સેમસંગ ગેલેક્સી A17 5G ભારતના કેટલાક પસંદગીના બજારમાં લોન્ચ

સેમસંગે ગેલેક્સી A17 5G ભારતના કેટલાક પસંદગીના બજારમાં લોન્ચ કર્યો છે.

સેમસંગ ગેલેક્સી A17 5G ભારતના કેટલાક પસંદગીના બજારમાં લોન્ચ

Photo Credit: Samsung

સેલ્ફી કેમેરા માટે સેમસંગ ગેલેક્સી A17 5G માં વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ છે

હાઇલાઇટ્સ
  • Samsung Galaxy A17 5Gમાં 5nm Exynos 1330 પ્રોસેસર
  • Samsung Galaxy A175Gમાં ડ્યુઅલ સીમની સગવડ
  • આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચનો સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે
જાહેરાત

Samsang દ્વારા તેના Galaxy A16 5Gમાં થોડાઘણા ફેરફાર સાથે અપગ્રેડ કરી સેમસંગ ગેલેક્સી A17 5G ભારતના કેટલાક પસંદગીના બજારમાં લોન્ચ કર્યો છે. બુધવારે રજૂ કરાયેલા આ ફોનના સ્પેસિફિકેશન અને ભાવ અંગેની વિગતો જાણવા મળી છે. તે પ્રમાણે Samsung Galaxy A17 5Gમાં 5nm Exynos 1330 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તે એન્ડ્રોઇડ 15 આધારિત One UI 7 પર ચાલશે. આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચનો સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને તેનો રિફ્રેશ રેટ 90Hz રહેશે. ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા આપવામાં આવ્યા છે.

Samsang Galaxy A17 5G ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

સેમસંગ Galaxy A17 5G અગાઉના લોન્ચ થયેલા ફોન કરતા વધુ સલીમ અને વજનમાં હલ્કો રહેશે. તેમાં ડ્યુઅલ સીમની સગવડ આપવામાં આવી છે. તે એન્ડ્રોઇડ 15 આધારિત One UI 7 પર ચાલશે. તેમાં ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP54 રેટિંગ મળ્યું છે. આ ઉપરાંત તેનું ડિસ્પ્લે 6.7 ફૂલ HD+ (1,080 x 2,340 પિક્સલ રિસોલ્યુશન સાથે) ઇન્ફિનિટી- યુ સુપર એમોલેડ સ્ક્રીન તેમજ તેનો રિફ્રેશ રેટ 90Hz છે જેની તે સ્મૂધ કામ કરી શકશે. તેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટ્સથી સુરક્ષિત કરવામાં આવ્યો છે.

Samsang Galaxy A17 5G  5nm ઓક્ટાકોર Exynos 1330 પ્રોસેસર અને સાથે Mali-G68 MP2 GPU આપવામાં આવ્યું છે જે, ગ્રાફિક પ્રોસેસિંગનું સંચાલન કરે છે. તે 3D ગ્રાફિક્સ, અને ગેમિંગના અનુભવને વધુ સારો બનાવે છે. તેમાં તમે 4GB, 6GB અને 128 GB 256 GB સ્ટોરેજનો વિકલ્પ પસંદ કરી શકો છો આ ઉપરાંત તે 2TB સુધી સ્ટોરેજના માઇક્રોએસડી કાર્ડને પણ સપોર્ટ કરે છે. આમ, તેમાં સ્ટોરેજ માટે એક વિકલ્પ મળી રહે છે. આથી, ફોટો, વીડિયો અને હેવી એપ્સ માટે તે અનુકૂળ છે.

આ સ્મેટફોનમાં સાઈડમાં ઉપસેલું ફંગરપ્રિન્ટ સેન્સર બાયોમેટ્રિક સિક્યોરિટી માટે આવે છે, તેના બોક્સમાં સાથે ચાર્જર પણ આપવામાં આવ્યું છે. તેની સાઈઝ 164.4 x 77.9 x 7.5mm છે અને તેનું વજન 192 ગ્રામ છે.

તેમાં 50 મેગા પિક્સલનો f/1.8 એપેચ્યોર અને ઓટોફોકસ સાથેનો કેમેરા તેમજ 2 મેગાપિક્સલનો f/2.2 મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. આ સાથે તેમાં 13 મેગાપિક્સલ f/2.૦ એપેચ્યોર સાથેનો ફ્રન્ટ કેમેરા સેલ્ફી અને વિડિયોકોલ્સ આવશે.

Samsung Galaxy A17 5Gની કિંમત અને કલર

Samsung Galaxy A17 5Gના 4GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત EUR 239 ( લગભગ રૂ. 24,000) છે. તેમાં, 6GB રેમ અને 256GB સ્ટોરેજ વાળો ફોન પણ રજૂ થવાની શક્યતા છે. આ સ્માર્ટ ફોન ત્રણ કલર બ્લેક, બ્લુ અને ગ્રેમાં મળશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vadh 2માં ગુનો , સસ્પેન્સ અને ન્યાયની ટક્કર
  2. Zootopia 2 માં થ્રિલ , કોમેડી અને રહસ્યનો ધમાકો
  3. કોલોનિયલ ભારતમાં સેટ રોમેન્ટિક થ્રિલર , રહસ્યો અને બદલાની કહાની- એક હસીન સાઝીશ : કસક
  4. શક્તિશાળી કૂલિંગ અને શોલ્ડર ટ્રિગર્સ સાથે Infinix GT 50 Pro લીકમાં બહાર આવ્યો
  5. DarkSword ખતરા સામે Apple નું iOS 18.7.7 અપડેટ જરૂરી
  6. Amazon પર Realme નો નવો Narzo સ્માર્ટફોન આવ્યો , Narzo 90 Lite નો અનુગામી થશે લોન્ચ
  7. Apple Anniversary Sale : પ્રીમિયમ ડિવાઇસિસ પર ભારે ડિસ્કાઉન્ટ અને કેશબેક
  8. iPhone યુઝર્સ માટે નવી સુવિધા : CarPlayમાં ChatGPT સાથે હેન્ડ્સ ફ્રી વાતચીતનો અનુભવ
  9. ChatGPT એપમાં કસ્ટમ શેર શીટ , અપલોડેડ ફાઇલ્સ અને નવા ફાઈલ પીકર જેવી સુવિધાઓ જોવા મળી
  10. Redmi Note 15 SE 5G : 50MP કેમેરા અને 5800mAh બેટરી અને 120Hz AMOLED ડિસ્પ્લે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »