હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo T4 Lite 5G

વેચાણ માટે Vivo T4 Lite 5G ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ રહેશે.

હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo T4 Lite 5G

Photo Credit: Vivo

Vivo T4 Lite 5G 6,000mAh બેટરી સાથે આવશે

હાઇલાઇટ્સ
  • ગયા વર્ષના T3 Lite 5G ના અનુગામી તરીકે રજૂ થશે આ Vivo T4 Lite 5G
  • મીડિયાટેક ડાયમેન્સિટી તેમજ 6300 ચિપસેટ પર ચાલવાની અપેક્ષા છે
  • Vivo T4 Lite 5G આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે
જાહેરાત

ભારતમાં થોડાક સમયમાં લોન્ચ થશે Vivo T4 Lite 5G. લોન્ચિંગ માટેની ચોક્કસ તારીખ હજુ સુધી સામે આવી નથી પરંતુ vivo દ્વારા તેની વેબસાઇટ પર આ વિશેની માહિતી આપતા કહ્યું છે કે આની અંદાજિત કિંમત રૂ.10000 સુધીની જોઈ શકે છે અને તે વેચાણ માટે ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી સાઈટ પર ઉપલબ્ધ થશે. એ સાથે તેમાં AI સમર્થિત સુવિધાઓ હશે આ સાથે આ મોડેલમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ સાથે આવશે અને 1000 nits સુધીની પીક બ્રાઇટનેસ ઓફર કરનાર પ્રથમ જાહેર થયો તેમજ આ ફોનમાં 6000mAh ક્ષમતા ધરાવતી બેટરી આવશે એવી જાહેરાત થઈ છે અને આ રૂ.10000 સુધીનો એવો પહેલો ફોન છે જેમાં આટલી ક્ષમતા ધરાવતી બેટરી જોવા મળશે. બાકી Vivo T3 Lite 5G માં જોઈએ તો તેમાં 5,000mAh ની બેટરી હતી.

જાણો Vivo T4 Lite 5G ના ફિચર્સ :

Vivo કંપની દ્વારા આ ફોનના લોન્ચિંગ માટેની કોઈ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી પરંતુ ટૂંક સમયમાં એટલે કે આ મહિનાના અંત સુધીમાં જાહેર થશે અથવા તો લોન્ચ થશે એવું કહી શકાય.

અનેક ફિચર્સ સાથે મળશે આ ફોન અને તેની કિંમત જોવા જઈએ તો તે દરેક માણસ ખરીદી શકે તેટલી રખાઈ છે અને આ ફોનમાં કિંમત કરતાં વધુ ફિચર્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેમાં MediaTek Dimensity 6300 ચિપસેટ મળી રહેશે એ સાથે આની પરની ડિઝાઇનની વાત કરીએ તો તે સ્લિમ હશે.

Vivo T4 Lite 5G માં અગાઉ લોન્ચ થયેલ મોડેલ iQOO Z10 Lite જેવી જ વિશિષ્ટતાઓ ધરાવતો જોવા મળી શકે છે એવી અપેક્ષા રાખી શકાય. આ મોડેલ 18 જૂને લોન્ચ થશે એવી માહિતી સામે આવે છે એ સાથે આ iQOO ફોનમાં IP64-રેટેડ બિલ્ડ જોવા મળશે એ સાથે મીડિયાટેક ડાયમેન્સિટી જોવા જઈએ તો તે 6300 ચિપસેટ સાથે મળશે અને 50-MP નું મુખ્ય સેન્સર જોવા મળશે જેના દ્વારા સંચાલિત આ ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ આવશે જેનાથી વપરાશકર્તા આ ફોનમાં કેમેરાનો ઉપયોગ કરી શકાશે આ સાથે ફોનમાં સ્ટોરેજ જોવા જઈએ તો તે 8GB RAM સાથે 256GB સ્ટોરેજ મળી રહેશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »