Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
Amazon Great Freedom Sale ભારતમાં 7 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે . સ્વતંત્રતા દિવસ નિમિત્તે ચાલુ થનારી આ સેલમાં સ્માર્ટફોન , લેપટોપ , સ્માર્ટ ટીવી , સ્માર્ટવોચ, ટેબ્લેટ , ઈયરબડ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે . સેલ શરૂ થાય તે પહેલા જ Amazon એ કેટલીક મુખ્ય ડીલ્સ અને બેંક ઓફર્સ જાહેર કરી દીધી છે . જો તમે નવું ગેજેટ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારી તક બની શકે છે .