Appleમાં મોટો બદલાવ : Tim Cook બાદ John Ternus સંભાળશે કમાન

1998થી એપલ સાથે જોડાયેલા ટિમ કૂક હવે એકિઝકયુટિવ ચેરમેનનું પદ સંભાળશે

Appleમાં મોટો બદલાવ :  Tim Cook  બાદ  John Ternus સંભાળશે કમાન

Photo Credit: Apple

જોન ટર્નસ (ડાબે ) અને ટિમ કૂક (જમણે )

હાઇલાઇટ્સ
  • ટિમ કૂક આ વર્ષના અંત સુધી પોતાના પદ પરથી રાજીનામુ આપશે
  • નવા CEO તરીકે John Ternus
  • નેતૃત્વનો પરિવર્તન 1 સપ્ટેમ્બર , 2026થી અમલમાં
જાહેરાત

Apple એ સોમવારે મોટી જાહેરાત કરી છે કે કંપનીના હાલના CEO ટિમ કૂક આ વર્ષના અંત સુધી પોતાના પદ પરથી રાજીનામુ આપશે . તેમના પછી નવા CEO તરીકે John Ternus જવાબદારી સંભાળશે . આ નેતૃત્વનો પરિવર્તન 1 સપ્ટેમ્બર , 2026થી અમલમાં આવશે .કંપનીએ જણાવ્યું છે કે આ નિર્ણય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્રારા બધાની સંમતિથી લેવાયો છે અને 2011 માં Steve Jobsના અવસાન પછીનો સૌથી મોટો બદલાવ  માનવામાં આવે છે . ટિમ કૂક હવે Apple ના CEO પદ છોડીને એકિઝકયુટિવ ચેરમેન તરીકે નવી ભૂમિકા સંભાળશે , જેમાં તેઓ કંપની સાથે જોડાયેલા  રહેશે અને ખાસ કરીને વૈશ્વિક નીતિ અને સ્ટ્રેટેજિક મુદ્દાઓ પર કામ કરશે .

ટિમ કૂકનું નિવેદન 
ટિમ કૂકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે એપલનું નેતૃત્વ કરવું તેમના જીવનનો સૌથી મોટો અનુભવ રહ્યો છે . ટિમ કૂકના નેતૃત્વ હેઠળ એપલનું બજાર  મૂલ્ય લગભગ $350 બિલિયનથી વધીને $4 ટ્રિલિયન સુધી પહોંચ્યું . તેમને વિશ્વાસ છે કે John Ternus કંપનીને  ભવિષ્યમાં  સફળતાપૂર્વક આગળ લઈ જશે . બીજી તરફ John Ternus કહ્યું કે તેમને આ તક માટે પોતાના પર ગર્વ છે અને તેઓ એપલના મૂલ્યો અને વિઝનને  આગળ વધારવા માટે સતત કાર્યરત રહેશે ,

જોન ટર્નસ 
જોન ટર્નસ  છેલ્લા કેટલાક દાયકાથી વધુ Apple સાથે જોડાયેલા છે . તેઓ 2001માં કંપનીમાં જોડાયા હતા અને પછી હાર્ડવેર વિભાગમાં મહત્વપૂર્ણ   ભૂમિકાઓ  ભજવી છે . તેઓ iPhone , Mac , iPad , Apple Watch અને AirPods જેવી મુખ્ય પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટમાં તેમની મોટી ભૂમિકા રહી છે .

ટિમ કૂકનો કાર્યકાળ ખુબ જ મહત્વપૂર્ણ રહ્યો છે . 1998 માં એપલમાં જોડાયા હતા .પછી 2011માં તેઓ CEO બન્યા .તેમના નેતૃત્વ હેઠળ એપલનું બજાર  મૂલ્ય લગભગ $350 બિલિયનથી વધીને $4 ટ્રિલિયન સુધી પહોંચ્યું .  તેમણે Apple Watch , AirPods અને Vision Pro જેવી નવી પ્રોડક્ટ કેટેગરી શરૂ કરી .સારાંશમાં કહીએ તો , ટિમ કૂકથી જોન ટર્નસ તરફનું આ પરિવર્તન એપલ માટે એક નવો અધ્યાય સાબિત થઈ શકે છે , જેમાં અનુભવ અને નવી ઊર્જા જોવા મળશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »