વીવો દ્વારા મંગળવારે ભારતમાં તેની V60 સિરીઝના ફોનમાં વધુ એક ફોન Vivo V60e લોન્ચ કર્યો છે.
Photo Credit: Vivo
Vivo V60e માં 200-મેગાપિક્સલ મુખ્ય સેન્સર સાથે ડ્યુઅલ-રીઅર કેમેરા યુનિટ છે
વીવો દ્વારા મંગળવારે ભારતમાં તેની V60 સિરીઝના ફોનમાં વધુ એક ફોન Vivo V60e લોન્ચ કર્યો છે. Vivo V60e સ્માર્ટફોનમાં MediaTek Dimensity પ્રોસેસર આપવામાં આવું છે અને તેમાં 12GB સુધીની રેમ અને 256GB સુધી બિલ્ટ-ઇન સ્ટોરેજ આવે છે. આ ફોન AI ઇમેજિંગ ક્ષમતાઓ સાથે ડ્યુઅલ-રીઅર કેમેરાથી સજ્જ છે. તે 6,500mAh બેટરી સાથે આવશે અને તે ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Vivo V60e એન્ડ્રોઇડ 15-આધારિત FuntouchOS 15 પર ચાલે છે. તેમાં, 6.77 ઇંચ ક્વાડ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તે રીફ્રેશ રેટ 120Hz, 1,600 નિટ્સ સુધીની લોકલ પીક બ્રાઇટનેસ, 1.07 બિલિયન કલર અને લો બ્લુ લાઇટ સર્ટિફિકેશન સાથે આવશે. તેની સ્ક્રીનમાં ડાયમંડ શીલ્ડ ગ્લાસ પણ છે. તે મીડિયાટેક ડાયમેન્સિટી 7360-ટર્બો ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોન બે કલરમાં ઉપલબ્ધ છે અને તેમાં સ્ટોરેજના ઘણા વિકલ્પ આપવામાં આવ્યા છે.
Vivo V60e માં 200 મેગાપિક્સલ પ્રાઇમરી શૂટર સાથે ડ્યુઅલ-રીઅર કેમેરા યુનિટ છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS), 30x ઝૂમ અને 85mm પોટ્રેટ ઇમેજિંગને સપોર્ટ કરે છે. મુખ્ય કેમેરામાં 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ-એંગલ લેન્સ અને Aura Light આપવામાં આવી છે, જેનો ઉપયોગ LED ફ્લેશ તરીકે પણ થઈ શકે છે. ફ્રન્ટ કેમેરા જોઈએ તો, AI Aura Light Portrait સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો Eye Auto-Focus Group Selfie Camera છે. કંપનીએ કહ્યું કે આ ભારતનો પહેલો ફોન છે જે AI ફેસ્ટિવલ પોટ્રેટ, AI ફોર સીઝન પોટ્રેટ અને ઇમેજ એક્સપાન્ડર ફીચર્સથી સજ્જ છે.
Vivo V60e 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને તેમાં 6,500mAh બેટરી છે. Vivo V60e NFC, IR બ્લાસ્ટર અને કનેક્ટિવિટી માટે 360-ડિગ્રી ઓમ્નિડાયરેક્શનલ એન્ટેનાને સપોર્ટ કરે છે. Vivo એ આ ફોનમાં AI કેપ્શન, AI Erase 3.0, AI સ્માર્ટ કોલ આસિસ્ટન્ટ અને જેમિની જેવા ઘણા AI આપ્યા છે. તે ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP68 + IP69 રેટિંગ ધરાવે છે.
ભારતમાં Vivo V60e 8GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 29,999 છે, જ્યારે 8GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 31,999 રૂપિયા છે. આ ઉપરાંત સૌથી વધુ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવતા આ ફોનની કિંમત રૂ. 33,999 રૂપિયા છે. આ ફોન એલીટ પર્પલ અને નોબલ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે. Vivo V60e ફોન ગ્રાહક કંપનીના ઓનલાઈન સ્ટોર દ્વારા ખરીદી શકાશે.
જાહેરાત
જાહેરાત