ભારતમાં ઇન્સ્ટાગ્રામ સૌથી લોકપ્રિય શોર્ટ વિડીયો પ્લેટફોર્મ છે
Photo Credit: Instagram
રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે પસંદ કરવામાં આવે છે .
વર્તમાન સમયમાં ભારતમાં ઇન્સ્ટાગ્રામ સૌથી લોકપ્રિય શોર્ટ વિડીયો પ્લેટફોર્મ બની ગયું છે અને આમાંની રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર સૌથી લોકપ્રિય સુવિધા છે . યુઝર્સ સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જુએ છે ,તેને શેર કરે છે કે કોઈ અપલોડ કરે છે . યુઝર્સ આ રીલ્સને WhatsApp જેવા બીજા પ્લેટફોર્મ પર પોતાના દોસ્તોને શેર કરવા માટે આતુર રહે છે . કેટલીકવાર એવું બને છે કે તમને રીલ્સ બહુ ગમે છે પણ તમે તેને સરળતાથી સેવ નથી કરી શકતા . આ લેખથી તમારી મુશ્કેલી દૂર થશે . અમે તમને બતાવીશું કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ કેવી રીતે સેવ કરવી ? આથી તમે તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સને સેવ કરી શકો છો , ગમે ત્યારે શેર કરી શકો છે અને જયારે પણ ઈચ્છા હોય તો તમે જોઈ પણ શકો છો . તો ચાલો તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ કેવી રીતે ડાઉનલોડ કરવી એ જોઈએ .
જયારે આપણે રીલ્સ જોતા હોય ત્યારે કેટલીક રીલ્સમાં ડાઉનલોડનો વિકલ્પ હોતો નથી અને કેટલીક ઓડિયો વિના ડાઉનલોડ થાય છે . જયારે આવું બને ત્યારે પબ્લર , ફાસ્ટ વિડીયો સેવ અને આઈગ્રામ જેવી સાઈટ્સથી રીલ્સને ડાઉનલોડ કરી શકાય છે . જોકે રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે પસંદ કરવામાં આવે છે . આના માટે તમને જે તે સાઈટ પર જઈને URL પેસ્ટ કરવાનો રહેશે . આથી રીલ તમારા ડિવાઈસ પર ડાઉનલોડ થઈ જશે .
જાહેરાત
જાહેરાત
Unpatchable Hardware Vulnerability Leaves Owners of Older iPhone XS, iPhone XR and iPhone 11 Models at Risk
Haier HQLED P7 Pro Series Smart TVs Launched in India With Dolby Atmos, 50W Speakers