ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ

BSNL એ ગ્રામીણ વિસ્તારો માટે 1,099 રૂપિયાનો 1400GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ વાળું ફાઈબર વાઈફાઈ પ્લાન રજૂ કર્યો છે .

ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ

Photo Credit: BSNL

હાઇલાઇટ્સ
  • BSNL Selfcare એપ દ્રારા ઓનલાઇન બુકીંગ
  • આ પ્લાન હેઠળ માત્ર રૂપિયા 1,099 માં ત્રણ મહિના માટે
  • ગામડા અને નાના શહેરોના યુઝર્સ માટે બનાવવામાં
જાહેરાત

ગ્રામીણ વિસ્તારોમાં ઝડપી અને સ્થિર ઇન્ટરનેટ મળવું ઘણીવાર મુશ્કેલ બને છે . આ સમસ્યાને ધ્યાનમાં રાખીને BSNL એ એક નવો  સસ્તો Wi - Fi પ્લાન રજૂ કર્યો છે , જે ખાસ કરીને ગામડા અને નાના શહેરોના યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે . આ પ્લાન હેઠળ માત્ર રૂપિયા 1,099 માં ત્રણ મહિના માટે દર મહિને  1,400GB ડેટા અને અમર્યાદિત કોલિંગની સુવિધા મળે છે . કંપનીનો દાવો છે કે ફાઈબર કનેક્શન હોવાથી ઇન્ટરનેટ વધુ સ્થિર અને સારી સ્પીડ સાથે મળશે  . BSNL Selfcare એપ દ્રારા ઓનલાઇન બુકીંગ કરી શકો છો અને તમારા વિસ્તારમાં  ઉપલબ્ધતા ચેક કરી શકો છો .

આ ઓફરની   જાહેરાત BSNL એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી હતી . કંપનીએ કહ્યું છે કે જો યુઝર ત્રણ મહિનાનું એડવાન્સ પેમેન્ટ કરે , તો તેને રૂપિયા 98 સુધીનું કેશબેક પણ મળશે . આથી આ પ્લાન વધુ સસ્તો અને લાભદાયક બની જાય છે , ખાસ કરીને ત્યાં જ્યાં પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ ઉપલબ્ધ નથી .

આ પ્લાનની સ્પીડની વાત કરીએ તો , તેમાં 40Mbps સુધીની ઝડપ મળે છે અને દર મહિને 1400GB ડેટા આપવામાં આવે છે . સાથે જ , યુઝર્સને અનલિમિટેડ  કોલિંગ પણ મળે છે , પણ આ સેવા લેન્ડલાઈન  દ્રારા આપવામાં આવે છે . ફાઈબર કનેક્શન હોવાને કારણે નેટવર્ક વધુ વિશ્વસનીય રહેવાનો દાવો  કરવામાં આવ્યો છે .

આ પ્લાન ખાસ કરીને તે વિસ્તારો માટે ઉપયોગી છે , જ્યાં હજુ પણ હાઈ - સ્પીડ ઇન્ટરનેટ પહોંચ્યું નથી . ઓછી કિંમતમાં વધુ ડેટા અને સારી સ્પીડ મળવાથી ઘણા લોકો માટે આ સારો વિકલ્પ બની શકે છે . 

જો તમે આ કનેક્શન લેવા માંગો છો , તો તેની માટે ઘણા સરળ વિકલ્પો છે . તમે BSNL Selfcare એપ દ્રારા ઓનલાઇન બુકીંગ કરી શકો છો અને તમારા વિસ્તારમાં  ઉપલબ્ધતા ચેક કરી શકો છો . આ ઉપરાંત , તમે WhatsApp પર 18004444 નંબર પર "Hi " અથવા "Book WiFi " મોકલીને પણ અરજી કરી શકો છો  . આ સિવાય , તમે સીધો કોલ કરીને પણ નવી સેવા શરૂ કરાવી શકો છો .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »