ભારતમાં Amazon Now સેવાનો મોટો વિસ્તરણ , ડિલિવરી કર્મચારીઓ માટે ' સમ્માન ' યોજના જાહેર

એમેઝોને દાવો કરે છે કે તેની કવિક કોમર્સ સેવા હાલમાં 15 ભારતીય શહેરોમાં 50 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે

ભારતમાં Amazon Now સેવાનો મોટો વિસ્તરણ , ડિલિવરી કર્મચારીઓ માટે ' સમ્માન ' યોજના જાહેર

Photo Credit: Amazon

એમેઝોનના CEO એન્ડી જેસી ( જમણે ) ભારતની મુલાકાતે છે , તે કર્મચારીઓને મળે છે .

હાઇલાઇટ્સ
  • Amazon Now ને આવતા વર્ષોમાં 300 થી વધુ શહેરોમાં વિસ્તૃત કરવાની જાહેરાત
  • વિસ્તરણ પછી 10 લાખથી વધુ પ્રોડક્ટ્સ એક જ દિવસે ડિલિવરી માટે ઉપલબ્ધ થશે
  • Amazon Now એમેઝોન ઇન્ડિયાનો સૌથી ઝડપથી વધતો બિઝનેસ બની ગયો
જાહેરાત

એમેઝોને ભારતમાં પોતાની ઝડપી ડિલિવરી સેવા Amazon Now ને મોટા પાયે વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે . કંપનીએ જણાવ્યું છે કે આગામી વર્ષોમાં આ સેવા દેશના 300 થી વધુ શહેરોમાં શરૂ કરવામાં આવશે . હાલમાં Amazon Now ભારતના 15 શહેરોમાં ઉપલબ્ધ છે અને 50 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપી રહી છે .

કંપનીના જણાવ્યા મુજબ , Amazon Now એમેઝોન ઇન્ડિયા નો સૌથી ઝડપથી વધતો બિઝનેસ બની ગયો છે . લોન્ચ થયા પછી દર ક્વાર્ટરમાં તેના ઓર્ડર બમણા થઈ રહ્યા છે . એમેઝોનનું કહેવું છે કે ખાસ Prime સભ્યો તરફથી આ સેવાને સારો અભિપ્રાય મળી રહ્યો છે .

હાલમાં Amazon Now દ્રારા કરિયાણું , ફળ - શાકભાજી , ફ્રોઝન એસેસરીઝ , ઘર - રસોડાની વસ્તુઓ અને નાના ડિવાઈસ જેવી રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ ઝડપી ડિલિવરી સાથે ઉપલબ્ધ છે . સેવા વધારવા માટે એમેઝોન તેના માઈક્રો ફુલફિલમેન્ટ સેન્ટર્સ અને શહેરી ફુલફિલમેન્ટ સુવિધાઓનું નેટવર્ક પણ વધારશે .

કંપનીએ કહ્યું છે કે વિસ્તરણ પછી 10 લાખથી વધુ પ્રોડક્ટ્સ એક જ દિવસે ડિલિવરી માટે ઉપલબ્ધ થશે , જયારે 40 લાખથી વધુ પ્રોડક્ટ્સ બીજા દિવસે ડિલિવરી વિકલ્પ સાથે મળશે . એમેઝોને દાવો કરે છે કે તેની કવિક કોમર્સ સેવા હાલમાં 15 ભારતીય શહેરોમાં 50 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે 

આ સાથે એમેઝોને ડિલિવરી કર્મચારીઓ માટે સન્માન નામની નવી કલ્યાણ યોજના પણ જાહેર કરી છે . આ યોજના હેઠળ ડિલિવરી એસોસિયેટ્સના બાળકોને શિષ્યવૃતિ, વધુ  સારું વીમા કવરેજ , રોડ સેફટી સહાય અને સરકારી યોજનાઓ તથા નાણાકીય સમાવેશ કાર્યક્રમો સુધી પહોંચ જેવી સુવિધાઓ આપવામાં આવશે .

કંપનીએ વધુમાં જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં ડિલિવરી કર્મચારીઓ માટે 250 આરામ કેન્દ્રો શરૂ કરવામાં આવશે . અહીં પીવાનું પાણી , મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ , વોશરૂમ , બેસવાની જગ્યા એન આરામની સુવિધા મળશે .

આ જાહેરાતો એમેઝોનના CEO એન્ડી જેસી ની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Google Pixel 10 ડીલ ધમાકેદાર : Amazon પર કિંમતમાં કાપ , બેંક ઓફર અને એક્સચેન્જથી વધુ બચત
  2. ભારતમાં Amazon Now સેવાનો મોટો વિસ્તરણ , ડિલિવરી કર્મચારીઓ માટે ' સમ્માન ' યોજના જાહેર
  3. Vivo X Fold 6 માં 200MP કેમેરા , 8.02 ઇંચ ડિસ્પ્લે અને નવી Dimensity 9500 ચિપ મળવાની શક્યતા
  4. Samsung Galaxy S26+ ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ બાદ કિંમત ઘટીને રૂપિયા 82,450 સુધી
  5. 1 જુલાઈથી આધાર એપમાં મળશે મોટી રાહત , ઇમેઇલ ID અપડેટ પર નહીં લાગે કોઈ ચાર્જ
  6. 13MP કેમેરા , Helio G81 અલ્ટ્રા ચિપ અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે Redmi 17C રજૂ
  7. 160W અને 120W મોડેલ સાથે itelની એન્ટ્રી , iThumpX BASS અને Bluetooth 5.3 જેવી સુવિધાઓ
  8. NEET વિવાદ બાદ ટેલિગ્રામને રાહત , પરંતુ 30 જૂન સુધી કેટલાક નિયંત્રણો યથાવત
  9. Coolpadનો નવો બજેટ ફોન cool 80 રજૂ , iPhone જેવી ડિઝાઈન સાથે મળશે 128GB સ્ટોરેજ
  10. Cred સ્થાપક કુણાલ શાહ સંભાળશે WhatsApp ની કમાન , Meta એ Cred માં કર્યું $900 મિલિયન રોકાણ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »