એમેઝોન પર સેલમાં Samsung Galaxy S24 Ultra રૂ. 71,999 જેટલા ઓછા ભાવે ખરીદી શકશો. આ માત્ર એમેઝોન દ્વારા આપવામાં આવેલી કિંમત છે અને તેમાં કોઈ અન્ય ઓફર ઉમેરવામાં આવી નથી.
એમેઝોન સેલ દરમિયાન સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા ટોચના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ થશે
પ્રીમિયમ ફોનના સેગમેન્ટમાં Samsung Galaxy S24 Ultra અગ્રણી સ્થાન ધરાવે છે. જાન્યુઆરી 2024માં આ ફોન લોન્ચ કરાયો હતો તેની કિંમત હજુ પણ પ્રીમિયમ હોય છે. જો કે, આ ફોન ખરીદવા માટે હવે સારી તક મળે તેમ છે. આગામી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, જે 23 સપ્ટેમ્બરથી શરૂ થાય છે જેમાં તમે આ સ્માર્ટફોન લેવાનું સપનું સાકાર કરી શકો છો. ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર પછી આ ફોન રૂ. 72,000 થી ઓછી કિંમતે ખરીદી શકાશે. જે અત્યારસુધીનો સૌથી ઓછો ભાવ હશે.
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે અને તેમાં ઘણી બ્રાન્ડના ફોન પર ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે. તેમાં, Samsung Galaxy S24 Ultraના બેઝ મોડેલ પર પણ ડિસ્કાઉન્ટ અપાશે. એમેઝોન પર Samsung Galaxy S24 Ultraના 12GB રેમ અને 256GB સ્ટોરેજ જે રૂ. 1,34,999માં લિસ્ટ કરાયો છે. સેલ શરૂ થતા જ આ ફોન તમે રૂ. 71,999 જેટલા ઓછા ભાવે ખરીદી શકશો. આ માત્ર એમેઝોન દ્વારા આપવામાં આવેલી કિંમત છે અને તેમાં કોઈ અન્ય ઓફર ઉમેરવામાં આવી નથી.
Samsung Galaxy S24 Ultra ફોનની લિસ્ટેડ કિંમતમાં SBI ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ તેમજ ક્રેડિટ કાર્ડ પર EMI દ્વારા લેવાતા ફોન પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો ફાયદો પણ થશે. સાથે એક્સચેન્જ ઓફર, નો કોસ્ટ ઈએમઆઈ, અમેઝોન પે પણ ઓફર કરશે.
જુલાઈમાં એમેઝોન પ્રાઇમ ડે સેલ દરમિયાન, Samsung Galaxy S24 Ultra રૂ. 74,999 માં લિસ્ટ થયો હતો. ફ્લિપકાર્ટ પર Samsung Galaxy S24 Ultra 12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા વેરિઅન્ટ માટે રૂ. 54,990 માં લિસ્ટેડ છે. જો કે, આ કિંમત આગામી બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન માન્ય રહેશે જેમાં, ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ ઑફર્સનો સમાવેશ થાય છે.
જેને પણ પ્રીમિયમ સ્પેસિફકેશન અને ફીચર્સ ધરાવતો ફોન ખરીદવો હોય તેને માટે આ ફોન એક સારો વિકલ્પ બની શકે છે.
જાહેરાત
જાહેરાત