Photo Credit: Samsung
ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોન્ચ થયો Samsung S25 Edge ફોન, જાણો કિંમત
સેમસંગ દ્વારા Samsung Galaxy S25 Edgeનું આજે વર્લ્ડવાઈડ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ કંપની દ્વારા ભારતમાં નવા ફોનની કિમંતો સહિતની વિગતો જાહેર કરી છે. Galaxy S25 Edge સ્નેપડ્રેગન 8 એલીટ સહિત ગેલેક્સી ચિપસેટ પર કાર્યરત રહેશે. ડિવાઈસમાં 200MPનું ડ્યુઅલ કેમેરા યુનિટ આપવામાં આવ્યું છે જે કોર્નિંગ ગોરિલા ગ્લાસ સિરામિક 2 ડિસ્પ્લે પ્રોટેક્શન સાથે બજારમાં આવશે. આ હેન્ડસેટ ગેલેક્સી S શ્રેણીનો અત્યાર સુધીનો સૌથી સ્લીમ ફોન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફોનમાં 12GBની રેમ સાથે 256 અને 512GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. ગેલેક્સી S25 Edgeને દેશમાંથી પ્રિ ઓર્ડર કરી શકાશે.
ભારતમાં આ ડિવાઇસની કિંમત 12GB + 256GBના ઓપ્શન માટેની કિંમત 1,09,999 રૂપિયાથી શરૂ થશે. જ્યારે 12GB + 512GB વેરિયન્ટની કિંમત 1,21,999 રૂપિયા રાખવામાં આવી છે. આ હેન્ડસેટ હાલમાં સેમસંગ ઈન્ડિયાના ઈ-સ્ટોર દ્વારા પ્રિ-ઓર્ડર કરી શકાશે. આ ડિવાઇસ ટાઈટેનિયમ સિલ્વર અને ટાઈટેનિયમ જેટબ્લેક કલર ઑપ્શનમાં આવશે.
પ્રિ-ઓર્ડર ઓફરમાં ગ્રાહકો ગેલેક્સી S25 Edgeનું 512GBની વેરિયન્ટ 256GB ના ઑપ્શનની કિંમતે જ આપ મેળવી શકો છો.
સેમસંગ ગેલેક્સિના આ મોડલમાં 6.7 ઈંચની ક્વાડ HD+ની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120Hzના રિફ્રેશ રેટની સાથો સાથ તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ સિરામિક 2 પ્રોટેક્શન જોવા મળશે. આ ગેલેક્સી SOC માટે કસ્ટમ સ્નેપડ્રેગન 8 એલીટ દ્વારા સંચાલિત છે. આ ડિવાઇસમાં આપને 12GB RAM અને 512GB સુધીનું ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ એન્ડ્રોઇડ 15 આધારિત One UI 7 સાથે આવશે.
ફિચર્સની વાત કરીએ તો તેમ S25 Edge 200MPનો પ્રાથમિક સેન્સર ધરાવતો કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં 2x ઓપ્ટિકલ ઈન-સેન્સર ઝૂમ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઈઝેશન OIS સપોર્ટ આપવામાં આવ્યો છે તેની સાથે 12MPનો અલ્ટ્રાવાઈડ શૂટર કેમેરો આપવામાં આવ્યો છે. આ બધાની સાથે ફોનના આગળના ભાગમાં જ સેલ્ફી અને વિડીયો કોલના બેસ્ટ એક્સપિરિયન્સ માટે સ્ક્રીનની અપરસાઈડ મિડલના ભાગમાં 12MPનો સેન્સરવાળો કેમેરો આપવામાં આવ્યો છે.
ડિવાઇસમાં આપને 3900mAhની બેટરી આપવામાં આવી છે જે 25Wના વાયર્ડ અને Qiના વાયરલેસ ચાર્જિંગના સપોર્ટ સાથે આવશે. કનેક્ટિવિટી ઓપ્શન્સમાં 5G, 4G, WiFi 7, બ્લૂટૂથ 5.4 સહિતના USB ટાઈપ C પોર્ટનો સમાવેશ કરવામાં આવે છે. વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ બનાવવા માટે ડિવાઇસમાં IP68નું રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ ડિવાઇસના સાઇઝની વાત કરીએ તો તેમાં 158.2x75.6x5.8mmની રહેશે જ્યારે વજન 163g જેટલું હશે.
જાહેરાત
જાહેરાત