નવું AI સ્ટોર એમેઝોનની હાલની ઈ-કોમર્સ સાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં એક સ્ટોર છે .
Photo Credit: Amazon
એમેઝોનના AI સ્ટોરમાં સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રા , આઇપેડ 11, રે બાન મેટા જનરલ સુવિધાઓ છે
Amazon એ ગુરુવારે તેની ઈ - કોમર્સ વેબસાઈટ અને મોબાઈલ એપ પર નવું AI Store લોન્ચ કર્યું છે . આ ખાસ સ્ટોરફ્રન્ટ AI આધારિત સુવિધાઓ ધરાવતા ગ્રાહક ટેક ડિવાઈસ માટે બનાવવામાં આવ્યું છે તેનો મુખ્ય હેતુ યુઝર્સને સ્માર્ટફોન , લેપટોપ , સ્માર્ટવોચ , સ્માર્ટ ટીવી જેવા AI થી ચલતા પ્રોડક્ટ્સને સરળતાથી શોધવા અને તેમના માંથી બેસ્ટ પસંદ કરવામાં મદદ કરવાનો છે . સાથે જ યુઝર્સ હવે પ્રોડક્ટ્સને તેમના ઉપયોગના આધારે પણ બ્રાઉઝ કરી શકે છે . નવું AI સ્ટોર એમેઝોનની હાલની ઈ-કોમર્સ સાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં એક સ્ટોર છે .
કંપનીએ જણાવ્યું કે AI સ્ટોરમાં ફક્ત એવા ડિવાઈસિસ દર્શાવવામાં આવશે , જે તેમની AI ક્ષમતાઓ દ્રારા વાસ્તવિક જીવનમાં ઉપયોગી ફાયદા આપે છે . અહીં પ્રોડક્ટ લિસ્ટિંગને સરળ ભાષામાં સમજાવવામાં આવી છે જેથી યુઝર્સ જાણી શકે કે ટેક્નોલોજી તેમની માટે કેવી રીતે કામ કરે છે . ઉદાહરણ તરીકે , NPU ધરાવતા AI લેપટોપ વધુ સારી બેટરી લાઈફ આપે છે , જયારે ઓન ડિવાઇસ પ્રોસેસિંગ ધરાવતા સ્માર્ટફોન યુઝર ડેટાને વધુ સુરક્ષિત રાખે છે .
Zeba Khan એ જણાવ્યું છે કે આ AI સ્ટોર દેશભરના ગ્રાહકો ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે . વિધાર્થીઓથી લઈને પ્રોફેશનલ અને પરિવારો સુધી , દરેકને તેમના ઉપયોગ માટે યોગ્ય અને સ્માર્ટ ડિવાઇસ સરળતાથી મળી રહે એ તેનો હેતુ છે .
હાલમાં AI સ્ટોરમાં સ્માર્ટફોન , લેપટોપ ,ટેબ્લેટ , સ્માર્ટ ટીવી , સ્માર્ટવોચ , સ્માર્ટ ચશ્મા અને હોમ એપ્લાયન્સિસ જેવી કેટેગરીઝ ઉપલબ્ધ છે . તેમાં કેટલાક લોકપ્રિય પ્રોડક્ટ્સ જેમ કે Samsung Galaxy S26 Ultra , OnePlus Nord 6 , iQOO 15 , HP OmniBook Ultra , Lenevo Yoga slim 7 , iPad 11 અને LG AI સિરીઝ 4K Smart TV નો સમાવેશ થાય છે .
આ સિવાય એમેઝોન એ તેની એપ અને વેબસાઈટ પર અન્ય AI ફીચર્સ પણ ઉમેર્યા છે , જેમ કે વાતચીત આધારિત શોપિંગ આસિસ્ટન્ટ , વિઝયુઅલ સર્ચ અને AI આધારતી પ્રાઇસ ટ્રેકિંગ ટૂલ . આ તમામ સુવિધાઓનો મુખ્ય હેતુ યુઝર્સ માટે શોપિંગ અનુભવને વધુ સરળ અને સ્માર્ટ બનાવવાનો છે .
જાહેરાત
જાહેરાત