Vadh 2માં ગુનો , સસ્પેન્સ અને ન્યાયની ટક્કર

જસપાલ સિંહ સંધુ દ્રારા લખાયેલ અને દિગ્દર્શિત ફિલ્મ ટૂંક જ સમયમાં Netflix પર રિલીઝ થઈ છે

Vadh 2માં ગુનો , સસ્પેન્સ અને ન્યાયની ટક્કર

Photo Credit: Netflix

વધ 2 એ 3 એપ્રિલથી OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે

હાઇલાઇટ્સ
  • પહેલાના ભાગની વાર્તાને આગળ વધારતી ક્રાઈમ થ્રિલર
  • 3 એપ્રિલ , 2026થી Netflix પર OTT સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ
  • વધ 2 શિવપુરીની જેલમાં આગળ વધે છે
જાહેરાત

"કયા વધ મેં હી ન્યાય હૈ ? શિવપુરી ડિસ્ટ્રિક્ટ જેલ કે રાઝ જલ્દ ખુલેગા " - આ ટેગલાઈન સાથે વધ 2 નું પોસ્ટર X પર રિલીઝ થયું હતું , જેને દર્શકોમાં ઉત્સુકતા  વધારી છે  . આ ફિલ્મનું ટ્રેલર 27 જાન્યુઆરી , 2026 ના રોજ રિલીઝ થયું હતું અને તે પહેલાના ભાગની વાર્તાને આગળ વધારતી ક્રાઈમ થ્રિલર તરીકે રજૂ થાય છે . આ ફિલ્મ એક એવા દંપતીની કહાનીને આગળ વધારે છે , જે આર્થિક સંકટમાં ફસાઈને એક ખતરનાક નિર્ણય લે છે . હવે તેની સિક્વલ શિવપુરી જેલની ભૂમિમાં વધુ ગાઢ અને  રહસ્યમય વળાંક લાવે છે .

ક્યારે અને ક્યાં જોવું 
વધ 2 એ 6 ફેબ્રુઆરી , 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને હવે 3 એપ્રિલ , 2026થી Netflix પર OTT સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે . દર્શકો ઘરે બેઠા  આ ફિલ્મનો આનંદ લઈ શકે છે .

ટ્રેલર અને પ્લોટ 
ફિલ્મ મધ્યપ્રદેશના શિવપુરી શહેરની એક નાની જેલમાં સેટ છે , જ્યાં મંજુ ડબલ મર્ડરના આરોપ હેઠળ કેદમાં છે , જોકે તે આ આરોપોને નકારે છે . બીજી બાજુ , શંભુનાથ મિશ્રા એક થાકેલા જેલ ગાર્ડ છે , જે પોતાની નિવૃત્તિની નજીક છે અને જેલના રોજના કામકાજ પર નજર રાખે છે . મંજુ જેલની કઠોર હકીકતનો  સામનો કરતી વખતે ત્યાંથી બહાર નીકળવાની આશા રાખે છે અને શંભુનાથ સાથે તેની ચર્ચા કરે છે . આ દરમિયાન , પોલીસ ઇન્સ્પેક્ટર અતીત સિંહ કેસની તપાસ કરી રહ્યા છે અને અનેક રહસ્યો ખુલવા લાગે છે . 

કાસ્ટ અને ક્રૂ 
આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન જસપાલ સિંહ સંધુએ કર્યું છે . લવ રંજન અને અંકુર કાર્ગે ફિલ્મનું નિર્માણ કર્યું છે . મુખ્ય ભૂમિકામાં સંજય મિશ્રા અને નીના ગુપ્તા છે  . સાથે જ કુમુદ મિશ્રા , અમિત કે. સિંહ , યોગિતા બિહાની અને અક્ષય ડોગરા જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે .

અભિપ્રાય 
"વધ" ના પહેલા ભાગને દર્શકો અને વિવેચકો તરફથી સારો અભિપ્રાય મળ્યો હતો અને તેને IMDb પર 7.6 નું રેટિંગ મળ્યું હતું . હવે વધ 2 પણ તેની ગાઢ કહાની  અને સસ્પેન્સથી ભરપૂર રજૂઆતને કારણે દર્શકોમાં રસ જગાવી રહી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »