Vivo X200 FEમાં મીડિયાસેટ ડાયમેન્સિટી 9300+ ચિપસેટ, 6,500m બેટરી અને 90Wનું ફાસ્ટ ચાર્જિંગ

Vivo X Fold 5 and Vivo X200 FE સ્માર્ટ ફોન ૧૪ જુલાઈએ ભારતમાં રજૂ થાય તે પહેલા જ તેની કિંમત લીક થઈ ગઈ છે.

Vivo X200 FEમાં મીડિયાસેટ ડાયમેન્સિટી 9300+ ચિપસેટ, 6,500m બેટરી અને 90Wનું ફાસ્ટ ચાર્જિંગ

Photo Credit: Vivo

Vivo X Fold 5 અને Vivo X200 FE ફ્લિપકાર્ટ દ્વારા ઉપલબ્ધ થશે

હાઇલાઇટ્સ
  • આ સ્માર્ટફોન કંપનીની વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર મળશે
  • Vivo X Fold 5 અને X200 FE ફોનમાં અનુક્રમે 6,000mAh અને 6,500mAh બેટરી
  • ફોનમાં એન્ડ્રાઇડ 15 આધારિત FuntouchOS 15 આપવામાં આવ્યું છે. જે ફોનના વપરા
જાહેરાત

Vivo X Fold 5 and Vivo X200 FE સ્માર્ટ ફોન ૧૪ જુલાઈએ ભારતમાં રજૂ થાય તે પહેલા જ તેની કિંમત લીક થઈ ગઈ છે. Vivo X Fold 5 અને Vivo X200 FE બંને બજારમાં ઉતારવાની તૈયારી ચાલે છે. આ ફોન પહેલા જ ચીન અને તાઈવાનમાં લોન્ચ કરાયા છે. કંપની દ્વારા તેના ફીચર્સ અંગેની માહિતી આપી છે અને તે પ્રમાણે તેમાં ભારતીય વેરિયન્ટમાં Zeiss લેન્સ ધરાવતા રેર કેમેરા આપવામાં આવ્યા છે જેનાથી લેવાતા પિક્ચરની ક્વોલિટી ઘણી સારી આવે છે Vivo X Fold 5 અને X200 FE ફોનમાં અનુક્રમે 6,000mAh અને 6,500mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન કંપનીની વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર મળશે. ફોન બજારમાં આવે તે અગાઉ જ તેના ભાવ અંગેની માહિતી બહાર આવી છે.

Vivo X Fold 5, Vivo X200 FEની ભારતમાં વેચાણ કિંમત (અપેક્ષિત)

અભિષેક યાદવ (@yabhishekhd) ના જણાવ્યા મુજબ બજારમાં આવી રહેલા વીવો મોડેલના ફોનમાં Vivo X200 FE ના 12GB+256GB ના ફોની કિંમત રૂ. 54,999 અને 16GB+512GB કન્ફિગરેશન ધરાવતા ફોનનું મૂલ્ય રૂ. 59,999 રહી શકે છે. આ સાથે Vivo X Fold 5માં એક જ મોડેલ 16GB+512G છે અને તેની કિંમત ભારતમાં રૂ. 1,49,999 હોઈ શકે છે. આ બંને ફોન ભારતમાં ૧૪ જુલાઈએ 12 વાગે લોન્ચ કરશે.

Vivo X200 FEના ભારતીય વર્ઝનના ફોનમાં મીડિયાસેટ ડાયમેન્સિટી 9300+ ચિપસેટ, 6,500m બેટરી અને 90Wનું ફાસ્ટ ચાર્જિંગ અપાયું છે. તેમાં 6.31-inch AMOLED ડિસ્પ્લે છે. તેનું માપ 7.99mm રહેશે અને તેનું વજન 186 ગ્રામ રહેશે. તેને ધૂળ અને પાણી સામે સુરક્ષા દર્શાવતું IP68+IP69 રેટિંગ મળ્યું છે.

Vivo X Fold 5 ફોલ્ડ કરી શકાય તેવો આ સ્માર્ટફોન ટાઇટેનિયમ ગ્રે શેડમાં મળશે, આ ઉપરાંત ટીમ વ્હાઇટ કલર પણ આપી શકે છે. જ્યારે Vivo X200 FE Amber Yellow, Frost Blue, અને Luxe Grey શેડમાં મળશે. તેનો કેમેરા ઝીસસ ટ્યૂન્ડ ટ્રિપલ રિયર કેમેરા છે જેમાં, 50-megapixel પ્રાઇમરી સેન્સર, 50-megapixel ટેલિફોટો શૂટર અને 8 megapixelનો અલ્ટ્રાવાઈડ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં એન્ડ્રાઇડ 15 આધારિત FuntouchOS 15 આપવામાં આવ્યું છે. જે ફોનના વપરાશને સ્મૂધ બનાવશે. Vivo X200 FE માં ડ્યુઅલ સીમ છે અને 120 Hz રિફ્રેશ રેટ અને 460 ppi pixel ડેન્સિટી છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »