Realme C81 માં 6,300mAh બેટરી છે જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે
Photo Credit: Realme
Realme C81 એ Realme Note 80નું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે .
ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં Realme તેની સૌથી લોકપ્રિય C- સિરીઝને વધુ વિસ્તાર કરવા માટેની તૈયારી કરી રહી છે . નવા અહેવાલો મુજબ , કંપની ટૂંક સમયમાં Realme C81 નામનો નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે . જોકે કંપનીએ હજુ સુધી આ ડિવાઈસ વિશે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નથી . પરંતુ હાલના લીક્સ સૂચવે છે કે આ હેન્ડસેટ પર કામ ચાલી રહ્યું છે અને તે જલ્દી ભારતીય બજારમાં પ્રવેશી શકે છે . આ ફોનની ખાસ વાત એ છે કે આ ફોન પ્રીમિયમ પરફોર્મન્સ કે અદ્યતન કેમેરા પર ધ્યાન આપવાના બદલે , દૈનિક ઉપયોગ માટે જરૂરી ફીચર્સ પર ફોક્સ કરતો જોવા મળે છે .
રિપોર્ટ અનુસાર Realme C81 બે સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ થઈ શકે છે . 4GB RAM સાથે 64GB અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ . સાથે જ , ફોન ગ્લેશિયર બ્લુ એશિયા અને સ્ટોર્મ બ્લેક એશિયા જેવા કલરમાં આવવાની શક્યતા છે . લીક થયેલી માહિતી મુજબ , આ ડિવાઈસ RMX5388 મોડેલ નંબર સાથે જોવા મળ્યું છે , જે પહેલાથી જ વૈશ્વિક બજારમાં લોન્ચ થયેલા Realme Note 80 સાથે જોડાયેલું છે . આથી આવું માનવામાં આવ્યું છે કે Realme C81 એ Note 80નું રેબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે .
જો આ માહિતી સાચી સાબિત થશે તો Realme C81 માં Note 80 જેવા જ સ્પેસિફિકેશન્સ જોવા મળી શકે છે . તેમાં 6.74 ઇંચની HD + LCD ડિસ્પ્લે હોઈ શકે છે , જે 90Hz રિફ્રેશ રેટ અને 563 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . પ્રોસેસિંગ માટે ફોનમાં Unisoc T7250 ચિપસેટ આપવામાં આવી શકે છે , જે દૈનિક ઉપયોગ માટે ખૂબ જ સારી કહેવાય . સોફ્ટવેરની વાત કરીએ તો , આ સ્માર્ટફોન Android 15 આધારિત Realme UI પર ચાલી શકે છે .
બેટરીની વાત કરીએં તો , Realme C81 6,300mAhની મોટી બેટરી સાથે આવી શકે છે , જે 15W ચાર્જિંગ સપોર્ટ કરશે . સાથે જ આ ફોનમાં MIL - STD - 810H સર્ટિફિકેશન મળવાની શક્યતા છે , જે તેને મજબૂત બનાવે છે . આ ફોનમાં કેમેરા સેટઅપમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે . કુલ મળીને Realme C81 બજેટ યુઝર્સ માટે એક પ્રેક્ટિકલ અને સારો વિકલ્પ બની શકે છે .
જાહેરાત
જાહેરાત