8849 Tank 5 માં બિલ્ટ - ઇન 2K પ્રોજેક્ટર , 36GB સુધી RAM અને 120W ફાસ્ટ ચાર્જિંગ

ચીની સ્માર્ટફોન ઉત્પાદક 8849 એ એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે

8849 Tank 5 માં બિલ્ટ - ઇન 2K પ્રોજેક્ટર , 36GB સુધી RAM અને 120W ફાસ્ટ ચાર્જિંગ

Photo Credit: 8849

8849 Tank 5 રગ્ડ ફોનમાં 6.73 ઇંચની 3K AMOLED અલ્ટ્રા બ્રાઇટ ડિસ્પ્લે છે

હાઇલાઇટ્સ
  • 8849 એ બિલ્ટ - ઈન પ્રોજેક્ટર સાથેનો નવો રગ્ડ સ્માર્ટફોન 8849 Tank 5 લોન્
  • તે ફક્ત અંધારામાં જ નહીં પરંતુ દિવસ દરમિયાન અથવા આઉટડોર વિસ્તારમાં પણ
  • પાવર માટે ફોનમાં 17,600mAhની મોટી બેટરી આપવામાં આવી છે
જાહેરાત

ચીની સ્માર્ટફોન બ્રાન્ડ 8849 એ બિલ્ટ - ઈન પ્રોજેક્ટર સાથેનો નવો રગ્ડ સ્માર્ટફોન 8849 Tank 5 લોન્ચ કર્યો છે . આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે , જેમને મજબૂત ડિઝાઈન સાથે અનોખા ફીચર્સની જરૂર હોય . ફોનમાં આપવામાં આવેલું હાઈ - બ્રાઈટનેસ પ્રોજેક્ટર દિવસ અને રાત બંને સમયે સ્પષ્ટ રીતે કન્ટેન્ટ પ્રોજેક્ટ કરી શકે છે . કંપનીના જણાવ્યા અનુસાર , પ્રોજેક્ટર હાઈ - બ્રાઈટનેસ મોડમાં 5 કલાક અને નાઈટ મોડમાં 6 કલાક સુધી સતત કામ કરી શકે છે .

8849 Tank 5  ની કિંમત :

8849 Tank 5  ના 18GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 899.99 ડોલર ( આશરે 84,800 ) રાખવામાં આવી છે . આ સ્માર્ટફોન કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી ખરીદી શકાય છે .

બિલ્ટ - ઈન 2K પ્રોજેક્ટર 

આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનું 220 - લ્યુમેન બ્રાઇટનેસ ધરાવતું 2K પ્રોજેક્ટર છે , જે 2048 x 1080 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે . તે ફક્ત અંધારામાં જ નહીં પરંતુ દિવસ દરમિયાન અથવા આઉટડોર વિસ્તારમાં પણ સ્પષ્ટ પ્રોજેક્શન આપે છે . આ ઉપરાંત , ફોનમાં 4 મીટર લેસર ઓટોફોક્સ , કીસ્ટોન કરેક્શન અને 97dB સ્માર્ટ PA સ્પીકર આપવામાં આવ્યું છે , જે મૂવી જોવા અને પ્રેઝન્ટેશન માટે વધુ સારો અનુભવ આપે છે .

8849 Tank 5 ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

8849 Tank 5 માં 6.73 ઇંચની 3K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 3000 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . સ્માર્ટફોન Android 16 પર ચાલે છે અને કંપની તેની સાથે 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપવાની ખાતરી આપે છે .

પરફોર્મન્સ માટે તેમાં 4nm Media Tek Dimensity 9400e  ઓકટા  - કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે . કનેક્ટિવિટી માટે ફોનમાં ડયુઅલ સિમ , Wi - Fi  7 , Bluetooth 5.4 , ડયુઅલ - ફ્રિકવન્સી GPS અને USB Type - C પોર્ટ જેવી સુવિધાઓ મળે છે .

ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP મુખ્ય કેમેરા , 50MP ટેલિફોટો કેમેરા અને 50MP નાઈટ વિઝન કેમેરા આપવામાં આવ્યા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

પાવર માટે ફોનમાં 17,600mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને કંપની મુજબ લગભગ 90 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે . આ સ્માર્ટફોનમાં 18GB ફિઝિકલ RAM સાથે  18GB વર્ચ્યુઅલ RAM એટલે કે કુલ 36GB RAM નો અનુભવ મળે છે . આ ઉપરાંત તેમાં 512GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે . જેને microSD કાર્ડ દ્રારા 2TB સુધી વધારી શકાય છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo Reno 16 અને Oppo Reno 16F રજૂ , Snapdragon 7 Gen 4 , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવ્યા
  2. 8849 Tank 5 માં બિલ્ટ - ઇન 2K પ્રોજેક્ટર , 36GB સુધી RAM અને 120W ફાસ્ટ ચાર્જિંગ
  3. Airtel Thanks App પર ખાસ ઓફર : LinkedIn Premium અને EazyDiner Prime સબ્સ્ક્રિપ્શન ફ્રી
  4. Google Pixel 10 ડીલ ધમાકેદાર : Amazon પર કિંમતમાં કાપ , બેંક ઓફર અને એક્સચેન્જથી વધુ બચત
  5. ભારતમાં Amazon Now સેવાનો મોટો વિસ્તરણ , ડિલિવરી કર્મચારીઓ માટે ' સમ્માન ' યોજના જાહેર
  6. Vivo X Fold 6 માં 200MP કેમેરા , 8.02 ઇંચ ડિસ્પ્લે અને નવી Dimensity 9500 ચિપ મળવાની શક્યતા
  7. Samsung Galaxy S26+ ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ બાદ કિંમત ઘટીને રૂપિયા 82,450 સુધી
  8. 1 જુલાઈથી આધાર એપમાં મળશે મોટી રાહત , ઇમેઇલ ID અપડેટ પર નહીં લાગે કોઈ ચાર્જ
  9. 13MP કેમેરા , Helio G81 અલ્ટ્રા ચિપ અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે Redmi 17C રજૂ
  10. 160W અને 120W મોડેલ સાથે itelની એન્ટ્રી , iThumpX BASS અને Bluetooth 5.3 જેવી સુવિધાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »