Vivo X Fold 6 બ્લુ હોલ , પોલરનાઈટ અને સોલ્ટ લેક કલર વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે .
Photo Credit: Vivo
Vivo X Fold 6 માં કવર સ્ક્રીન પર 20 મેગાપિક્સલનો કેમેરા છે
Vivo એ ચીનમાં યોજાયેલા જૂન 2026 ના લોન્ચ ઇવેન્ટ દરમિયાન તેનો નવો પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 6 રજૂ કર્યો છે . કંપનીના નવા બુક - સ્ટાઇલ ફોલ્ડેબલ ફોનમાં આકર્ષક ડિઝાઈન સાથે ગોળાકાર રિયર કેમેરા મોડયુલ આપવામાં આવ્યું છે . ફોનમાં 8.02 ઈંચનું M14 AMOLED ફોલ્ડેબલ ડિસ્પ્લે અને 6.51 ઇંચની AMOLED કવર સ્ક્રીન છે . બંને ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને HDR સપોર્ટ સાથે આવે છે .
વાત કરીએ કિંમતની તો Vivo X Fold 6 ની શરૂઆતની કિંમત CNY 7,999 આશરે 1.11 લાખ રૂપિયા રાખવામાં આવી છે , જયારે ટોપ 16GB + 1TB વેરિઅન્ટની કિંમત CNY 10,999 આશરે 1.53 લાખ રૂપિયા . કંપનીએ ખાસ " Black Gold Edition " પણ લોન્ચ કરી છે , જેની કિંમત CNY 11,299 આશરે 1.57 લાખ રૂપિયા છે . આ ફોન 1 જુલાઈથી ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે અને Blue Hole , Polar Night તથા Salt Lake જેવા કલર વિકલ્પોમાં મળશે .
Vivo X Fold 6 માં 3nm આધારિત Media Tek Dimensity 9500 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે 16GB સુધી LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.1 સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે . સ્માર્ટફોન Android 16 આધારિત OriginOS 6 Fold પર કાર્ય કરે છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં Zeiss ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં 200MP મુખ્ય કેમેરા , 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે , જે 100x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે . આ ઉપરાંત અંદરની અને કવર સ્ક્રીન પર 20MP ના બે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે . ફોન 8K વિડીયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે .
આ સ્માર્ટફોનમાં 7,000mAh બેટરી આપવામાં આવી છે , જે 80W વાયર્ડ અને 40W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G , Wi-Fi 7 , Bluetooth 5.4 , USB Type - C , GPS , NavIC સહિતના આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે . ધૂળ અને પાણીથી સુરક્ષા માટે ફોનને IP58 અને IP59 રેટિંગ પણ મળ્યું છે .
જાહેરાત
જાહેરાત
Vivo X Fold 6 Launched With 7,000mAh Battery, 8.02-Inch Samsung M14 Foldable Display: Price, Specifications