ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો

જાપાનમાં એક અનોખો સાયબર ક્રાઇમનો કેસ સામે આવ્યો છે , અહીં 15 વર્ષીય વિધાર્થીની ધરપકડ કરવામાં આવી છે

ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો

Photo Credit: Pexels/Cyberattack

હાઇલાઇટ્સ
  • ChatGPTની મદદથી પ્રોગ્રામ બનાવી Bandai Channel પર સાયબર હુમલો કરવાનો આરોપ
  • 4 નવેમ્બર , 2025ના રોજ તેણે કંપનીના સર્વર પર ગેરકાયદેસર કમાન્ડ મોકલ્યા
  • સિસ્ટમની મરામત બાદ ડિસેમ્બર મહિનામાં સેવાઓ ફરી સામાન્ય બની હતી
જાહેરાત

જાપાનમાં એક અનોખો સાયબર ક્રાઇમનો કેસ સામે આવ્યો છે . અહીં 15 વર્ષીય વિધાર્થીની ધરપકડ કરવામાં આવી છે . તેના પર આરોપ છે કે તેણે ChatGPTની મદદથી એક પ્રોગ્રામ તૈયાર કર્યો અને તેનો ઉપયોગ કરીને Bandai Namco Filmworksની Anime સ્ટ્રીમિંગ સેવા Bandai Channel પર સાયબર હુમલો કર્યો . આ ઘટનાના કારણે કંપનીની સેવાઓમાં અવરોધ આવ્યો અને હજારો યુઝર્સના એકાઉન્ટ્સ પર અસર પડી .

રિપોર્ટ મુજબ, આ ઘટના નવેમ્બર 2025માં બની હતી . તપાસમાં સામે આવ્યું છે કે વિધાર્થીએ પ્લેટફોર્મમાં રહેલી એક સુરક્ષા ખામીનો લાભ લીધો હતો . તેણે એવો પ્રોગ્રામ બનાવ્યો હતો , જે સભ્યોના એકાઉન્ટ્સ સુધી ગેરકાયદેસર રીતે પહોંચવાની પ્રક્રિયાને ઓટોમેટ કરતો હતો . તેના કારણે કુલ 46, 812 સબ્સ્ક્રિપ્શન રદ થઈ ગયા હતા . 

પૂછપરછ દરમિયાન વિધાર્થીએ સ્વીકાર્યું કે શરૂઆતનો સોર્સ કોડ તેણે પોતે લખ્યો હતો . જોકે પ્રક્રિયામાં વધુ સમય લાગતો હોવાથી તેણે ChatGPTની મદદ લીધી અને પ્રોગ્રામને બીજી પ્રોગ્રામિંગ ભાષામાં તૈયાર કરાવ્યો . ત્યારબાદ તેણે આ પ્રોગ્રામનો ઉપયોગ હુમલા માટે કર્યો હતો .

આરોપ છે કે 4 નવેમ્બર , 2025ના રોજ તેણે કંપનીના સર્વર પર ગેરકાયદેસર કમાન્ડ મોકલ્યા હતા . જેના કારણે મોટી સંખ્યામાં એકાઉન્ટ્સ ડી - રજિસ્ટર થઈ ગયા . આ હુમલાની અસરથી 6 નવેમ્બરથી કંપનીની કેટલીક સેવાઓ ખોરવાઈ ગઈ હતી . સિસ્ટમની મરામત બાદ ડિસેમ્બર મહિનામાં સેવાઓ ફરી સામાન્ય બની હતી . ત્યારબાદ કંપનીએ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી .

તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે કંપનીએ તેનો ઍક્સેસ બંધ કરી દીધા પછી પણ તેને આશરે 30 વખત IP એડ્રેસ બદલીને ફરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો . જોકે અત્યાર સુધી કોઈ ગ્રાહકોનો ડેટા લીક થયો હોવાની અથવા ઈન્ટરનેટ પર જાહેર થયો હોવાની માહિતી મળી નથી .


આરોપી વિધાર્થી પહેલા પણ કમ્પ્યુટર સંબંધિત એક અન્ય કેસમાં ઝડપાઈ ચુક્યો હતો . તેણે જણાવ્યું કે તેણે પ્રાથમિક શાળામાં ભણતા ભણતા જ પોતે પ્રોગ્રામિંગ શીખી હતી . તેના કહેવા મુજબ કંપની પ્રત્યે તેની કોઈ વ્યક્તિગત દુશમની નહોતી , પરંતુ પ્લેટફોર્મમાં રહેલી ખામીનો લાભ લઈ શકાય તેમ હોવાથી તેણે તેને નિશાન બનાવ્યું હતું .

ઘટના બાદ Bandai Namco Filmworks એ અસરગ્રસ્ત ગ્રાહકોને જાણ કરી હતી અને ફિશિંગ તેમજ નકલી ઈમેલથી સાવચેત રહેવા અપીલ કરી હતી . જેમના સબ્સ્ક્રિપ્શન રદ થયા હતા તેમને ફરી નોંધણી કરવાની સલાહ આપવામાં આવી છે . સાથે જ સર્વિસમાં થયેલા વિક્ષેપ દરમિયાન વસૂલ કરાયેલી સબ્સ્ક્રિપ્શન ફી પરત આપવાની પણ કંપનીએ જાહેરાત કરી છે . કંપનીએ જણાવ્યું છે કે આવી ઘટના ફરી ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »