Vivo Y19s 5G લાંબી ચાલતી 6000mAh બેટરી, 6.74″ 90Hz ડિસ્પ્લે અને Android 15 સાથે રજૂ થયો છે. તેમાં Dimensity 6300 ચિપસેટ, ડ્યુઅલ કેમેરા અને 5G સપોર્ટ આપવામાં આવ્યા છે.
Photo Credit: Vivo
Vivo Y19s 5G માં 13-મેગાપિક્સલનો પ્રાથમિક રીઅર કેમેરા છે
Vivo Y19s 5G ભારતીય સ્માર્ટફોન બજારમાં પોતાની એન્ટ્રી સાથે જ ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે. ખાસ કરીને લાંબો બેટરી બેકઅપ, આધુનિક ડિઝાઇન અને 5G સપોર્ટ તેની સૌથી મોટી ખાસિયતોમાં થાય છે. તેમાં આપવામાં આવેલી 6000mAh ની પાવરફુલ બેટરી દિવસભરના હેવી યૂઝમાં પણ સારું સરવાળું પર્ફોર્મન્સ આપે છે, એટલે વારંવાર ચાર્જિંગની ચિંતા ઓછી રહે છે. કિંમતની સત્તાવાર જાહેરાત હજી બાકી છે, પરંતુ Vivo India વેબસાઇટ મુજબ ફોન Titanium Silver અને Majestic Green જેવી આકર્ષક કલર ઓપ્શન સાથે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, 4GB+64GB, 4GB+128GB અને 6GB+128GB એમ ત્રણ સ્ટોરેજ વિકલ્પ પણ આપવામાં આવશે, જેથી યુઝર પોતાની જરૂર મુજબ પસંદગી કરી શકે. Vivo Y19s 5G સ્માર્ટફોન MediaTek Dimensity 6300 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે 6nm ટેક્નોલોજી આધારિત ઓક્ટા-કોર CPU ધરાવે છે. જે 2.4GHz સુધીની પીક ક્લોક સ્પીડ પ્રદાન કરી, ડેઇલી ટાસ્ક, મલ્ટીટાસ્કિંગ અને લાઇટ ગેમિંગમાં સ્મૂથ પરફોર્મન્સ આપે છે. 6.74 ઇંચની મોટી LCD સ્ક્રીન, 90Hz રિફ્રેશ રેટ અને 700 nits સુધીની પીક બ્રાઈટનેસ સાથે આવે છે, જેના કારણે બ્રાઉઝિંગ, વીડિયો સ્ટ્રીમિંગ તથા ગેમિંગનો અનુભવ વધુ પ્રભાવશાળી બને છે. સ્મૂથ સ્ક્રોલિંગ અને કલર રિપ્રોડક્શન ખાસ કરીને તેની તાકાત ગણાય.
ફોટોગ્રાફીની વાત કરીએ તો Vivo Y19s 5G માં પાછળની બાજુએ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 13MP પ્રાઈમરી સેન્સર સાથે 0.8MP સેકન્ડરી લેન્સ વિવિધ ફોટોગ્રાફી જરૂરિયાતોને પુરા કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે તે 5MP ફ્રન્ટ કેમેરાને સમાવે છે. નાઇટ મોડ, પોટ્રેટ, લાઈવ ફોટો, સ્લો મોશન અને ટાઈમ-લેપ્સ જેવી સુવિધાઓ સાથે તેનો કેમેરા અનુભવ વધુ ઉપયોગી બને છે.
ફોન 4GB થી 6GB સુધી RAM અને 64GB તથા 128GB ઓનબોર્ડ સ્ટોરેજ વિકલ્પ સાથે આવે છે. જો સ્ટોરેજ ઓછું પડે તો માઇક્રો SD કાર્ડ દ્વારા 2TB સુધી વધારવાની સુવિધા પણ આપવામાં આવી છે, જે મોટા ફોટો, વીડિયો અથવા ફાઇલ્સ સ્ટોર કરનારા યૂઝર્સ માટે સગવડભરી છે. સોફ્ટવેરની વાત કરીએ તો સ્માર્ટફોન Android 15 આધારિત FuntouchOS 15 પર ચાલે છે, જે યૂઝરને અપડેટેડ UI, વધારે કસ્ટમાઈઝેશન અને નવીન સોફ્ટવેર ફીચર્સનો અનુભવ કરાવે છે.
સિક્યોરિટીની દ્રષ્ટિએ સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, એક્સિલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ, પ્રોક્સિમિટી સેન્સર અને ઇ-કંપાસનો સમાવેશ થાય છે. કનેક્ટિવિટીમાં Dual Wi-Fi, Bluetooth 5.4, USB Type-C, GPS, BeiDou, GLONASS, Galileo અને QZSS જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે, જે સ્ટેબલ નેટવર્કિંગ અને લોકેશન સિસ્ટમ માટે સકારાત્મક સાબિત થાય છે. વધુમાં, IP64 રેટિંગ સાથે ફોન ધૂળ અને પાણીની છાંટ સામે રક્ષણ આપે છે, જેથી રોજિંદા ઉપયોગમાં ચિંતા રહેતી નથી.
6,000mAh બેટરી 15W ચાર્જિંગ સપોર્ટ સાથે મળે છે, જે સામાન્ય રીતે દિવસભરનું ઓલરાઉન્ડ પર્ફોર્મન્સ આપે છે. વજન લગભગ 199 ગ્રામ અને માપ 167.3×76.95×8.19mm હોવાથી સ્માર્ટફોન હાથમાં પકડી રાખવા અનુકૂળ લાગે છે.
જાહેરાત
જાહેરાત