કોલોનિયલ ભારતમાં સેટ રોમેન્ટિક થ્રિલર , રહસ્યો અને બદલાની કહાની- એક હસીન સાઝીશ : કસક

જયારે પ્રેમ દગામાં ફેરવાય છે ત્યારે છુપાવેલ પાપ પણ બહાર આવે છે, આ બધું બ્રિટીશ યુગની રોમેન્ટિક થ્રિલરમાં જોવા મળશે .

કોલોનિયલ  ભારતમાં સેટ રોમેન્ટિક થ્રિલર , રહસ્યો અને બદલાની કહાની- એક હસીન સાઝીશ : કસક

Photo Credit: ShemarooMe

એક હસીન સાઝીશ : કસક અત્યારે ShemarooMe પર ઓનલાઇન સ્ટ્રીમિંગ થઈ રહી છે .

હાઇલાઇટ્સ
  • આ સિરીઝ હાલમાં શેમારુમી પર ઓનલાઇન સ્ટ્રીમ થઈ રહી
  • કુલ છ એપિસોડ ધરાવતી આ સિરીઝ
  • બ્રિટીશ યુગ બતાવવાથી આ સિરીઝ દર્શકોને ઐતિહાસિક વાતાવરણમાં લઈ જાય
જાહેરાત

'એંક હસીન સાઝીશ :કસક ' બ્રિટીશ શાસનના સમયમાં ગોઠવાયેલું એક રોમેન્ટિક થ્રિલર ડ્રામા છે , જેમાં પ્રેમ , વિશ્વાસઘાત અને સત્તાના રમતમાં ઊંડાણપૂર્વક ઝાંખી કરવામાં આવી છે . દેશભરમાં સ્વતંત્રતાની લડાઈ જોર પકડતી હતી , ત્યારે બહારથી દેખાતી વિદ્રોહની પાછળ અનેક ગુપ્ત કાવતરાઓ અને આંતરિક સંઘર્ષો ચાલી રહ્યા હતા . આવી પરિસ્થિતિમાં એક નિર્દય અને સત્તાનો લોભી અધિકારી એક એવો નિર્ણય લે છે , જે વિશ્વાસઘાતની એક લાંબી લાઈન  બનાવે છે અને તેની અસર તેને આખી જિંદગી સતાવતી રહે છે .

ક્યારે અને ક્યાં જોવું :
આ સિરીઝ હાલમાં શેમારુમી પર ઓનલાઇન સ્ટ્રીમ થઈ રહી છે . કુલ છ એપિસોડ ધરાવતી આ સિરીઝ દરેક ભાગ સાથે વાર્તાને વધુ ગાઢ અને રોમાંચક બનાવે  છે , જેથી દર્શકોની ઉત્સુકતા સતત જળવાઈ રહે છે .

ટ્રેલર અને પ્લોટ :
આ વાર્તા એક શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિની છે , જે બ્રિટીશ અધિકારીઓ સાથે જોડાયેલો છે . પોતાના કઠોર નિર્ણયો અને ભૂતકાળના ગુપ્ત પાપોથી  તેણે પોતાનો સામ્રાજ્ય ઊભું કર્યું છે . બહારથી તે ગૌરવશાળી અને નિયંત્રણમાં રહેનાર વ્યક્તિ દેખાય છે પરંતુ અંદરથી તે પોતાના જ ગુનાઓના ભાર  હેઠળ દબાયેલો છે . વાર્તામાં વળાંક ત્યારે આવે છે ,જયારે એક રહસ્યમય સ્ત્રી તેના જીવનમાં પ્રવેશે છે અને પોતાના સાચા ઈરાદાઓ છુપાવીને તેની નજીક  આવે છે , પછી પરિસ્થિતિને પોતાના પક્ષે વાળે છે . જયારે રાજકીય તણાવ વધતા જાય છે અને સાથે જ તે સ્ત્રી પોતાનો બદલો લેવાની શરૂઆત કરે છે .પ્રેમ અને વિશ્વાસ વચ્ચે ગુંથાયેલી આ કથા અંતે બતાવે છે કે દગો ક્યારે અને કેવી રીતે સૌથી મોટો હથિયાર બની શકે છે .

કલાકારો અને ક્રૂ :
આ સિરીઝનું દિગ્દર્શન જીતુ અરોરાએ કર્યું છે . મુદશિર રશીદ ભટ , ક્રિસન બેરેટ્ટો , અલી ખાન , રિચાર્ડ ભક્તિ ક્લેઈન અને પાયલ મુખર્જી જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ  ભજવી છે . શેમારૂમીએ આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે .

અભિપ્રાય :
'એક હસીન સાઝીશ :કસક ' પ્રેમ અને વિશ્વાસઘાતની કહાની છે . બ્રિટીશ યુગ બતાવવાથી આ સિરીઝ દર્શકોને ઐતિહાસિક વાતાવરણમાં લઈ જાય છે અને સાથે જ  માનવીય સંબંધોની જટિલતાઓને પણ ઉજાગર કરે છે . હાલમાં તેને IMDb પર કોઈ રેટિંગ મળ્યું નથી 
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 સિરીઝ વર્ષના અંતમાં થઈ શકે છે લોન્ચ , નવા Dimensity ચિપસેટ સાથે આવશે ફોન
  2. Vivo S- સિરીઝની ભારતમાં વાપસીની તૈયારી , Vivo S2 કેમેરા ફીચર્સ સાથે આવી શકે છે
  3. Google Gemini માં આવશે નવા કનેક્ટર્સ , સીધું Photoshop અને Canva કામ શક્ય બનશે
  4. Oppo Reno 16 અને Reno 16 Pro ના કેમેરા ફીચર્સ જાહેર , જુલાઈમાં ભારતમાં એન્ટ્રી શક્ય
  5. Xiaomi Smart Band 10 Pro માં AMOLED ડિસ્પ્લે અને એડવાન્સ હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ
  6. Oppo Find X9s એન્ટ્રી સાથે ફ્લેગશિપ માર્કેટમાં વધ્યો મુકાબલો , 120Hz AMOLED ડિસ્પ્લે મળશે
  7. HMDનો નવો Vibe 2 5G સ્માર્ટફોન રૂપિયા 10,999ની શરૂઆત કિંમતમાં રજૂ
  8. Galaxy M47માં Snapdragon 6 Gen 3, 5000mAh બેટરી સાથે આવી શકે છે .
  9. Moto Buds 2 માં મળશે ANC , ડયુઅલ ડ્રાઈવર અને લાંબી બેટરી લાઈફ 
  10. OpenAI એ ChatGPT  માટે લોન્ચ કર્યું AI આધારિત ફાઇનાન્સ ડેશબોર્ડ 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »