Motorola Edge 60 Stylus લોન્ચ થતાંની સાથે જ બજારમાં મચાવશે ધૂમ, મળશે 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ
Motorola Edge 60 Stylus મોડની સીરિઝ કંપની જલ્દી જ ભારતમાં લોન્ચ કરી શકે છે. હાલ આ બાબતની સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ તેની માહિતી સોશિયલ મીડિયામાં લીક થઈ છે. મોટોરોલાના આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની પોલેડ ડિસ્પ્લે મળી શકે છે સાથે જ હોય શકે છે ઇન બિલ્ટ સ્ટાઇલસ. ફોનમાં 50MP પ્રાઈમરી સેન્સર અને 13MP સેકન્ડરી સેન્સર સાથે ડ્યુઅલ રીઅર કેમેરાન મળી શકે છે. જેમાં 68W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી બેકઅપ પણ જોવા મળશે. 8GB RAM + 256GB સ્ટોરેજ વિકલ્પ માટે તેની કિંમત કંપની દ્વારા રૂ.22,999 રાખવામાં આવી શકે છે. આશા છે કે કંપની ટૂંક સમયમાં Motorola Edge 60 Stylus, Pro અને Edge 60ની સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરે.