એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 ની શરૂઆત દમદાર રહી છે અને પહેલા જ બે દિવસમાં 38 કરોડથી વધુ ભારતીય ગ્રાહકોએ સાઇટની વિઝિટ કરી છે.
Photo Credit: NOISE
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 નોઇઝ તરફથી બાળકો માટે સ્માર્ટવોચ પર શ્રેષ્ઠ ડીલ્સ ઓફર કરી રહ્યું છે
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 ની શરૂઆત દમદાર રહી છે અને પહેલા જ બે દિવસમાં 38 કરોડથી વધુ ભારતીય ગ્રાહકોએ તેની સાઇટની વિઝિટ કરી છે. 23 સપ્ટેમ્બરથી આ સેલની શરૂઆત થઈ છે અને તેમાં, ફોન, સ્માર્ટ ટીવી, ટ્રુ વાયરલેસ સ્ટીરિયો (TWS) હેડસેટ્સ, હોમ એપ્લાયન્સિસ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, પીસી અને લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક્સ પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. જેઓ તેમના બાળકો માટે સ્માર્ટવોચ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તેઓ આ તકનો લાભ લઈ શકે છે.બાળકોની સ્માર્ટવોચ પર આકર્ષક ડિલ,અમેરિકન મલ્ટીનેશનલ કંપની એમેઝોન દ્વારા તહેવારો દરમ્યાન રજૂ કરાયેલા સેલમાં બાળકોની વોચમાં પણ છૂટ જાહેર કરાઈ છે. આ સ્માર્ટવોચ તેમનું લોકેશન ટ્રેક કરી શકે છે જેના કારણે બાળકો સુરક્ષિત હોવાની ખારતી રહે છે. સેલ હેઠળ આ સ્માર્ટવોચમાં રૂ. 9,500 સુધીની બચત કરી શકાશે.
ભાવમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય સ્કીમો લાભ લઈને ગ્રાહક ભાવમાં વધુ ઘટાડો પણ મેળવી શકે છે. જેમાં, તમે SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર રૂ. 1,500 સુધીનું તાત્કાલિક 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. આ સાથે એક્સચેન્જ બોનસ, કેશબેક ઑફર્સ અને ઇન્ટરેસ્ટ ફ્રી ઈએમઆઈ જેવા વિકલ્પો પણ મળશે.
ફાસ્ટ્રેક, બોટ, નોઈઝ, ઈમુ, સેક્યો સહિતની બ્રાન્ડમાં GPS ટ્રેકિંગ સાથે બાળકો માટે સ્માર્ટવોચ પરની એક યાદી અમે બનાવી છે જેમાં તમે આવશ્યકતા પ્રમાણે પસંદગી કરી શકો છો.
Noise Scout કિડ્સ સ્માર્ટવોચ જેની મૂળ કિંમત રૂ. 7,999 છે તે સેલ હેઠળ રૂ. 4,999 માં મળશે.
Noise Explorer રૂ. 9,999 જેમાં ઇનબિલ્ટ જીપીએસ ઉપરાંત ટુ વે વિડિયો કોલિંગ પણ થઈ શકે છે તે હાલમાં રૂ. 5,999 માં મળશે. Fastrack Volt S1 જેનો ભાવ રૂ. 2,995 છે તે સેલ હેઠળ રૂ. 1,498માં ખરીદી શકશો. Boat Wanderer નો ભાવ રૂ. 14,999 તે સેલમાં રૂ. 5,499માં ખરીદી શકો છો. Sekyo S2 Proની કિંમત રૂ. 3,999 છે તે ઘટાડીને રૂ. 2,599 છે.
Imoo Watch Phone Z1 નો ભાવ રૂ. 12,990 છે તે હાલમાં રૂ. 8,490માં મળી રહી છે. આ ભાવમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર વધારાના બેંક ડિસ્કાઉન્ટ, કેશબેક ઑફર્સ અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થતો નથી જેનો ખરીદનાર લાભ લઈ શકે છે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket