Motorola Razr 2026 અને Motorola Razr + 2026 સાથે નવી ફોલ્ડેબલ લાઇનઅપ ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા

Rarz 2026 માં Dimensity ચિપ અને Rarz + 2026 માં Snapdragon પ્રોસેસર હોઈ શકે

Motorola Razr 2026  અને Motorola Razr + 2026 સાથે નવી ફોલ્ડેબલ લાઇનઅપ ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા

Photo Credit: Motorola

Motorola Rarz 70 એ Rarz 60 ને આગળ લઈ જશે .

હાઇલાઇટ્સ
  • આ લાઇનઅપમાં ચાર મોડલ્સ સામેલ
  • બંને ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળવાની અપેક્ષા
  • Pantone Cocoa Wood અને Alcantara ટેક્સ્ચર જોવા મળ્યા
જાહેરાત

Motorola ટૂંક સમયમાં તેની નવી ફોલ્ડેબલ સ્માર્ટફોન લાઇનઅપ Motorola Razr 2026  સિરીઝ રજૂ કરે તેવી અપેક્ષા છે . હાલના લીક અનુસાર , આ સિરીઝનું  લોન્ચિંગ તેના સમય કરતાં થોડું વહેલું થઈ શકે છે , ખાસ કરીને 21 મે , 2026 આસપાસ ઉત્તર અમેરિકામાં તેનું લોન્ચ થવાની શક્યતા વ્યક્ત કરવામાં  આવી છે .  આ બંને ડિવાઈસમાં LPDDR5X  RAM મળશે , પરંતુ સ્ટોરેજમાં ફરક હશે  .  બંને ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળવાની અપેક્ષા  છે . બેઝ મોડલમાં Media Tek Dimensity 7450X  ચિપસેટ હોવાની શક્યતા .

રિપોર્ટ મુજબ , આ લાઇનઅપમાં ચાર મોડલ્સ સામેલ થઈ શકે છે . Razr 2026, Motorola Razr + 2026 , Rarz Ultra 2026 અને Rarz Fold 2026 . કિંમતો પણ  લીક થઈ છે . જેમાં બેઝ મોડલ Rarz 2026 . આમાં કિંમતો પણ લીક થઈ શકે છે , જેમાં બેઝ મોડલ Rarz 2026 ની કિંમત અંદાજે $799.99 (લગભગ 74,400 રૂપિયા )થી શરૂ થઈ શકે છે . Rarz + 2026 માટે $1,099.99 ( લગભગ 1,02,300 રૂપિયા ) Ultra માટે $1,499.99 અને ટોપ એન્ડ Fold મોડલ માટે $1,899.99 સુધીની કિંમત હોઈ શકે છે . આ કિંમત પહેલાના ફોન કરતાં થોડી  વધારે છે . જેનું મુખ્ય કારણ વધતી મેમરી અને પ્રીમિયમ ફીચર્સ માનવામાં આવે છે  .

ડિઝાઈનની વાત કરીએ તો , મોટોરોલા મોટો ફેરફાર કરવાની જગ્યાએ તેના ક્લેમશેલ ફોલ્ડેબલ ડિઝાઈનને જ ચાલુ રાખે તેવી શક્યતા છે . કેટલીક લીક થયેલી  ઇમેજોમાં પ્રીમિયમ ફિનિશ , જેમ કે Pantone Cocoa Wood અને Alcantara ટેક્સ્ચર જોવા મળ્યા છે , જે ફોનને વધુ પ્રીમિયમ લુક આપે છે . 

Rarz 2026 અને Rarz 2026 + 2026 બંનેમાં 6.9 ઇંચ AMOLED ડિસ્પ્લે મળશે . Rarz 2026 વધુ 120Hz રિફ્રેશ રેટ , જયારે Rarz + 2026 વધુ  સ્મૂથ 165Hz રિફ્રેશ રેટ ઓફર કરશે . બેઝ મોડલમાં Media Tek Dimensity 7450X  ચિપસેટ હોવાની શક્યતા છે , જયારે Rarz + 2026 વધુ શક્તિશાળી Snapdragon  8s Gen 3 પ્રોસેસર સાથે આવી શકે છે .

કેમેરાની વાત કરીએ તો બંને ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળવાની અપેક્ષા છે , જેમાં 50MP ના બે સેન્સર અને અલ્ટ્રા વાઈડ લેન્સ હશે . સાથે જ 32MP  નો ફ્રન્ટ કેમેરા પણ મળી શકે છે . 

Rarz 2026 માં 4,800mAh બેટરી સાથે 30W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ મળશે , જયારે Rarz + 2026 માં 4,500mAh બેટરી સાથે ઝડપી 45W ચાર્જિંગ  સપોર્ટ હશે . કનેક્ટિવિટી માટે Type - C , Bluetooth , NFC , eSIM અને ડયુઅલ સિમ સપોર્ટ મળશે . Rarz 2026 Wi - Fi 6 સપોર્ટ કરશે , જ્યારે Rarz + 2026 Wi - Fi 7 સાથે આવશે . બંને ફોન IP48 રેટિંગ સાથે પાણી અને ધૂળથી સુરક્ષિત રહેશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ
  2. બૂસ્ટર સફળતાપૂર્વક ઉતર્યો છતાં ઉપલા તબક્કાની ખામીથી સેટેલાઇટ ભ્રમણકક્ષામાં પહોંચી ન શક્યું
  3. હવે રીલ્સ સેવ કરવી થઈ ગઈ સરળ : તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત
  4. Appleમાં મોટો બદલાવ : Tim Cook બાદ John Ternus સંભાળશે કમાન
  5. Motorola Razr 2026 અને Motorola Razr + 2026 સાથે નવી ફોલ્ડેબલ લાઇનઅપ ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા
  6. મુસાફરો માટે ખાસ Dyson Supersonic Travel હળવું અને સ્માર્ટ હીટ કંટ્રોલ સાથે આવ્યું
  7. Toshiba Z670SP સિરીઝ આવી ભારતમાં : MIniLED ડિસ્પ્લે અને Dolby Atmos સપોર્ટ સાથે
  8. Apple WWDC 2026 માં નવી સિરી રજૂ કરશે ? રીડિઝાઇન અને સ્માર્ટ ક્ષમતાઓ પર ફોક્સ
  9. OnePlus Nord CE 6 સિરીઝ : 144Hz ડિસ્પ્લે અને 8000mAh બેટરી સાથે
  10. OnePlus Nord CE 6 લોન્ચ નજીક ? બેન્ચમાર્ક લિસ્ટિંગમાં સ્પેસિફિકેશન્સ બહાર
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »