સાઉથ કોરિયન કંપનીએ વધુ એક ફોન ભારતના બજારમાં લોન્ચ કર્યો છે. ફોલ્ડ કરી શકાય તેવા આ ફોનનું નામ સેમસંગ Galaxy Z Fold 7 છે.
Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7, વન UI 8 સાથે એન્ડ્રોઇડ 16 પર ચાલે છે
સાઉથ કોરિયન કંપની સેમસંગે વધુ એક ફોન ભારતના બજારમાં લોન્ચ કર્યો છે. ફોલ્ડ કરી શકાય તેવા આ ફોનનું નામ Galaxy Z Fold 7 છે. આ સ્માર્ટફોન 8 ઇંચનો ઇનર ડિસ્પ્લે ધરાવે છે. તેમાં સ્નેપડ્રેગન 8 એલાઇટ ચિપસેટ છે અને 4,400mAh બેટરીની સગવડ આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટમાં લોન્ચ કરાયો હતો. ફોન પુસ્તકની જેમ બંધ થઈ શકે તેવો બનાવવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સીના અગાઉના ફોન ફોલ્ડ 7 કરતા પણ તે વધુ હલકો અને પાતળો રહેશે. આ ફોનમાં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન હવે ભારતમાં પ્રી ઓર્ડર કરી મેળવી શકાય છે. આ ફોન ખોલવામાં આવે ત્યારે તેની પહોળાઈ માત્ર 4.2mmની જે રહેશે અને તેનું વજન માત્ર 215 ગ્રામ છે. આ હેન્ડસેટમાં ક્વાલકોમના સ્નેપડ્રેગન 8 એલાઇટ ચિપસેટનો ઉપયોગ કરાયો છે. તેના કવર ડીએસપ્લેની સુરક્ષા માટે તેમાં કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ સિરામિક 2 બેસાડવામાં આવ્યો છે તેમજ આર્મર એલ્યુમિનિયમ ફ્રેમ પણ આપવામાં આવી છે. આમ સ્ટાઇલ સાથે મજબૂતી પણ મળી રહેશે.
સેમસંગ દ્વારા લોન્ચ કરાયેલા આ ફોનમાં એન્ડ્રોઇડ 16 ઓપરેટિંગ સિસ્ટમ બેસ્ડ One UI 8
છે, જેના કારણે ફોનની કામગીરી, પ્રાઇવસી અને સિક્યોરિટી વધશે. ભારતમાં Galaxy Z Fold 7 12GB રેમ અને 256GB સ્ટોરેજ વર્ઝનની કિંમત રૂ. 1,74,999 છે જ્યારે, 12GB રેમ તેમજ 512GB સ્ટોરેજ અને 16GB રેમ 1TB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત અનુક્રમે રૂ. 1,86,999 અને રૂ. 2,10,999 છે.
હાલમાં તે સેમસંગની વેબસાઈટ પર પ્રી ઓર્ડર કરવાથી મળી શકશે જ્યારે પ્રી ઓર્ડર કરવાથી મળી શકશે અને 25 જુલાઈથી તેનું વેચાણ ચાલુ કરશે. પ્રી ઓર્ડરમાં ગ્રાહક Z Fold 7 12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા ફોનના જે ભાવમાં 256GB સ્ટોરેજવાળો ફોન લઈ શકશે. આ લાભ ૧૨ જુલાઈ સુધી ઉપલબ્ધ છે.
ફોનમાં 4,400mAh બેટરી આપવામાં આવી છે અને તેમાં 25w વાયર્ડ ચાર્જિંગ, ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ 2.0 અને wireless power shareને સપોર્ટ કરે છે. કંપની દાવો કરે છે કે આ હેન્ડસેટ માત્ર ૩૦ મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જશે. ડ્યુઅલ સીમ ધરાવતો આ ફોન 6.5 ઇંચ ફૂલ એચડી Dynamic AMOLED 2X Infinity Flex ડિસ્પ્લે ધરાવે છે અને તેનો રિફ્રેશિંગ રેટ 120Hz છે. તેની બ્રાઇટનેસ 2,600 નિટ્સ સુધીની છે.
જાહેરાત
જાહેરાત