લોન્ચ તારીખની પુષ્ટિ કરી નથી.

સેમસંગ A07 5Gનું લોન્ચ A37 અને A57 સાથે આ મહિનાના અંત સુધીમાં અથવા જાન્યુઆરી 2026 માં થઈ શકે છે. ગેલેક્સી A37 માં Exynos 148,0 હોવાની અપેક્ષા છે જ્યારે Galaxy A57 માં Exynos 1680 હોઈ શકે છે. બધા સ્માર્ટફોન નવીનતમ One UI 8.5 સાથે આવવાની ધારણા છે

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »