નવું રીડિઝાઇન iOS 27નું હાઈલાઈટ હોવાની અપેક્ષા છે જે Apple દ્રારા WWDC 2026 કીનોટ દરમિયાન પ્રિવ્યૂ કરશે
Photo Credit: Gadgets 360
Apple નું અપડેટેડ સિરી વોઇસ આસિસ્ટન્ટ 2026 ના અંત સુધીમાં લોન્ચ થશે .
આવું કહેવામાં આવે છે કે Apple Inc. તેના આવનારા WWDC 2026 પહેલા જ સિરી માટે મોટા બદલાવ લાવવા તૈયાર છે . આ ઈવેન્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ ડેવલપર્સ માટે મહત્વપૂર્ણ રહેશે અને તેમાં iOS ના નવા વર્ઝન સાથે ઘણી નવી સુવિધાઓ રજૂ થવાની શક્યતા છે . અહેવાલો મુજબ , આ વખતે Appleનું ખાસ ધ્યાન iOS 27 અને તેના હેઠળ આવતા સિરીના રીડિઝાઇન પર છે . જોકે કંપનીએ હજી સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ શરૂઆતના સંકેતો મોટા અપડેટ તરફ ઈશારો કરે છે .
બ્લૂમર્ગના પત્રકાર Mark Gurmanના અનુસાર , WWDC 2026 માટે રજૂ કરાયેલ ટીઝર આર્ટવર્ક સિરીના નવા ડિઝાઈન વિશે સંકેત આપે છે . આ નવા ઇન્ટરફેસમાં ગ્લોઈંગ વિઝ્યુઅલ ઇફેક્ટ જોવા મળી શકે છે , ખાસ કરીને જયારે યુઝર્સ ડિવાઈસને ડાર્ક મોડમાં વાપરે છે . આ બદલાવ સિરીને વધુ નવું અને આકર્ષક બનાવશે , જે યુઝર એક્સપિરિયન્સને વધુ સારો બનાવવાનો પ્રયાસ છે .
નવી ડિઝાઈનમાં સિરીને Dynamic Island સાથે વધુ સારી રીતે જોડવાની યોજના છે . જયારે યુઝર સિરીને એક્ટિવેટ કરશે , ત્યારે એક નાનું એલિમેન્ટ વધીને વધુ ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસ આપશે . આ સાથે " Search or Ask " જેવી સૂચનાઓ અને કર્સર સાથે વધુ લાઈવ અનુભવ મળશે . આ ઉપરાંત , ટેક્સ્ટ આધારિત સર્ચ માટે સ્ટેન્ડઅલોન સિરી એપ્લિકેશનમાં પણ આ જ ડિઝાઈન અપનાવવામાં આવી શકે છે .
ફંકશનની વાત કરીએ તો સિરીમાં મોટો સુધારો જોવા મળી શકે છે . અહેવાલો અનુસાર , નવી સિરી વધુ સ્માર્ટ બનીને ચેટને ચાલુ રાખી શકે , એક જ કમાન્ડમાં અનેક ટાસ્ક કરી શકશે અને યુઝરના કન્ટેક્સ્ટને વધુ સારી રીતે સમજશે . આ બદલાવ તેને આધુનિક AI ચેટબોટ્સની નજીક લાવે છે . કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ અપડેટેડ સિસ્ટમમાં Google Gemini જેવી ટેક્નોલોજીનો સમાવેશ થઈ શકે છે .
આ બધા સુધારાઓ સાથે , iOS 27 Apple માટે એક મહત્વપૂર્ણ અપડેટ સાબિત થઈ શકે છે . કંપની 8 જૂનથી શરૂ થનારી WWDC 2026 કીનોટ દરમિયાન કંપની સત્તાવાર ખુલાસો કરે તેવી અપેક્ષા છે .
જાહેરાત
જાહેરાત