Zootopia 2 માં થ્રિલ , કોમેડી અને રહસ્યનો ધમાકો

"ઝૂટોપિયા 2" એક અમેરિકન કોમેડી ફિલ્મ છે જે હવે ડિજિટલ સ્ક્રીન પર જોવા મળશે

Zootopia 2  માં થ્રિલ , કોમેડી અને રહસ્યનો ધમાકો

Photo Credit: JioHotstar

આ ફિલ્મ ફક્ત JioHotstar પર સ્ટ્રીમ થઈ છે .

હાઇલાઇટ્સ
  • "ઝૂટોપિયા 2" એક અમેરિકન કોપ -કોમેડી એનિમેટેડ ફિલ્મ
  • ફિલ્મ અંગ્રેજી , હિન્દી , તમિલ અને તેલુગુ સહિત જુદી -જુદી ભાષાના દર્શકો મ
  • ફિલ્મ JioHotstar પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ
જાહેરાત


વોલ્ટ ડિઝની એનિમેશન સ્ટુડિયો દ્રારા નિર્મિત "ઝૂટોપિયા 2" એક અમેરિકન કોપ -કોમેડી એનિમેટેડ ફિલ્મ છે , જે તેના પહેલા ભાગની સફળતા બાદ હવે નવા અને વધુ રસપ્રદ પ્લોટ સાથે પાછી  આવી રહી છે . આ ફિલ્મમા ફરી એક વાર દર્શકોને ઝૂટોપિયા શહેરની રંગીન દુનિયામાં લઈ જવામાં આવે છે . જ્યાં હાસ્ય , થ્રિલ અને સામાજિક મુદ્દાઓનું અનોખું મિશ્રણ જોવા મળે છે . ફિલ્મ ખાસ કરીને ભ્રષ્ટાચાર , સ્મગ્લિંગ અને ગુપ્ત કાવતરા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે  છે , જેને હળવી અને મનોરંજક અંદાજમાં રજૂ કરવામાં આવ્યા છે .

ક્યારે અને ક્યાં જોવી "ઝૂટોપિયા 2"
"ઝૂટોપિયા 2" હવે ડિજિટલ પ્લેટફોર્મ JioHotstar પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે . આ ફિલ્મ અંગ્રેજી , હિન્દી , તમિલ અને તેલુગુ સહિત જુદી -જુદી ભાષાના દર્શકો માટે સરળતાથી માણી શકાય છે .  આ ફિલ્મ જોવા માટે દર્શકો પાસે સક્રિય સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે , જે પછી તેઓ ઘરે બેઠા આ સાહસિક સફરનો આનંદ લઇ શકે છે .

"ઝૂટોપિયા 2" ટ્રેલર અને પ્લોટ 
આ ફિલ્મની વાર્તા પહેલા ભાગથી જ આગળ વધે છે . ઝૂટોપિયા  પોલીસ ડિપાર્ટમેન્ટના જુડી હોપ્સ અને નિક વાઈલ્ડ ફરી એકવાર નવી તપાસમાં જોડાય છે . આ વખતે તેઓ  સ્મગ્લિંગના એક રહસ્યમય રિંગને શોધવાની મિશનમાં હોય છે . પરંતુ તપાસ આગળ વધતા તેઓ એક મોટા કાવતરાનો ભેદ ઉકેલે છે , જે  એક શક્તિશાળી પરિવાર દ્રારા સંચાલિત હોય છે .  ફિલ્મમાં ખાસ કરીને સરિસૃપ સમુદાયના દેશનિકાલ પાછળના રહસ્યો અને શહેરની હવાને નિયંત્રિત દિવાલો માટે પેટન્ટ ચોરી જેવી ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે . આ બધું મજેદાર સિક્વન્સ અને ટિવસ્ટ સાથે રજૂ કરવામાં આવ્યા છે .

"ઝૂટોપિયા 2" કલાકારો અને ક્રૂ 
ફિલ્મનું દિગ્દર્શન જેરેડ બુશ અને બાયરન હોવર્ડ દ્રારા કરવામાં આવ્યું છે . અવાજ કલાકારોમાં ગિનિફર ગુડવિન ( જુડી હોપ્સ ), જેસન બેટમેન (નિક વાઈલ્ડ ), કે હુય ક્વાન અને ઈદ્રિસ એલ્બા જેવા જાણીતા નામો સામેલ છે . ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર માઈકલ ગિયાચીનો દ્રારા આપવામાં આવ્યું છે .

"ઝૂટોપિયા 2" અભિપ્રાય
"ઝૂટોપિયા 2" 26 નવેમ્બર , 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર સારો અભિપ્રાય મેળવ્યો હતો . આ ફિલ્મને મિશ્રથી સકારાત્મક  પ્રતિસાદ મળ્યો છે . IMDb પર ફિલ્મને 7.4/10નું રેટિંગ મળ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 સિરીઝ વર્ષના અંતમાં થઈ શકે છે લોન્ચ , નવા Dimensity ચિપસેટ સાથે આવશે ફોન
  2. Vivo S- સિરીઝની ભારતમાં વાપસીની તૈયારી , Vivo S2 કેમેરા ફીચર્સ સાથે આવી શકે છે
  3. Google Gemini માં આવશે નવા કનેક્ટર્સ , સીધું Photoshop અને Canva કામ શક્ય બનશે
  4. Oppo Reno 16 અને Reno 16 Pro ના કેમેરા ફીચર્સ જાહેર , જુલાઈમાં ભારતમાં એન્ટ્રી શક્ય
  5. Xiaomi Smart Band 10 Pro માં AMOLED ડિસ્પ્લે અને એડવાન્સ હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ
  6. Oppo Find X9s એન્ટ્રી સાથે ફ્લેગશિપ માર્કેટમાં વધ્યો મુકાબલો , 120Hz AMOLED ડિસ્પ્લે મળશે
  7. HMDનો નવો Vibe 2 5G સ્માર્ટફોન રૂપિયા 10,999ની શરૂઆત કિંમતમાં રજૂ
  8. Galaxy M47માં Snapdragon 6 Gen 3, 5000mAh બેટરી સાથે આવી શકે છે .
  9. Moto Buds 2 માં મળશે ANC , ડયુઅલ ડ્રાઈવર અને લાંબી બેટરી લાઈફ 
  10. OpenAI એ ChatGPT  માટે લોન્ચ કર્યું AI આધારિત ફાઇનાન્સ ડેશબોર્ડ 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »