Photo Credit: Vivo
Vivo Y300 GT કાળા અને શેમ્પેઈન ગોલ્ડ શેડ્સમાં આવવાની ટીઝ કરવામાં આવી રહી છે
ગયા વર્ષે Vivo Y300 અને Vivo Y300 Pro લોન્ચ થયા હતા હવે એ જ સિરિઝમા vivo કંપની નવા વર્ઝનનો ઉમેરો કરવા જઈ રહી છે જેની અપડેટ હમણાં અઠવાડિયા પહેલા જ મળી રહી છે છે જે નવા વર્ઝન છે એમાં Vivo Y300 Pro+ અને Vivo Y300t મોબાઈલ ફોનના વેરિયન્ટ્સ જોવા મળશે એ સાથે એવું પણ કહે છે કે હવે પછીની સિરીઝમા Vivo Y300 GT જોવા મળશે એ સાથે હમણાં પ્રો વર્ઝન iQOO Z10 Turbo જે લોન્ચ થયું છે તેના જેવું જ આ વર્ઝન હોઈ શકે છે.
Vivo Y300 GTની ડિઝાઈનસ્ જોવા જઈએ તો ગયા સોમવારે ચીનમાં લોન્ચ થયેલ iQOO Z10 ટર્બો સિરીઝના હેન્ડસેટ્સ જેવી છે. Vivo Y300 GTની ઈમેજ જોતા જણાય છે કે Vivo Y300 GT ડિસ્પ્લે સ્લિમ બેઝ છે.
એ સાથે ટોચ પર મધ્ય-સંરેખિત છિદ્ર-પંચ કટઆઉટ સાથે ફ્લેટ ડિસ્પ્લે જોવા મળી શકે છે. હેન્ડસેટ મીડિયાટેક ડાયમેન્સિટી 8400 SoC અને 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે જેની બેટરી 7,620mAh સુધીની રહેશે.
લોન્ચિંગ ની તારીખ જોવા જઈએ તો ચીનમાં 9 મે 2025ના રોજ લોન્ચ થવાની શક્યતાઓ છે જે અંદાજિત સવારે 10 વાગ્યા સુધી લોન્ચ થશે. Vivo Y300 GT ના કેમેરાની વાત કરીએ તો બે કેમેરા છે જેમાં સેન્સર સાથેનું "સ્ક્વિર્કલ" રીઅર કેમેરા એ મોડ્યુલ અને રીંગ જેવું જોવા મળશે જે LED ફ્લેશ સાથે આવશે. મોબાઈલમાં જમણી સાઈડ પાવર બટન અને વોલ્યુમ બટન જોવા મળી શકે છે. કલર ઓપ્સન્સમાં જોવા જઈએ તો બ્લેક તેમજ ગોલ્ડન હોવાની શક્યતાઓ છે જે જાણકારી મુજબ આ કલર મોબાઈલની પ્રોમોસનલ ઇમેજમાં જોવા મળ્યા હતા.
શક્યતા મુજબ Vivo Y200 GTમાં 50-મેગાપિક્સલનો કેમેરો છે તેમજ Sony LYT-600 મુખ્ય પાછળનો સેન્સર 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર હશે એ સાથે 16-મેગાપિક્સલનો સેલ્ફી શૂટર હોઈ શકે છે. તે SGS લો બ્લુ લાઇટ તેમજ લો ફ્લિકરના પ્રમાણપત્રો સાથે 6.78-ઇંચ સુધીની ડિસ્પ્લે તેમજ 144Hz 1.5K AMOLED સ્ક્રીન જોવા મળી શકે છે.
જાહેરાત
જાહેરાત