11 અબજ વર્ષ જૂના બ્રહ્માંડનો ખુલાસો: DESI સર્વે પૂર્ણ , વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ

DESI ના વિશાળ 3D નકશાએ બ્રહ્માંડના 11 અબજ વર્ષના ઈતિહાસ સાથે ડાર્ક એનર્જી વિશે નવી અને ચોંકાવનારી સંભાવનાઓ સામે મૂકી છે .

11 અબજ વર્ષ જૂના બ્રહ્માંડનો ખુલાસો: DESI સર્વે પૂર્ણ , વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ

Photo Credit: NSF

વૈજ્ઞાનિકોએ ડાર્ક એનર્જીના અભ્યાસ કરવા માટે DESIના વિશાળ નકશાનો ઉપયોગ કરે છે .

હાઇલાઇટ્સ
  • બ્રહ્માંડનો અત્યાર સુધીનો સૌથી મોટો 3D નકશો તૈયાર
  • પાંચ વર્ષમાં DESI એ 47 મિલિયનથી વધુ ગેલેક્સી અને કવાસાર વિશે માહિતી એકત્
  • . આ નકશો વૈજ્ઞાનિકોને ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી બંનેને સમજવામાં મદદ
જાહેરાત

બ્રહ્માંડને સમજવામાં વૈજ્ઞાનિકોએ એક મોટી સફળતા મેળવી છે . ડાર્ક એનર્જી સ્પેકટ્રોસ્કોપિક ઇન્સ્ટ્રુમેન્ટ (DESI )એ 5 વર્ષ સુધી સતત કામ કરીને બ્રહ્માંડનો અત્યાર સુધીનો સૌથી મોટો 3D નકશો તૈયાર કર્યો છે . આ નકશામાં લાખો ગેલેક્સી અને કવાસારનો સમાવેશ થાય છે . ખાસ વાત એ છે કે આ નકશો 11 અબજ વર્ષથી પણ  જુના બ્રહ્માંડનો ઇતિહાસ બતાવે છે . DESI પ્રોજેક્ટનું મુખ્ય લક્ષ્ય " ડાર્ક એનર્જી " એટલે કે બ્રહ્માંડને ઝડપી ગતિથી ફેલાવતી એક અજાણી ઉર્જા વિશે  વધુ જાણવું હતું . શરૂઆતના પરિણામો સૂચવે છે કે આ ઉર્જા વિશે આપણે જે અત્યાર સુધી સમજતા હતા તે સંપૂર્ણપણે સાચું ન પણ હોઈ શકે  .

3D નકશો :

DESI પ્રોજેક્ટ માટે વૈજ્ઞાનિકોએ અમેરિકાના કિટ પીક ખાતે આવેલા 4 મીટર માયલ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો . તેમાં ખાસ પ્રકારના રોબોટિક ફાઈબર - ઓપ્ટિક  સાધનો લગાવવામાં આવ્યા , જે ગેલેક્સીના પ્રકાશનું અધ્યન કરીને તેનું અંતર માપે છે .પાંચ વર્ષમાં DESI એ 47 મિલિયનથી વધુ ગેલેક્સી અને કવાસાર  અને લગભગ 20 મિલિયન તારાઓ વિશે માહિતી એકત્ર કરી . આ સંખ્યા અગાઉના તમામ સર્વે કરતાં ઘણી વધારે છે . સરળ ભાષામાં કહીએ તો , આ અત્યાર સુધીનું સૌથી મોટું અને સ્પષ્ટ 3D નકશો છે , જે બ્રહ્માંડના લાંબા સમયના વિકાસને સમજવામાં મદદ કરે છે .

ડાર્ક એનર્જી માટે અસરો :

DESI ના શરૂઆતી ડેટા પરથી એક મહત્વની વાત સામે આવી છે . અત્યાર સુધી માનવામાં આવતું હતું કે ડાર્ક એનર્જી હમેશ એકસરખી રહે છે (જેને " કોસ્મોલોજિકલ  કોન્સ્ટન્ટ " કહે છે ) પરંતુ નવા તારણો બતાવે છે કે કદાચ આ ઉર્જા સમય સાથે બદલાય છે . જો આ વાત સાચી સાબિત થાય છે તો કોસ્મોલોજી અને ફિઝિક્સના  ઘણા જૂના સિદ્ધાંતો બદલવા પડશે . 2027 સુધીમાં આ ડેટાના વધુ અધ્યનો કરી વધુ સ્પષ્ટતા જોવા મળશે . આ નકશો વૈજ્ઞાનિકોને ડાર્ક મેટર  અને  ડાર્ક એનર્જી બંનેને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે , જેના કારણે બ્રહ્માંડનો ભૂતકાળ અને ભવિષ્ય વિશે વધુ જાણકારી મળી  શકશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »