Vivo X Fold 6ની એન્ટ્રી : 8.02 ઇંચ ડિસ્પ્લે , Dimensity 9500 ચિપ અને 1TB સ્ટોરેજનો સપોર્ટ

Vivo X Fold 6 બ્લુ હોલ , પોલરનાઈટ અને સોલ્ટ લેક કલર વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે .

Vivo X Fold 6ની એન્ટ્રી : 8.02 ઇંચ ડિસ્પ્લે , Dimensity 9500 ચિપ અને 1TB સ્ટોરેજનો સપોર્ટ

Photo Credit: Vivo

Vivo X Fold 6 માં કવર સ્ક્રીન પર 20 મેગાપિક્સલનો કેમેરા છે

હાઇલાઇટ્સ
  • વીવોએ ચીનમાં Vivo X Fold 6 લોન્ચ કર્યો
  • Vivo X Fold 6 માં 3nm આધારિત Media Tek Dimensity 9500 પ્રોસેસર
  • સ્માર્ટફોનમાં 7,000mAh બેટરી આપવામાં આવી છે
જાહેરાત

Vivo એ ચીનમાં યોજાયેલા જૂન 2026 ના લોન્ચ ઇવેન્ટ દરમિયાન તેનો નવો પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 6 રજૂ કર્યો છે . કંપનીના નવા બુક - સ્ટાઇલ ફોલ્ડેબલ ફોનમાં આકર્ષક ડિઝાઈન સાથે ગોળાકાર રિયર કેમેરા મોડયુલ આપવામાં આવ્યું છે . ફોનમાં 8.02 ઈંચનું M14 AMOLED ફોલ્ડેબલ ડિસ્પ્લે અને 6.51 ઇંચની AMOLED કવર સ્ક્રીન છે . બંને ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને HDR સપોર્ટ સાથે આવે છે .

Vivo X Fold 6 કિંમત :

વાત કરીએ કિંમતની તો Vivo X Fold 6 ની શરૂઆતની કિંમત CNY 7,999 આશરે 1.11 લાખ રૂપિયા રાખવામાં આવી છે , જયારે ટોપ 16GB + 1TB વેરિઅન્ટની કિંમત CNY 10,999 આશરે 1.53 લાખ રૂપિયા . કંપનીએ ખાસ " Black Gold Edition " પણ લોન્ચ કરી છે , જેની કિંમત CNY 11,299 આશરે 1.57 લાખ રૂપિયા છે . આ ફોન 1 જુલાઈથી ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે અને Blue Hole , Polar Night તથા Salt Lake જેવા કલર વિકલ્પોમાં મળશે .

Latest and Breaking News on NDTV

Vivo X Fold 6  ફીચર્સ :

Vivo X Fold 6 માં 3nm આધારિત Media Tek Dimensity 9500 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે  16GB સુધી LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.1 સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે . સ્માર્ટફોન Android 16 આધારિત OriginOS 6 Fold પર કાર્ય કરે છે .

ફોટોગ્રાફી માટે ફોનમાં Zeiss ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં 200MP મુખ્ય કેમેરા , 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે , જે 100x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે . આ ઉપરાંત અંદરની અને કવર સ્ક્રીન પર 20MP ના બે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે .  ફોન 8K વિડીયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે .

આ સ્માર્ટફોનમાં 7,000mAh બેટરી આપવામાં આવી છે , જે 80W વાયર્ડ અને 40W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G , Wi-Fi 7 , Bluetooth 5.4 , USB Type - C , GPS , NavIC સહિતના આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે . ધૂળ અને પાણીથી સુરક્ષા માટે ફોનને IP58 અને IP59 રેટિંગ પણ મળ્યું છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ફ્લિપકાર્ટ પર Oppo Find X9s સસ્તો થયો , બેંક ઓફરથી મળશે , રૂપિયા 4000 નું વધારાનું ડિસ્કાઉન્ટ
  2. Vivo X Fold 6ની એન્ટ્રી : 8.02 ઇંચ ડિસ્પ્લે , Dimensity 9500 ચિપ અને 1TB સ્ટોરેજનો સપોર્ટ
  3. 5,050mAh બેટરી અને Android 16 સાથે Vivo Y05eના ફીચર્સ આવ્યા સામે
  4. 50MP કેમેરા અને 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT 7T પર જબરદસ્ત ઓફર
  5. Google Financeમાં નવા પોર્ટફોલિયો ટૂલ્સ અને AI માર્કેટ બ્રીફિંગ્સની એન્ટ્રી
  6. Oppo Reno 16 અને Oppo Reno 16F રજૂ , Snapdragon 7 Gen 4 , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવ્યા
  7. 8849 Tank 5 માં બિલ્ટ - ઇન 2K પ્રોજેક્ટર , 36GB સુધી RAM અને 120W ફાસ્ટ ચાર્જિંગ
  8. Airtel Thanks App પર ખાસ ઓફર : LinkedIn Premium અને EazyDiner Prime સબ્સ્ક્રિપ્શન ફ્રી
  9. Google Pixel 10 ડીલ ધમાકેદાર : Amazon પર કિંમતમાં કાપ , બેંક ઓફર અને એક્સચેન્જથી વધુ બચત
  10. ભારતમાં Amazon Now સેવાનો મોટો વિસ્તરણ , ડિલિવરી કર્મચારીઓ માટે ' સમ્માન ' યોજના જાહેર
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »