Vivo ના મોડલમાં નવો ઉમેરો Vivo V50e, Vi ઑફર સાથે થયો લોન્ચ

અમર્યાદિત વોઇસ કોલ્સ અને 100 રોજના SMS અને 3GB સુધીના ઈન્ટરનેટ ડેટા સાથે લોન્ચ થયો આ પ્લાન.

Vivo ના મોડલમાં નવો ઉમેરો Vivo V50e, Vi ઑફર સાથે થયો લોન્ચ

Photo Credit: Vivo

Vivo V50e (ચિત્રમાં) એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો

હાઇલાઇટ્સ
  • આ એક્સક્લુઝિવ પ્લાન 84 દિવસ માટે માન્ય છે
  • Vi એ એક્સક્લુઝિવ બંડલ્ડ પ્લાનની કિંમત રૂ. 1197 રાખી છે
  • 17 OTT પ્લેટફોર્મ અને 350 કરતાં પણ વધારે લાઈવ ટીવી ચેનલ પણ જોઈ શકાશે
જાહેરાત

Vivo અને Vi બંને મળીને લોન્ચ કરવા જઈ રહ્યા છે એક નવી ઑફર આ એકસકલુઝીવ પ્લાન એ લોકો માટે જ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જે લોકો 17 એપ્રિલથી 30 જૂન સુધીમાં Vivo V50e ખરીદશે. જેમાં મળશે 5G કનેક્ટિવિટી સાથે OTT પ્લેટફોર્મ પર નિઃશુલ્ક એક્સેસ માણી શકશે એ સાથે તેમને દરરોજ 3GB ના ડેટા અને અમર્યાદિત કોલિંગના લાભ તેઓ માણી શક્શે.જાણો Vivo V50e - Vi 5G નો આ બંડલ્ડ પ્લાન ,પ્રીપેડ પ્લાનમાં હાલના અને જે નવા Vi ના વપરાશકર્તાઓનો ઉમેરો થયો છે તેમના માટે 17 એપ્રિલથી 30 જૂન, 2025 વચ્ચે આ Vivo V50e હેન્ડસેટ ખરીદશે તે વપરાશકર્તાઓ માટે ફોનમાં Vi પ્રીપેડ સિમ દાખલ કરીને રૂ.1,197ના એક્સક્લુઝિવ પ્લાન સાથે રિચાર્જ કરાવવું જેનાથી સબ્સ્ક્રિપ્શનનો પ્રથમ ત્રણ મહિનાનો ઍક્સેસ લીધા બાદ બાકીના નવ મહિનાનો મફત ઍક્સેસ પ્રારંભિક ખરીદીના એક વર્ષમાં આગામી રૂ. ૧,૧૯૭ ના ત્રણ રિચાર્જ બાદ લાગુ પડશે.

વપરાશકર્તાઓએ Vivo V50e માં Vi Movies & TV એપ ડાઉનલોડ કરી તેમાં સ્ટ્રીમિંગ શરૂ કરવા તેઓ Vi નંબરથી લોગ ઇન કરી મોટી સ્ક્રીન પર સ્ટ્રીમ કરવા માટે તેમના સ્માર્ટ ટીવીમાં લોગ ઇન કરવા તેઓ તે જ નંબરનો ઉપયોગ શકશે.

માહિતી મુજબ જાણવા મળ્યું છે કે Vi કંપની દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જે લોકો Vivo V50e ખરીદશે તેમના માટે ભારતમાં એક એક્સક્લુઝિવ પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે જેની કિંમત રૂ.1197 છે અને આ પ્લાનની
સમય મર્યાદા 84 દિવસ માટે માન્ય છે અને 12 મહિના સુધી OTT નું ઍક્સેસ મળશે જેમાં Vi Movies & TV સબ્સ્ક્રિપ્શન, Jio Hotstar, Zee 5, Sony Liv, Lionsgate Play, Fancode અને વધુ સહિત 17 OTT પ્લેટફોર્મનો સમાવેશ થશે એ સાથે ગ્રાહકોને 350 કરતાં પણ વધારે લાઈવ ટીવી ચેનલ પણ જોઈ શકશે. આ સાથે તેમને અમર્યાદિત વોઇસ કોલ્સ અને 100 રોજના SMS મળી રહેશે અને 3GB સુધીના ઈન્ટરનેટ ડેટા બેનીફીટ પણ મળી રહેશે.

Vivo V50e મોડેલની ચર્ચા કરીએ તો તેમાં MediaTek Dimensity 7300 SoC, 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મળી રહેશે અને બેટરીની વાત કરીએ તો તે 5,600mAh ક્ષમતા ધરાવતી બેટરી મળશે અને કેમેરો જોવા જઈએ તો તે 50-MP નો ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ એ સાથે 50-MP નો સેલ્ફી શૂટર લોન્ચ કરવામાં આવેલ તે સમયે દરેક વેરીયન્ટની કિંમત અલગ અલગ હતી જોવા જઈએ તો 8GB + 128GB અને 8GB + 256GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે રૂ.28,999 અને રૂ.30,999 હતી.

એ સાથે Vi જણાવે છે કે તેની આ Vivo સાથેની ભાગીદારી મુંબઈ, દિલ્હી, પટના અને ચંદીગઢ જેવા શહેરોમાં Vi ના 5G રોલઆઉટ સાથે જોવા મળશે. એ સાથે અગ્રણી ટેલિકોમ ઓપરેટરઓગસ્ટ 2025 સુધી દેશના 17 પ્રાથમિકતા વર્તુળોમાં 5G કનેક્ટિવિટીનો વિસ્તાર કરશે એવી વિચારણા મુજબ આ ટાર્ગેટ બનાવેલ છે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »