ફ્લિપકાર્ટના GOAT સેલમાં Samsung Galaxy A36 5G ઓછી કિંમતે ખરીદવાનો મોકો
Photo Credit: Samsung
Samsung Galaxy A36 5G માં 50 મેગાપિક્સલ કેમેરા છે .
જો તમે Flipkart GOAT સેલ દરમિયાન રૂપિયા 30,000 થી ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Samsung Galaxy A36 5G એ સારો વિકલ્પ બની શકે છે . કંપનીનો આ 5G સ્માર્ટફોન હાલ ઈ - કોમર્સ પ્લેટફોર્મ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . બેંક ઓફર અને એક્સચેન્જ ઓફરનો લાભ લેવાથી તેની અસરકારક કિંમત વધુ ઘટી જાય છે .
ફ્લિપકાર્ટ પર Samsung Galaxy A36 5G ના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 26,999 રાખવામાં આવી છે . નોંધનીય છે કે આ ફોન ગયા વર્ષે માર્ચમાં રૂપિયા 32,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે હાલની કિંમત લોન્ચ પ્રાઈસની સરખામણીએ લગભગ રૂપિયા 6,000 ઓછી છે .
બેંક ઓફરની વાત કરીએ તો ફ્લિપકાર્ટ SBI ક્રેડિટ કાર્ડ દ્રારા પેમેન્ટ કરવાથી ગ્રાહકોને રૂપિયા 1,825નો વધારાનો ડિસ્કાઉન્ટ મળી શકે છે . ત્યારબાદ ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 25,174 રહે છે . આ રીતે ગ્રાહકોને કુલ મળીને લગભગ રૂપિયા 7,825 સુધીની બચત થઈ શકે છે .
આ ઉપરાંત , જૂનો ફોન એક્સચેન્જમાં આપવાથી રૂપિયા 23,700 સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળી શકે છે . જોકે એક્સચેન્જ ઓફરનો સંપૂર્ણ લાભ તમારા જૂના ડિવાઇસની સ્થિતિ અને મોડલ પર આધારિત રહેશે .
Samsung Galaxy A36 5Gમાં 6.7 ઇંચની FHD + Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2340x 1080 પિક્સલ છે . પ્રોસેસિંગ માટે તેમાં ઓક્ટા - કોર Exynos 1380 પ્રોસેસર આપવામાં આવ્યું છે .
ફોનમાં 5,000mAh બેટરી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . ડિવાઇસ Android 15 આધારિત One UI 7 પર કામ કરે છે . પાણી અને ધૂળથી સુરક્ષા માટે તેને તેને IP67 રેટિંગ પણ આપવામાં આવી છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે . જેમાં 50MP પ્રાઈમરી કેમેરા , 8MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 5MP મેક્રો કેમેરા આવે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 12MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . Galaxy A36 5Gમાં 5G, 4G LTE, Wi-Fi , Bluetooth 5.4 , GPS, NFC અને USB Type-C પોર્ટ જેવા કનેક્ટિવિટી વિકલ્પો મળે છે . ફોનની જાડાઈ 7.4mm છે અને તેનું વજન 196 ગ્રામ છે .
જાહેરાત
જાહેરાત
Huawei Working on Smaller Version of Flagship MatePad Pro Max Tablet, Tipster Claims