Amazon Prime Day Sale અને Flipkart GOAT Sale 4 જુલાઈથી શરૂ થઈ રહી છે
Photo Credit: AI Generated
Flipkart GOAT અને Amazon Prime Day Sale 2026 4 જુલાઈથી શરૂ થઈ રહી છે
ભારતના બે મોટા ઈ - કોમર્સ પ્લેટફોર્મ Amazon અને Flipkart ફરી એકવાર પોતાની મેગા સેલ સાથે ગ્રાહકોને આકર્ષવા તૈયાર છે . 4 જુલાઈથી એક તરફ Amazon Prime Day Sale શરૂ થશે તો બીજી તરફ Flipkart GOAT Sale 2026 પણ લાઈવ થશે . બંને કંપનીઓ સ્માર્ટફોન , લેપટોપ , ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર્સ આપી રહી છે . જોકે , બન્ને સેલનું લક્ષ્ય અલગ-અલગ પ્રકારના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે .
Amazon Prime Day Sale 4 જુલાઈથી 6 જુલાઈ સુધી ચાલશે અને તેનો લાભ માત્ર Prime Membrs જ લઈ શકશે . જો તમારી પાસે Prime મેમ્બરશિપ નથી , તો સેલ શરૂ તે પહેલાં તેને ખરીદી શકાય છે . Amazon વર્ષના રૂપિયા 399માં Shopping - Only Prime Membership નો વિકલ્પ પણ આપે છે .
બીજી તરફ Flipkart GOAT Sale તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે . જોકે Flipkart Plus સભ્યોને સામાન્ય ગ્રાહકો કરતાં 24 કલાક પહેલા Early Access આપવામાં આવશે .
Amazon Prime Day Sale દરમિયાન SBI અને Axis Bank ના ક્રેડિટ કાર્ડ દ્રારા સંપૂર્ણ પેમેન્ટ અથવા EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત Amazon Pay ICICI Bank Credit Card ધારકોને સંપૂર્ણ પેમેન્ટ પર 5 ટકા અનલિમિટેડ કેશબેક મળશે .
Flipkart GOAT Sale માં ICICI Bank, Bank of Baroda અને HSBC Bank ના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે . જયારે Flipkart Axis Bank અને Flipkart SBI Bank ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર ગ્રાહકોને વધારાનો કેશબેક પણ મળી શકે છે .
Amazon Prime સભ્યોને ઝડપી ડિલિવરી ઉપરાંત Prime Video , Prime Music અને અન્ય Prime સેવાઓનો લાભ મળતો રહેશે . જયારે Flipkart Plus સભ્યોને Early Access સાથે SuperCoins જેવા વધારાના લાભ પણ મળશે .
Amazonનો દાવો છે કે Prime Day Sale દરમિયાન 500 થી વધુ નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે અને 15,000 થી વધુ ડિલ્સ ઉપલબ્ધ રહેશે . બીજી તરફ Flipkart GOAT Saleનો મુખ્ય ફોક્સ iPhone સિરીઝ અને અન્ય પ્રીમિયમ સ્માર્ટફોન પર છે .
Amazon દ્રારા જાહેર કરાયેલી ઓફર્સ મુજબ Samsung Galaxy S25 Ultra રૂપિયા 84,999, OnePlus 13 રૂપિયા 49,999 , OnePlus 15R રૂપિયા 48,999 અને OnePlus N6 રૂપિયા 19,999 ની અસરકારક કિંમતે ઉપલબ્ધ રહેશે .
જયારે Flipkart GOAT saleમાં iPhone 17 રૂપિયા 70,990 અને iPhone 17 Pro રૂપિયા 1,12,900 ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે . આ ઉપરાંત iPhone 16, iPhone 15 સિરીઝ અને અન્ય પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર પણ આકર્ષક ઓફર્સ મળવાની શક્યતા છે .
જો તમે આ દિવસોમાં નવો સ્માર્ટફોન અથવા અન્ય ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો તમારી જરૂરિયાત , મેમ્બરશિપ અને ઉપલબ્ધ બેંક ઓફર્સને ધ્યાનમાં રાખીને યોગ્ય સેલ પસંદ કરવી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે .
જાહેરાત
જાહેરાત
PS Plus Monthly Games for July Include Call of Duty: Modern Warfare 3, For the King 2 and CrossCode
Garmin Forerunner 70, Forerunner 170, Forerunner 170 Music Launched in India With 1.2-Inch Display, Up to 13 Days Battery Life